SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ t, ૨૮]. ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રતીહાર હોય. ભવિષ્યપુરાણમાં દેશવાચક સંજ્ઞા તરીકે એને બે વાર ઉલ્લેખ થયેલો છે,૨૩૩ પણ એના સમય વિશે શ કા હોઈ એ યા ભૂભાગને ઉદેશી કહે છે એ નકકી ન કરી શકાય, પરંતુ પદ્મપુરાણના ભાગવત માહાત્યમાં ભક્તિ ગુર્જરદેશમાં જીર્ણતા પામી છે એમ કહ્યું છે ૨૩૪ તે પદ્મપુરાણની રચના ઈ. સ. ૧૦મી સદી પૂર્વે નજીકમાં સંભવિત હૈઈ પશ્ચિમ મારવાડને ઉદ્દેશીને કહેવાયેલ છે. પંચતંત્રમાં પણ જે ગુર્જર દેશ' કહ્યો છે તે પણ ભીનમાલવાળો પશ્ચિમ મારવાડને પ્રદેશ છે. એ હકીકત છે કે ગુર્જરેની એક શાખા દક્ષિણ ગુજરાતમાં ગઈ હતી અને નાંદીપુરી(નાંદોદ)માં “ગુર્જરનૃપતિવંશ' તરીકે સ્થિર થઈ હતી. આ વંશના રાજવી દ૬ ૨ જાના ખેડાના દાનશાસન(ઈ. સ. ૬૨૯)માં આ પ્રકારનો અત્યારે જૂનામાં જૂને ઉલ્લેખ થયેલો જોવામાં આવ્યા છે ૨૩૬ પરંતુ નાંદોદને પ્રદેશ છેક સોલંકીકાલ સુધી ગુર્જર' કહેવાય નથી. દક્ષિણના ચાલુક્યવંશના પુલકેશી ૨ જાના હેલીના અભિલેખ(ઈ. સ. ૬૩૪)માં “લાટ ભાવ” અને “ગુર્જર' મળે છે, ૨૭ ને નવસારીના પુલકેશી અવનિજનાશ્રયના દાનશાસન(ઈ. સ. ૭૩૯ માં અરબાએ હરાવેલાઓમાં “ગુર્જર' પણ કહ્યા છે૨૩૮ તે બંને પશ્ચિમ ભારવાડના છે. રાષ્ટ્રકૂટવંશના દંતિદુર્ગે ઉજજનમાં ઈ. સ. ૭૫૪ માં | હિરણ્યગર્ભદાન આપ્યું ત્યારે ગુજરદેશને ફાળવી પણ બીજા રાજવીઓ સાથે સેવામાં હાજર હતા એમ નોંધાયું છે,૨૩૯ તે એ જ વંશના કર્થ સુવર્ણવર્ષના દાનશાસન (ઈ. સ. ૮૧૨-૮૧૩)માં ગુર્જરેશ્વર” કહ્યો છે૨૪૦ તે પણ ભીનમાલને જ રાજવી છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા(ઈ. સ. ૭૭૯)માં બેલીઓ બોલનારા જુન્નર કહ્યા છે૨૪૧ તે પણ પશ્ચિમ ભારવાડના છે. ગુર્જરત્રાભૂમિ ” એવું દેશવાચક નામ ડૅડવાણક( હાલના જોધપુરના પ્રદેશમાં)ના ઈ. સ. ૮૪૪ ના મિહિરભજના અભિલેખમાં જોવા મળે છે, ૨૪રતો એક બીજા ઈ. સ. ૮૫૦ ના અભિલેખમાં આજના જ્યપુરના પ્રદેશમાં આવેલા મંગલાનકને “ગુર્જરત્રામંડલમાંનું૨૪૩ કહેવામાં આવેલ છે. આ પરિસ્થિતિ ઈ. સ. ૧૦૩૦માં ભારતમાં આવેલા અરબ મુસાફર અલ્જીરૂનીના હિંદના પ્રવાસના ગ્રંથમાં પણ જોવા મળે છે; એણે શુદ્ધ ગુજ્ઞાત શબ્દ પ્રય છે. ૨૪૪ આ પ્રદેશ આબુથી ઉત્તરને જ છે. ઈ. સ. ૯૪૨ માં મૂલરાજ સોલંકીએ અણહિલ્લપુર જેની રાજધાની હતી તેવા આજના ઉત્તર ગુજરાતના એ સમયના વ્યાપક “સારસ્વત મંડલની સત્તા હાથ કરી. એ સમયે, સંભવિત છે કે, કાન્યકુબજના પ્રતીહાર રાજવીઓના સામંત તરીકે ભિલ્લમાલમાં મૂલરાજને પિતા રાજિ શાસન કરતો હતો. રાજિના મૃત્યુ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy