SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૭૭ અને સુખદુઃખના પ્રશ્નો વિશેષ થતા હોય છે. ગૌતમસ્વામીએ પણ સામાન્ય જિજ્ઞાસુને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. કવિ વિનયપ્રભ કહે છે : સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે, તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરો.” ગૌતમસ્વામીની પ્રશ્નો પૂછવાની રીત પણ અનોખી હતી. અતિ નમ્ર બનીને અને સવાલનાં બધાં પાસાં આવરી લેવાય તેવી રીતે તેઓ પ્રશ્નો પૂછતા. પ્રશ્નની શરૂઆતમાં “મને એમ વિનયપૂર્વક સંબોધન કરતા. ભગવાન પણ અત્યંત વત્સલ રીતે ‘દે ગોય!” અથવા તો “જોયHT' એમ સંબોધીને જવાબ આપતા. “મને' શબ્દ આદરસૂચક છે, અને “જોય' વાત્સલ્યસૂચક છે. ઉત્તર મળતાં ગૌતમસ્વામી સંતોષ વ્યક્ત કરતા અને બોલતા “સેયં મન્ત, સેવં મત્તે, તમે મને, વિતદ મત્તે –(ભગવાન, આપ જે કહો છો તેમ જ છે. તે જ સત્ય છે.) ભગવાન મહાવીરસ્વામી પણ ગમે તેવા કઠિન વિષયને બુદ્ધિગમ્ય રીતે અને દષ્ટાંતો આપીને સમજાવતા. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેનો સંવાદ એની અનોખી ગુણવત્તાને કારણે સૂત્રરૂપે લોકોમાં ખૂબ આદર પામ્યો. લોકો એને ભાવપૂર્વક પૂજતા. સૌથી વધુ પ્રશ્નોત્તર | ‘ભગવતીસત્રમાં સચવાયા છે. મધ્યકાળમાં પેથડશા નામના મંત્રીએ ‘ભગવતીસત્રને સોનાની શાહીથી લખાવ્યું અને તેમાં જેટલી વાર હે ગૌતમ !” એવું સંબોધન આવે એટલી વાર ગૌતમ’ નામ પર સોનામહોર મૂકી તેનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ રીતે લગભગ છત્રીસ હજાર સોનામહોરો મૂકીને એમણે ભાવોલ્લાસપૂર્વક પૂજન કર્યું હતું. આવો અનોખો મહિમા છે “ગૌતમ' નામનો. સમગ્ર આગમ સાહિત્યમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનો સંવાદ અત્યંત મહત્ત્વનું અંગ બની ગયો છે. સેંકડો કઠિન પારિભાષિક પ્રશ્નોના ઉત્તરો તેમાં સમાયેલા છે. મુખ્યત્વે ભગવતી સૂત્રનો મોટો ભાગ, ઉત્તરાધ્યયનસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, વિપાકસૂત્ર, રાયપરોણીય વગેરે આગમોમાં સવાલ-જવાબ સચવાય છે. ભગવતીસૂત્રના આધારે જાણી શકાય છે કે ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી માત્ર એક ભવના નહિ પરંતુ અનેક ભવના સાથી હતા. દરેક ભવે ગૌતમસ્વામીએ ભગવાનની કોઈ ને કોઈ સ્વરૂપે સેવા કરી છે. ગૌતમસ્વામીમાં અપાર નમ્રતા હતી. પોતાની ભૂલ પોતાનાથી નાના માણસો પાસે કબૂલ કરવામાં તેઓ પાછી પાની કરતા નહિ. વાણિજ્યગ્રામમાં અવધિજ્ઞાની આનંદ શ્રાવકની અવધિજ્ઞાન વિષેની મર્યાદાની વાતમાં એમને શંકા થઈ, પરંતુ ભગવાન મહાવીરે જેવું કહ્યું કે આનંદ સાચા છે કે તરત જ ગણધરપદે પહોંચેલા ગૌતમસ્વામી તેમની ક્ષમા માગવા ગયા હતા. એ ગૌતમસ્વામી ભગવાન મહાવીરના સંદેશવાહક હતા. અવધિજ્ઞાની મહાશતકે પોતાની દુરાચારિણી પત્ની રેવતીને સાચાં પરંતુ અપ્રિય વચનો કહ્યાં હતાં. એક ધમરાધક અને અવધિજ્ઞાનીને ન શોભે એવી એ ઘટના હતી. એ પ્રસંગે ભગવાન મહાવીરસ્વામીની આજ્ઞાથી ગૌતમસ્વામી મહાશતક પાસે ગયા. તેમની ભૂલ સમજાવી અને તેમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી તેમને દોષમાંથી ઉગાર્યા. માલમ માલામાલમા મામા મામલામાના
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy