SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૫૯ થી ૬૧). વિ. સં. ૧૮૬૩માં લખાએલી “કાલકકથાની પ્રત પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૧૯). સંવત ૧૪૬૮માં લખાએલી સુંદરમાં સુંદર વીસ ચિત્રવાળી “કલ્પસૂત્ર અને કાલકકથાની હસ્તપ્રત મને તાજેતરમાં જ પ્રાપ્ત થએલી હોવાથી આ ગ્રંથમાં હું તેનાં ચિત્રો પ્રસિદ્ધ કરી શકયો નથી, પરંતુ મારા તરફથી એકાદ વર્ષમાં હવે પછી પ્રસિદ્ધ થનાર Master pieces of Kalpsutra Paintings માં લગભગ બધાંયે ચિત્રો મૂળ રંગમાં પ્રસિદ્ધ થનાર છે, તે તરફ કળાપ્રેમીઓનું લક્ષ ખેંચાવાની રજા લઉં છું. વિ. સં. ૧૪૭૨ માં લખાએલી કાલકકથાની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીના ભંડારમાં આવેલી છે (જૂઓ “શ્રી કાલકથા સંગ્રહમાં ચિત્ર . ૨૦) વિ. સં. ૧૪૭૩માં લખાએલી કલ્પસૂત્રની એક પ્રત જીરા (પંજાબ)ના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૭૨ થી ૧૦૯ સુધી). વિ. સં. ૧૪૭૩માં જ લખાએલી બીજી એક કાલકકથાની પ્રત ફલોધી નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફૂલચંદજી ઝાબકના સંગ્રહમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૨૩ થી ૨૬ સુધી). ત્રીજી પ્રત વિ. સં. ૧૭૩માં લખાએલી અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે (જૂઓ શ્રી કાલકકથા સંગ્રહમાં (ચિત્ર નં. ૨૧, ૨૨ તથા ર૭ થી ૪૩ સુધી). ચિત્રકાર દેઈયાકે ચીતરેલાં ચાર ચિત્રોવાળી, સંવત ૧૪૭૩માં જ લખાએલી ચેથી પ્રત સારાભાઈ નવાબના સંગ્રહમાં છે. તારીખ વગરની લગભગ ૧૪૫૦ થી ૧૪૫ની મધ્યમાં લખાએલી કલ્પસૂત્રની એક પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૬૨ થી ૭૧ તથા ૭૮થી ૮૧ સુધી). વિ. સં. ૧૪૮૯ (ઈ. સ. ૧૪૩૨ માં) લખાએલી વીશ ચિત્રવાળી પ્રત અમદાવાદમાં શ્રીમાન ગોતમભાઈ સારાભાઈના સંગ્રહમાં છે અને વિ. સં. ૧૪૮૯ માં જ લખાએલી સુંદર ચિત્રોવાળી બીજી એક પ્રત મુંબઈના શાહ સોદાગર શેઠ કલાચંદ્ર દેવચંદના સંગ્રહમાં આવેલી ' છે. વિ. સં. ૧૪/૧૦૦ (૧૫૦૦)માં લખાએલી કલ્પસૂત્રની પ્રતના કેટલાંક છૂટાં ચિત્રો જાણીતા પારસી કલાવિવેકચક મારા સ્નેહી શ્રી કાર્લ ખંડાલાવાલાના સંગ્રહમાં છે. તારીખ વગરની સુંદરતમ ચિત્રાવાળી, વિ. સં. ૧૪૫૦ થી વિ. સં. ૧૫૦૦ ની આસપાસમાં લખાએલી પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી ૧૫૯ તથા ૧૮૬ થી ૧૮૭). વિ. સં. ૧૫૦૩ માં લખાએલી “કાલકકથા’ની પ્રત વિદ્વદ્વર્ય ગુરૂદેવ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. થી ૪૯). વિ. સં. ૧૫૧૧ માં લખાએલી “કાલકકથા'ની અગિયાર ચિત્રોવાળી પ્રત અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે તેઓ શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્રનં.૫૬ થી ૬૧, ૬૩થી ૬૬). ' વિ. સં. ૧૫૧૪ ના માહ સુદિ ૨ ને સોમવારના રોજ લખાએલી સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ભંડારમાં છે (ચિત્ર નં. ૧૯૨ તથા ૧૯૩). વિ. સં. ૧૫૧૬ ના માહ સુદી ૬ ના દીવસે લખાએલી અને ચિત્રકાર સારંગે ચીતરેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં છે (ચિત્ર નં. ૧૯૦ અને ૧૯૧ તથા ૨૧૮ અને ૨૧૯). વિ. સં. ૧૫૧૬ ના ફાગણ સુદિ ૧૦
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy