SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવમાં બાધક બની અપકારક બને છે. સૂર્યોદયથી આનંદિત થાય, અંધકારથી ભયભીત થાય, તડકાથી પીડાય, છાયાથી શીતળતા અનુભવી સુખ પામે, તડકાદિથી છૂટવાનું મન થાય અને છાયડામાં સ્થિર થવાનું મન થાય, તડકાથી અરતિનો સંગ થાય અને છાયામાં રતિનો સંગ અર્થાત્ પુદ્ગલના સંગે જ રાગ ને રતિ, દ્વેષ ને અરતિ. રૂપ મોહનો સંગ વધારતા આત્માની નિઃસંગતા, સ્વભાવરૂપ રમણતા દૂર થાય. મોહનો સંગ એ અપકાર છે. મોહના ઉદયે જયારે જયારે જીવને મનગમતો પુદ્ગલનોયોગ થાય ત્યારે ત્યારે અપૂર્વ વસ્તુ મળી હોય તેવો ભાવ થાય. મોહસંગને દૂર કરવા મળેલું ઔદારિક શરીર સાધન છે. તેના વડે તપ-ત્યાગજ્ઞાન-ધ્યાન કરીને મોહને દૂર કરવામાં આવે તો જ સાધનરૂપે મળેલ દારિક શરીર – પુદ્ગલનો યોગ આત્મા પરના ઉપકારમાં નિમિત્ત કારણ પણ બને છે. पत्ताय कामभोगा कालमणंतं, इह सउवभोगा अप्पुव्वं पिव्व मन्नई, तहवि य जीवो मणे सुक्खं। | (ઉપદેશમાલા) ર૦ર . ઉપદેશમાલાગ્રંથમાં અવધિજ્ઞાની ધર્મદાસ ગણી કહી ગયા છે, અનંતકાળમાં પરિભ્રમણ કરતાં જીવને દેવલોકાદિની પોદ્ગલિક ઉત્તમ ભોગસામગ્રી ઘણીવાર પ્રાપ્ત થઈ ચૂકી છે પણ જયારે જયારે પુણ્યના ઉદયે તે ભૌતિક સુખ મળે છે ત્યારે તેને કોઈ અપૂર્વ વસ્તુ મળી હોય તેવો ભાવ થાય છે. ખરેખર તેના બદલે જીવને આદરનો પરિણામ તો પોતાની અનંત શાશ્વત ગુણરૂપી સંપત્તિ પર થવો જોઈએ પણ પોતાની સંપત્તિથી આત્મા અજ્ઞાત છે અને પરમાં સુખબુદ્ધિ (બહુમાન) મિથ્યાત્વના ઉદયે થાય છે તેથી તેને પુદ્ગલના સંયોગમાં બહુમાન આદર કિંમતી વસ્તુ મળ્યાનો ભાવ થાય છે. સનતકુમાર ચક્રવર્તીને છ ખંડની સંપત્તિ પ્રાપ્ત થઈ પણ જયારે બાહ્ય શરીરાદિ પૌગલિક સંપત્તિમાં અનિત્યતા, નશ્વરતા અને પરિવર્તનનો નિર્ણય થયો એટલે છ ખંડની બધી સંપત્તિ ક્ષણમાં છોડીને એકલા જંગલની વાટે આત્માની શાશ્વત સંપત્તિ મેળવવા માટે ચાલી નીકળ્યા. જ્યાં સુધી પુદ્ગલના સ્વભાવનો અને આત્માના સ્વભાવનો નિર્ણય ન થાય ત્યાં સુધી પુદ્ગલમાં જ બહુમાન થવાનું છે. પુદ્ગલનો સંયોગ કર્મના ઉદયથી જ મળે છે. કર્મ = પુણ્યકર્મ અને પાપકર્મ બન્ને પુદ્ગલ રૂપ જ છે. બન્નેના ઉદયથી અજીવ તત્વ | 43
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy