SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહામણિ ચિંતામણિ અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનને કારણે ગૌતમસ્વામીને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લબ્ધિ એટલે આત્માની અદ્ભુત ચમત્કારિક શક્તિ. ૭૭૮ ] ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહોતું. ભગવાન મહાવીરે જ્યારે કહ્યું કે જે વ્યક્તિ અષ્ટાપદ ૫૨ જઈ જિનબિંબનાં દર્શન કરે તેને કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત થાય. ગૌતમસ્વામીએ આ પ્રસંગે અષ્ટાપદ તીર્થ ૫૨ જવા માટે તેમની બે લબ્ધિઓનો—જંઘાચારણ લબ્ધિનો અને અક્ષીણમહાનસી લબ્ધિનો ઉપયોગ કર્યો. જંઘાચારણલબ્ધિ એટલે ધારેલી જગ્યાએ જલદી પહોંચવાની પગની શક્તિ. એ શક્તિથી તેઓ અષ્ટાપદ પર્વતની તળેટીમાં પહોંચ્યા અને સૂર્યકિરણ પકડીને પર્વતના શિખર ઉપર ચડી ગયા. ત્યાં તીર્થંકર ભગવાનની પ્રતિમાઓનાં દર્શન કર્યાં. તેઓ જ્યારે નીચે ઊતરતા હતા ત્યારે તેમણે અષ્ટાપદ પર ચડવાને ઘણો પરિશ્રમ કરતા પણ સફળ ન થતા એવા ૧૫૦૩ તાપસોને જોયા. કોડિન નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે ઉપવાસના પારણે ઉપવાસ કરીને, દિન્ત નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને, શેવાળ નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે અક્રમના પારણે અઠ્ઠમ કરીને અષ્ટાપદ પર પહોંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ થોડે થોડે અંતરે જઈ તે સહુ અટકી જતા. શેવાળ અને તેના શિષ્યો પણ સફળતા પામ્યા નહિ. તેઓ સૌએ શરીરે પુષ્ટ અને તેજસ્વી એવા ગૌતમસ્વામીને દર્શન કરીને પાછા આવતા જોયા. તેમની શક્તિથી પ્રભાવિત થઈને તે સહુ તાપસોએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના શિષ્ય બન્યા. ૧૫૦૩ તાપસોને ઉપવાસનું પારણું કરાવવા એક પાત્રમાં ગૌતમસ્વામી ખીર લઇ આવ્યા. ખીર થોડી હતી એટલે એટલી ખીર સહુને પહોંચે એ માટે એમણે અક્ષીણમહાનસી લબ્ધિનો ઉપયોગ કર્યો. તેમણે પોતાનો અમૃતઝરતો અંગૂઠો ખીરના પાત્રમાં મૂક્યો. એથી પાત્રમાંથી ખીર ખૂટી નહિ અને સહુ તાપસોએ સંતોષપૂર્વક પારણું કર્યું. તેથી જ ગૌતમસ્વામીનો મહિમા દર્શાવવા ગવાતું આવ્યું છે— ‘અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંગાર; શ્રી ગુરુ ગૌતમને સમરીએ, વાંછિત ફળ દાતાર.' અષ્ટાપદજીની યાત્રાના પ્રસંગને સાંકેતિક રીતે ઘટાવીએ તો આ રીતે સમજી શકાય : અષ્ટાપદજી એટલે આઠ પદ, જૈનશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિને કેવલજ્ઞાન અનંત કે અનાવરણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે ૧૩મા ગુણસ્થાનકે પહોંચવું જોઈએ. તેરમા ગુણસ્થાનકે પહોંચનાર વ્યક્તિ તે સયોગી કેવળી. ચૌદમા ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે અયોગી કેવળી. ચૌદ ગુણસ્થાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્માવિકાસનાં ચૌદ પગથિયાં અથવા ચૌદ તબક્કા. ચૌદ ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. એ ગુણસ્થાને પહોંચતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીકર્મો ઘણાં જ પાતળાં પડવા લાગે છે. તેથી આત્મા અલૌકિક શાંતિ અનુભવે છે. તેને વીતરાગપણાની ઝાંખી થવા લાગે છે. આ ગુણસ્થાને પહોંચવા માટે જ્ઞાનની જરૂર પડે છે. જ્ઞાનની સહાય વડે જ કર્મો હળવાં થવા લાગે છે, અને ઉત્તરોત્તર એનો ક્ષય થવા લાગે છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિમાઓનાં દર્શન કર્યાં. શાસ્ત્રમાં જ્ઞાનને સૂર્ય સાથે સરખાવ્યું છે. સૂર્ય કરતાં પણ જ્ઞાનની શક્તિ ઘણી ચિઢયાતી છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને એટલે કે જ્ઞાનને સહારે દોષો, કર્મો દૂર કરતાં કરતાં ક્રમશઃ આત્મશુદ્ધિ કરતાં કરતાં અષ્ટાપદ ઉપર પહોંચ્યા, એમ ઘટાવી શકાય. તેમને અપૂર્વ આનંદ થયો. આમ અષ્ટાપદજી એટલે માત્ર સ્થૂળ પર્વત જ નહિ પરંતુ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy