SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ના દિવસે લખાએલી સુવર્ણપ્યાક્ષરી કહપસૂત્રની” ની પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં જ આવેલા શ્રી ચંચલબાઈના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૧૮૮-૧૮૯તથા ૨૨૪-૨૨૬ અને ૨૫૦-૨૫૧). વિ. સં. ૧૫૨૨ માં જેનપુરમાં લખાએલી સુવર્ણાક્ષરી પ્રત વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ્ત્ર સંગ્રહમાં છે (ચિત્ર નં. ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ૨૧૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૪૨૬૫, ૨૭૪, ૨૭૫). તારીખ વગરની લગભગ પંદરમા સૈકાના અંત ભાગની સ્વર્ગસ્થ શ્રી કુસુમચંદ્રસૂરીધરજીના સંગ્રહમાં પણ એક સુવર્ણાક્ષરી-પ્રત છે. તેમાંથી ચિત્ર નં. ૨૪૧, ૨૬૨, ૨૬૩, ૨૬૬, ૨૬૭ તથા ર૭૦ થી ૨૭૨) અત્રે રજૂ કરેલાં છે. સારાભાઈ નવાબંના સંગ્રહમાં સોળમા સૈકાના શરૂઆતના સમયની, પાને પાને સુંદર સુશોભનવાળી, કલ્પસૂત્રની એક હસ્તપ્રત જે તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી છે તેના નમૂનાઓ તથા ચિત્રો Masterpieces of Kalpsutra Paintings માં હવે પછી પ્રસિદ્ધ થશે. અમદાવાદના કાપડના જાણીતા વહેપારી શેઠ હીરાચંદ રતનચંદની પેઢીવાળા મારા મિત્ર શ્રીયુત જયંતિલાલ જેશિંગભાઈની પાસે પણ કેટલીક કલ્પસૂત્રની ચિત્રવાળી હસ્તપ્રત છે. આ ઉપરાંત મારા જેવામાં આવેલી સુવર્ણાક્ષરી તથા કાળી શાહીથી લખાએલી સેંકડો હસ્તપ્રતેની નેંધ માત્ર અત્રે આપવાથી પણ બહુજ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી નજદીકના ભવિષ્યમાં સમય અને સગવડ પ્રાપ્ત થએથી “કલ્પસૂત્રની ચિત્રકળાને ઈતિહાસ” લગભગ એક ચિત્રવાળી હસ્તપ્રત પરથી તૈયાર કરવાને મારો વિચાર છે, એટલું જ અત્રે જણાવવાની રજા લઉં છું. મારા આ પ્રકાશનકાર્યમાં અગાઉથી ગ્રાહક થઈને સહાયક થવા માટે શેઠ માણેકલાક ચુનીલાલ શાહ જે. પી., શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ મોરખીયા જે. પી. શેઠ હેમચંદ મોહનલાલ ઝવેરી તથા તેઓશ્રીના બંધુઓ, શેઠ ધીરજલાલ જીવણુલાલ વગેરે મુંબઈના શ્રીમાને તથા અમદાવાદના સર ચીનુભાઈ વગેરેને આ તકે ઉપકાર માનું છું અને હું છે કે મારી ભવિષ્યની સાહિત્ય પ્રકાશનની પ્રવૃત્તિમાં પણ તેઓ સહાયક થશે. પાટણના સમગ્ર જ્ઞાનભંડારો તથા જેસલમેર વગેરે સ્થળોના જ્ઞાનભંડારોના બારીક નિરીક્ષક અને મારી દરેક સાહિત્ય પ્રવૃત્તિમાં તન અને મનથી પિતાની નાજુક તબીયતની પરવા નહિ કરનાર વિદ્વદર્ય ગુરૂદેવ શ્રી અરવિજઇને તે કયા શબ્દોમાં આભાર માનું તેની સમજણ જ પડતી નથી. તેઓશ્રીએ આ ગ્રંથમાં પ્રકાશિત કરેલ કપસૂત્ર (બારસાસૂત્ર) ના મૂળપાઠ, ચૂણિ, નિર્યુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિ કૃત ટિપ્પણ, તેના પાઠાંતરે તથા તેને કેષ તૈયાર કરવામાં જે મહેનત કરી છે અને આ પ્રકાશનને સર્વાંગસુંદર કરવા માટે મને જે વારેઘડીએ સુચનાઓ આપ્યા કરી છે તે માટે હું તેઓશ્રીને ત્રાણી છું અને રહીશ. એ ઉપરાંત આ ગ્રંથમાં પ્રસિદ્ધ થએલ કલ્પસૂત્રનું અક્ષરશઃ ભાષાંતર તથા અઘરા શબ્દનો કેષ તૈયાર કરી આપવા માટે પતિ બહેચરદાસ જીવરાજ દેશીને પણ આભાર ન માનું તે હું કૃતની ગણાઉં //
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy