SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું] . , પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ નથી, ઈસ્વી દસમા સૈકામાં શક્ય બને ખરું. તો અત્યારે પ્રબળ પ્રમાણના અભાવે નિર્ણયાત્મક રીતે કશું જ કહી શકાય એમ નથી. ગુજરદેશ-ગુજરાત : આજે રાજકીય એકમ તરીકે ગુજરાત” સંજ્ઞા તળ-ગુજરાત (ઉત્તર, મધ્ય, દક્ષિણ), સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને રચાયેલા ભૂભાગને માટે પ્રચલિત છે. આમાં તળ–ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રાંતીય ભેદે ભાષા પણ એકાત્મક છે. કચ્છમાં પણ કચ્છ વાગડમાં સ્થાનિક આભીરઆહીર લેકેાની ભાષા ગુજરાતીની જ એક સ્થાનિક બેલી છે; તળ–કચ્છમાં કચ્છીની જ ભિન્ન ભિન્ન સ્થાનિક બોલીઓ પ્રત્યે જાય છે. તળ-ગુજરાત અને સૌરાષ્ટ્ર મળીને એક સમયે આનર્ત હોવાનું ઉપર યથાસ્થાન વિચારાયું છે. લાથી મુખ્યત્વે તળ-ગુજર ાત તે ખરું જ. આ દેશને ગુજરાત નામ મળ્યું એની પહેલાંથી ગુઝાત શબ્દ પ્રયુક્ત થતો ગળ્યો છે, જે અબીરૂનીએ કહ્યું છે તેમ આબુની ઉત્તરે છેક બઝાન (નારાયણ-જયપુર) સુધીનો પશ્ચિમ ભારવાડનો પ્રદેશ હતો.૨ ૨૨ ઐતિહાસિક દષ્ટિએ ગુર્જર-પ્રતીહારોનો એ પ્રદેશ, જેની રાજધાની ભીનમાલ. પ્રાચીન કાલના ઉત્તરના તબકકામાં “ગુર્જર દેશ ૨૩ “ગુર્જર મંડલર૨૪ 'ગુજજરત્તા૨૨ ગુર્જરત્રા ૨ ૬ “ગુજરા૨ ૨૭ ગૂજરાત ૨૮ “ગુજરાટ૨૨૮ જેવી સંજ્ઞાઓના પણ સાહિત્યિક તેમજ આભિલેખક ઉલેખ જાણવામાં આવ્યા છે. પાણિનિના ગણપાઠમાં આ પ્રકારનો કોઈ પણ શબ્દ નથી મળતો, પતંજલિના પાણિનીય અષ્ટાધ્યાયી-વ્યાકરણના મહાભાવમાં પણ નથી; મહાભારતની અધિકૃત વાચનામાં પણ નથી; મળે છે. મહાભારતની દક્ષિણી વાચનામાં: યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ઉપાયન લાવનારા લોનાં નામ ઉમેરી લેવામાં આવ્યાં છે તેમાં છેલ્લે ખપ ( ખસ, શક), પછી બર્બર, યવન, ગુર્જર, આભીરક, પહલવ, શક, કરૂષ, તુંબર અને કાશિકનાં નામોમાં વચ્ચે ગુજર પણ જોવા મળે છે. ૨૩૦ આ નામ બધાં જ દેશવાચક હાઈ પ્રજાવાચક છે ન્યાં છે. આમાં આ દેશના જૂના શદે સાથે “ગુર્જર પણ પ્રદેશ પમી યે છે. પ્રજાવાચક આ શબ્દના ભારતીય સાહિત્યમાં ચોકકસ સમયવાળાં સાધનમાં મહાકવિ બાણનું હર્ષચરિત (ઈ. સ. ૬૧૦ લગભગ) એ જાણવામાં આવેલું પ્રમાણિત પહેલું સાધન છે : એમાં હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધન(ઈ. સ. ૬૦૦ )ને “ગુજરમજાગર” (ગુજને ઉજાગરા કરાવનાર) કહ્યો છે. ૩૧ યુઅન સ્વાંગે (૭ મી સદી) દેશનામ તરીકે ૧૬૦૦ કિ.મી.ના ઘેરાવાને “કુ-ચે-લે” (ગુર્જર) દેશ અને એની રાજધાની પિ-લે-મે-લો' (ભિલ્લમાલ) કહેલ છે, ૨૩૨ એટલે એના આધાર પર કહી શકાય કે પ્રભાકરવર્ધનથી ભય પામતા ગુર્જરે તે પશ્ચિમ મારવાડના ગુર્જર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy