SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું 1 પ્રાચીન ભૌલિક ઉલ્લેખ [ ૨૮ બાદ મૂળરાજ સાંચોર(સત્યપુર)ને કેંદ્રમાં રાખી એ વખતે જાણીતા થયેલા સત્યપુરમંડલને શાસક બન્યો. ઈ. સ. ૯૯૫ના બાલેરાનાં પતરાંના દાનશાસનમાં એને સત્યપુરમંડલને ભોક્તા કહેવામાં આવ્યો છે, ૨૪૫ જ્યારે એ પહેલાંના ઈ. સ. ૯૮૭ના કડીમાંથી મળેલા દાનશાસનમાં પોતાની ભુજાઓના બળથી જેણે સારસ્વત મંડલ પ્રાપ્ત કર્યું છે તેવો કહેવાય છે. ૨૪૬ આમ ઈ. સ. ૯૯૫ સુધી તો ઉત્તર ગુજરાતનું “સારસ્વત મંડલ અને પશ્ચિમ ભારવાડનું–ગુર્જર દેશનું સત્યપુરમંડલ” એ બેઉ મથક એની સત્તા નીચે હતાં. આમ એ એના પિતા પછી ગુર્જરેશ્વર” બન્યો હતો એમ કહી શકાય. ઈ. સ. ૯૯૭ની કાશ્મીરી પંડિત ક્ષેમેંદ્રની “ઔચિત્યવિચારચર્ચા માં ધારાપતિ મુંજ સાથેના કેઈ નૂરેશ્વર મૂમના સંઘર્ષને ઉલ્લેખ મળે છે.૨૪૭ એ જ વર્ષના હસ્તિકુંડીના ધવલના અભિલેખમાં મુંજ સાથેના વિગ્રહમાં પરાજિત થયેલા રાજવીને દેશ પૂર્નર કહેવામાં આવ્યા છે.૨૪૮ મુંજનો શત્રુ આ રાજવી મૂલરાજ છે એમ માનવામાં આવતું હતું, પરંતુ આવી વાતનું કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી મળતું એટલે મૂલરાજ ગુર્જરેશ હોવાનું ઉપરનાં બે પ્રમાણોથી સર્જાશે સિદ્ધરૂપ મનાતું નથી.૨૪૯ ઈ. સ. ૧૮૫૦ માં જ્યારે ધારાપતિ ભાજદેવ એના સરસ્વતીકંઠાભરણ-નામક સાહિત્યશાસ્ત્રના ગ્રંથમાં બીજાઓના અપભ્રંશને ઉપયોગ ન કરતાં પોતાના જ અપભ્રંશનો ઉપયોગ કરનારા “ગૂર્જરે'ને વખોડે છે૨૪૯ ત્યારે એ “ગૂર્જરથી એની આંખ સમક્ષ એના અણહિલપુરના શાસક સોલંકીએ ઉદ્દિષ્ટ છે, અને એ રીતે સમગ્ર પ્રજાને પણ વખોડી નાખવાનું સમજાય છે. એ કાલનો ભોજદેવ અને ભીમદેવ ૧ લા વચ્ચેનો અણબનાવ ઈતિહાસમાં ખૂબ ગવાયેલે છે.૨૫૦ આમ ઉત્તર ગુજરાતના પ્રદેશને મૂલરાજની અગુહિલપુરની આસપાસના સમગ્ર સારસ્વતમંડલ” ઉપરની સત્તાના અનુસંધાનમાં “ગુર્જરદેશ' ગુર્જરમંડલ” ગુજરાત” એવી સંજ્ઞા લાગુ પડતી થઈ ગઈ હતી. ધ્યાનમાં રાખવા જેવું કહી શકાય કે ઈ. સ. ૧૦૯૭માં કાશ્મીરી પંડિત બિદ્દલણે એના વિક્રમાંકદેવચરિત' કાવ્યમાં કાછડીની લાંગ નવાળનારા ગુર્જરની ટીકા કરી છે તે સંભવિત રીતે જૈન સાધુઓને ઉદ્દેશીને કરી છે. ૨૫૧એના સમય સુધીમાં સારસ્વત મંડલનાં પ્રજાજન પણ પરપ્રાંતીને માટે “ગુર્જર” થઈ ચૂક્યાં હતાં. આ સમય નજીકના ‘મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણમાં ગૂજર્જરિજન” કહ્યો છે તે ઉત્તર ગુજરાતનો જ વાસી અભીષ્ટ છે. ઈ. સ. ૧૧૩૬ ના ચંદ્રસૂરિકૃત ‘મુનિસુવ્રતસ્વામિચરિતમાને ૫૩ “ગુજર દેશ', ઈ.સ. ૧ ૩૯-૪૦ના સિદ્ધરાજ જયસિંહના દાહોદના અભિલેખમાંનું ૫૪ “ગુર્જરમંડલ અને ઈ. સ. ૧૧૫૪ ના જિનદાસરિકૃત ગણધરસાર્ધશતકમાંની ગુજરત્તા૨૫૫ એ ઉત્તર ગુજરાતને મુખ્યત્વે ખ્યાલ આપે છે; દક્ષિણ ગુજરાત પ્રદેશ હજી “ગુર્જર દેશ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy