SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ખાસ કરીને મારા આ આખાયે ગ્રંથ પ્રકાશન કાર્યમાં આદિથી અંત સુધી સતત મહેનત કરીને આવું સર્વાગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટે સુયશ દીપક પ્રિન્ટરીના માલિકો ભાઈ શ્રી નટવરલાલ રાવત તથા શ્રી જયંતિલાલ રાવત વગેરેના ઉપકારને હું કઈપણ રીતે ભૂલી શકું તેમ નથી. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકર તથા દેવદેવીઓનાં ચિત્રોને ઉપયોગ લેબલો, પિસ્ટરો અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જન કોમની ધાર્મિક લાગણી નહિ દુઃખાવવા વાચકોને નમ્ર વિનંતિ છે. - મારા આ ગ્રંથ પ્રકાશનમાં જે જે મુનિમહારાજે તથા વ્યક્તિઓ તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષ રૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું. | મારા કેટલાક સ્નેહીઓ તરફથી આ ગ્રંથની કિંમતની વાસ્તવિકતા માટે મને પત્રો આવ્યા છે, તેઓને મારો એક જ ખુલાસે છે કે જે પવિત્ર ગ્રંથના એકવીશ વખતના શ્રવણુથી મોક્ષ સુખ પ્રાપ્ત થઈ શકે તેવું આપણુ ગુરૂદેવ ફરમાવે છે, તે જ પવિત્ર ગ્રંથની એકધારી સેવા છેલ્લા એકવીસ વર્ષથી હું કરતો આવ્યો છું અને કરીશ તો પછી મારા ' જે નિષ્કચન કેમ જ રહેવું જોઈએ? તેથી સમાજ વધુમાં વધુ કેટલી કિંમત મને આપી શકશે તે બાબતને પૂરેપૂરો વિચાર કરીને જ મેં આ ગ્રંથની અઢીસે જ નકલો છાપી હોવાથી દરેક નકલની કિંમત બસો રૂપિયા રાખી છે, જૈન સમાજ જેવા સમજદાર સમાજને આટલે ખુલાસો બસ થશે એમ હું માનું છું. પ્રાન્ત, આ ગ્રંથ મારા સ્વર્ગસ્થ પિતાશ્રી તથા માતુશ્રીને મારા પિતાશ્રીની એકતાતીસમી સ્વર્ગારોહણતિથિએ અર્પણ કરવાને મારો એક જ ઉદેશ છે કે મારી બાલ્યવયમાં કળાના સંસ્કારો પિતાશ્રીઓ તથા માતુશ્રીએ ન પાડયા હોત તો ગુજરાતની પ્રાચીન કળાની આવાં સુંદર પ્રકાશને જગતની કલાપ્રેમી પ્રજા સમક્ષ હું રજૂ કરી શક ન હોત. માત્ર પાંચ જ વર્ષની નાની ઉંમરે મારા પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી સ્વર્ગસ્થ થયા હોવા છતાં તેઓ બંનેના કળા સંસ્કારોને વારસો મને આજીવન કળાની ઉપાસના તરફ આગેકદમ બઢાવવા પ્રોત્સાહન આપી રહ્યો છે અને તેઓ બંનેના એકના એક સંતાન તરીકે આવા પવિત્ર ગ્રંથનું સમર્પણુ જ તેઓશ્રીની યાદગીરી માટે યોગ્ય છે. માહ સુદી ૪ બુધવાર, સંવત ૨૦૦૮ છીપા માવજીની પોળ, અમદાવાદ સારાભાઈ મણિલાલ નવાબ તા. ૩૦-૧-૧૯૫૨
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy