SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ ] [ મહામણિ ચિંતામણિ પ્રહરમાંથી ચાર પ્રહર અધ્યયન તેઓ કરતા; બે પ્રહર ધ્યાન ધરતા; માત્ર એક પ્રહર નિદ્રા લેતા અને એક પ્રહર ગોચરી અને અન્ય આવશ્યક કાર્યો માટે રાખતા. તેમણે જ્ઞાન અને ક્રિયાના સમન્વયનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેમના જીવન દરમ્યાન અને પછી પણ સાધુસંતો માટે ગૌતમસ્વામીની ગુરુભક્તિ અને દિનચર્યા દૃષ્ટાંતરૂપ બની રહ્યાં છે. આ વર્તમાનકાળ સુધી એવી પરંપરા ચાલી આવી.છે કે સાધુ-સંતો ગોંચી વહોરવા કે અન્ય કામે બહાર જાય ત્યારે ગૌતમસ્વામીનું સ્મરણ કરીને નીકળે. મોટી તપશ્ચર્યાઓ કરવાના કા૨ણે ગૌતમસ્વામી ઘોર તપસ્વી કહેવાતા. મન, વચન અને કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાળતા હોવાથી ઊર્ધ્વરેતા બ્રહ્મચારી કહેવાતા. તેમની જ્ઞાનની આરાધના અત્યંત પ્રખર હતી. ભગવાન મહાવીરને પહેલીવાર મળ્યા એ વખતે તેમને ચૌદ વિદ્યાનું જ્ઞાન તો હતું જ; પરંતુ ભગવાનના શિષ્ય બન્યા પછી તેઓ ચૌદ પૂર્વધર પણ થયા. એમણે દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શાસ્ત્રો રચ્યાં. શાસ્ત્રોના આવા પ્રખર જ્ઞાતા હોવા છતાં શંકાનું સમાધાન કરવા તેઓ સમવસરણમાં ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછતા. જૈન આગમોમાં મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીના સવાલજવાબનું અનોખું મહત્ત્વ છે. માણસને સાચા પ્રશ્નો થાય તે એની જિજ્ઞાસાની, ચિંતનશીલતાની, જાગૃતિની નિશાની છે. તેમાંયે સમર્થ અને ચારિત્ર્યશીલ વિદ્વાન ‘વ્યક્તિને પ્રશ્નો થાય અને તેનાથી વધુ સમર્થ અને અધિકારી વ્યક્તિ દ્વારા તેનું નિરાકરણ થાય તો એમાંથી માનવજાતના કલ્યાણ માટેનું શાસ્ત્ર જન્મે છે. ભગવાન બુદ્ધ અને આનંદ, શ્રીકૃષ્ણ અને અર્જુનના સવાલ-જવાબમાં પણ તત્ત્વ-ગવેષણા થઈ છે. પાશ્ચાત્ય સાહિત્યમાં પણ એવાં સુંદર દૃષ્ટાંતો મળે છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેના આ સવાલ-જવાબમાં ચર્ચાયેલા પ્રશ્નો અતિ મહત્ત્વના છે. તેમાં નાનામાં નાની અને સામાન્ય માનવીને મૂંઝવતી નજીવી શંકાઓ હોય છે, તો સમર્થ સાધકોના મનમાં ઊઠતા મહત્ત્વના પ્રશ્નો પણ હોય છે. આ પ્રશ્નો અને તેના સમાધાનમાંથી માનવજાત માટે ચારિત્ર્યઘડતરની મૂલ્યવાન અને મહત્ત્વની સામગ્રી મળી રહે છે. માનવીને મૂંઝવતા ઘણા પાયાના પ્રશ્નો સહેલાઈથી હલ કરી શકાય છે. ગૌતમસ્વામીની અસાધારાણ શક્તિનો ખ્યાલ કરતાં સામાન્ય રીતે આપણને કદાચ એવો એક વિચાર આવે કે તેઓ વિદ્વાન બ્રાહ્મણ તો હતા જ. દીક્ષા લીધા પછી પણ મતિ, શ્રુત, અવિધ અને મનઃપર્યવ એ ચાર જ્ઞાન ધરાવતા હતા. આવા સમર્થ જ્ઞાની કેટલાય સવાલોના જવાબો એ જાણતા હોવા જોઈએ. તો પછી ભગવાનને કેટલાક સામાન્ય સવાલો પૂછવાની જરૂર શી ? તેનું કારણ એ છે કે તેઓ ભગવાનના અનન્ય શ્રદ્ધાળુ અને વિનયી શિષ્ય હતા. પોતાની નહિ પણ ભગવાનની વાણી લોકો સુધી પહોંચે, વળી ભગવાન પ્રત્યેની ભક્તિને કારણે લોકો એ જવાબ જલદી સ્વીકારે તે માટે ભગવાનને પ્રશ્નો પૂછી જવાબ મેળવતા. તેમના આ કાર્યમાં ગુરુ પ્રત્યેનો વિનય અને લોકોના કલ્યાણનો ભાવ રહેલો જોવા મળે છે. ‘આગમસૂત્ર’માં પણ કહેવામાં આવ્યું છે ઃ नमिउण तित्थनाहं जाणंतो तह य गोयमो भयव । अहा बोत्थं धमाधम्मं फलं पूच्छे || માત્ર પોતાના માટે જ નહિ, અબૂધ અને અજ્ઞાન લોકોને પણ બોધ મળી રહે તે માટે તેમણે ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા. સામાન્ય માણસને તત્ત્વબોધ કરતાં જીવનની ચડતી-પડતી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy