SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૫૫ અનુપમ રૂપને ધારણ કરનારા, શરીરના અનુપમ લાવણ્યવાળા, વજૂઋષભનારાચ સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનમાં રહેલા, મોટા સૌભાગ્યને ધારણ કરતા, પૂર્વભવમાં નિકાચિત કરેલા ગણધર નામગોત્રવાળા, પ્રશસ્ત લક્ષણો વડે અંકિત થયેલા અને ઉત્તમ કુળમાં જન્મેલા શુભદત્ત, આર્યઘોષ, વસિષ્ઠ, બંભ (બ્રહ્મ), સોમ, શ્રીધર, વારિણ, ભદ્રયશ, જય અને વિજય નામના મનુષ્યો પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ભગવાનની પાસે આવ્યા. તે વખતે ભગવાને તેઓને સંઘ સહિત તેઓને દીક્ષા આપી. ત્યાર પછી અત્યંત નિર્મળ બુદ્ધિના પ્રકષ વડે સમગ્ર કાર્યનો વિચાર કરનારા અને પરિપાટીએ (અનુક્રમે) રહેલા તેઓને ક્રમે કરીને સર્વ ભાવ અને અભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ અને ધ્રુવ લક્ષણવાળા ત્રણ અર્થપદો આપ્યા. વિનય વડે નમ્ર થયેલા તેઓએ તે અર્થપદોને (ત્રિપદીને) સારી રીતે ગ્રહણ કરીને બીજબુદ્ધિપણા વડે અને પૂર્વભવમાં બાંધેલા ગણધર નામ ગોત્રકર્મના આશ્રય વડે સારી રીતે વિસ્તાર કરીને બાર અંગ અને ચૌદ પૂર્વ રચ્યાં. આ પ્રમાણે સૂત્રની રચના કરી ત્યારે તેના અનુયોગની આજ્ઞા આપવા માટે તે ત્રિલોકના બંધુ પોતે જ તૈયાર થયા. તે વખતે સૌધર્મ ઈન્દ્ર ઘણાં સુગંધ વડે પ્રાપ્ત થયેલા ભમરાના સમૂહે કરીને શ્યામ કાંતિવાળા અને સુગંધવાળા વાસક્ષેપથી ભરેલો રત્નનો થાળ લઈને ભગવાનની પાસે આવ્યા. પછી ભુવનગુરુ ભગવાન કાંઇક નમેલી કાયાવાળા શુભદત્તને આરંભીને વિજય પર્યત તે દશેના મસ્તક ઉપર “આજથી મેં તમોને સર્વ દ્રવ્ય, પર્યાય અને નય વડે તીર્થની અનુજ્ઞા આપી છે.” એમ બોલતાં-બોલતાં વાસક્ષેપની મુષ્ટિ નાખવા લાગ્યા. આકાશમાં રહેલા દેવો પણ ચારે દિશામાં પ્રસરતી સુગંધવાળા ચૂર્ણની મુષ્ટિ નાખવા લાગ્યા. એ જ પ્રમાણે ભગવાને તેઓને ગણ (ગચ્છ)ની પણ અનાજ્ઞા આપી. દેવેંદ્રોના સમૂહ વડે વંદાયેલા, સર્વ લબ્ધિઓ વડે આનંદ પામેલા, પોતાના ગોત્રને પ્રકાશ કરવામાં મનોહર દીપક જેવા, દુષ્કર્મરૂપી કાષ્ઠને બાળવામાં અગ્નિ જેવા, વ્રતને વિષે જ ચિત્તને સ્થિર રાખનારા, તપની લક્ષ્મી વડે યુક્ત, શાંત ચિત્તની વૃત્તિવાળા, શુદ્ધ બુદ્ધિમાં પ્રવેશ કરેલા, દુણની શ્રેણિ વડે શોભતા, કોઈ વડે પણ દોષને નહીં પામેલા, ફુરાયમાન કાંતિની મૂર્તિવાળા, બુદ્ધિ વડે ઈદ્રના મંત્રી (બૃહસ્પતિ)ને જીતનારા, ક્રોધ અને વઢવાથી રહિત થયેલા, પૃથ્વીતળના એક અલંકાર-રૂપ, ઉત્પન્ન થયેલી વિચિત્ર શક્તિવાળા તથા એક મોક્ષમાર્ગમાં જ વર્તવાવાળા, આવા પ્રકારના માહાભ્ય વડે શોભતા, મોટા સત્ત્વવાળા અને જગતને પૂજવા લાયક ચરણકમળવાળા તે દશે સાધુઓ શીધ્રપણે ગણધરની પદવીને પામ્યા. [શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર. પા. નં. ૧૮૯] મહાવીરસ્વામી :- ભગવાન મહાવીરના ૧૧ ગણધર હતા. તેમના વિષેની મહત્ત્વની વિગતો શ્રી કલ્પસૂત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનોમાં ગણધરવાદનું છઠું વ્યાખ્યાન એ કલ્પસૂત્રનાં વ્યાખ્યાનોમાં પ્રથમ કક્ષાનું ગણાય છે. ભગવાન મહાવીરના જ્ઞાનનો પ્રકાશ ને પ્રભાવ કેટલો છે તે તો એમની દેશના ને શંકાનિવારણની દિવ્ય દૃષ્ટિની અલૌકિક અનુભૂતિ કરાવે છે. ભગવાનના ૧૧ ગણધરોમાં પ્રમુખ શ્રી ઇદ્રભૂતિ ગૌતમ વિષે તો સૌ કોઇને ખ્યાલ હોય એ સ્વાભાવિક છે. અત્રે ૧૧ ગણધરોની ટૂંકી, મહત્ત્વપૂર્ણ ને તત્ત્વજ્ઞાનયુક્ત મિતાક્ષરી વિગતો નીચે પ્રમાણે છે. ગણધરવાદ પ્રયોગ યથાર્થ લાગે છે. દરેક ગણધર જ્ઞાની હોવા છતાં મૂળભૂત શંકા હતી. આ શંકાનું ભગવાન મહાવીરે એમની સાથે સ્વાર્થ પ્રતિપાદન કરીને નિવારણ કર્યું. એટલે ગણધરવાદ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy