SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ ] [ મહામણિ ચિંતામણિ વિકસિત કરવામાં સૂર્ય કિરણ સમાન તેમ જ મોહરૂપી અંધકારસમૂહને ઉચ્છેદવામાં ચતુર એવી પ્રવ્રજ્યા મને આપો.” આ પ્રમાણે કહીને શ્રી ઋષભસેને અપરનામ પુંડરીકે ઉગ્ર વૈરાગ્યવાળા ભરત મહારાજાના બીજા ચારસો નવાણું પુત્રો અને સાતસો પૌત્રીની સાથે, શમરસને પ્રસરાવનારી તેમ જ શિવસુખરૂપી વૃક્ષને પ્રગટાવવામાં ભૂમિ સમાન એવી ભાગવતી દીક્ષા સ્વીકારી. ભરતપુત્ર મરીચિએ પરમાત્માને ઈન્દોથી સેવાતા જોઈ હર્ષપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. વળી સંસારવારજન્ય દુઃખથી વિરક્ત બનેલ બ્રાહ્મીએ પણ ભરત મહારાજાની આજ્ઞા લઈને સંયમ સ્વીકાર્યું. અંધારા કૂવામાં પડેલ કયો વિચક્ષણ પ્રાણી મળેલ અવલંબનને ગ્રહણ કરવામાં વિલંબ કરે? વળી બાહુબલીએ રજા આપેલ તેમ જ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળી સુંદરી ભરત મહારાજાએ નિષેધ કરવાથી પરમાત્મા પાસે બાર વ્રત ગ્રહણ કરીને પ્રથમ શ્રાવિકા બની. ભરત મહારાજા પણ પ્રભુ પાસે શ્રાવકપણું સ્વીકારીને કલ્યાણના ભાજન બન્યા. ખરેખર ! સ્પર્શ કરાયેલ ચંદ્રિકા શરીરને વિષે અમૃતનું સિંચન કરે જ. સદ્ધર્મરૂપી કલ્પવૃક્ષ સરખા જિનચંદ્ર (શ્રી ઋષભદેવ) દ્વારા કેટલાએક તિર્યંચો, દેવો અને મનુષ્યોએ સમકિત પ્રાપ્ત કર્યું અને કેટલાએક મનુષ્યોએ શ્રાવકધર્મ તેમ જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. વળી કચ્છ-મહાકચ્છ સિવાયના જે ક્ષત્રિય તાપસો હતા તે સર્વેએ પરમાત્માની પાસે આવીને પુનઃ દીક્ષા લીધી. શ્રી પુંડરીક પ્રમુખ સાધુઓ, બ્રાહ્મી વગેરે સાધ્વીઓ, ભરત વગેરે શ્રાવકો અને સુંદરી વગેરે શ્રાવિકાઓ આ પ્રમાણે પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેનું જેમ સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, તેમ હજુ સુધી કોઈ પણ ઉલ્લંઘન કરતું નથી. તે સમયે ગણધર નામકર્મના ઉદયવાળા પુંડરિક વગેરે ચોરાસી બુદ્ધિમાન સાધુઓને પરમાત્માએ સમગ્ર શ્રતના બીજરૂપ ઉત્પાદિવ્યય અને ધ્રૌવ્ય રૂપી ત્રિપદી ઉપદેશી એટલે પુંડરીકસ્વામી વગેરે ગણધરોએ તે ત્રિપદીને અનુસારે દ્વાદશાંગીની રચના કરી. તેવામાં સમગ્ર દેવોથી પરિવરેલ સૌધર્મેદ્ર દિવ્ય ચૂર્ણથી ભરપૂર થાળ લઈને પ્રભુ પાસે ઊભા રહ્યા એટલે પરમાત્માએ ઊભા થઈને તે બધા ગણધરોના મસ્તકપ્રદેશ પર ચૂર્ણની વૃષ્ટિ કરવાપૂર્વક અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુયોગાનુજ્ઞા તેમ જ ગણાનુજ્ઞા આપી. ત્યારબાદ દેવદુંદુભિનો ધ્વનિ થઈ રહ્યો હતો ત્યારે મનુષ્યો, દેવો, વિદ્યાધરો અને તે સર્વની સ્ત્રીઓએ તે દિવ્ય ચૂર્ણની તેમના પર વૃષ્ટિ કરી, એટલે સુવાસથી આકર્ષાયેલ ભ્રમરસમૂહથી વ્યાપ્ત, પરમાત્માના કેવળજ્ઞાનરૂપી સૂર્યથી વિકસિત થયેલ સમગ્ર ત્રણ ભુવનના કલ્યાણરૂપી પધસમૂહની લાલિમાને ધારણ કરતી તેમ જ દેવ, દાનવ અને મનુષ્યોથી ઉછાળાયેલ ચૂર્ણની સુવાસ સમવસરણભૂમિમાં શોભી ઊઠી. બાદ સિંહાસન પર બેઠેલા પરમાત્માએ ગણધરોને ઉદ્દેશીને બોધપૂર્ણ દેશના આપી. [શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર, પા. નં. ૨૩૮]. શ્રી શાંતિનાથ ભગવાનના ગણધરોનો સંદર્ભ - “ચક્રાયુધ વગેરે છત્રીસ ગણધરોને પ્રભુએ ઉત્પાદ, વિગમ અને ધ્રૌવ્ય એ ત્રિપદીનો ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ તેમને અનુયોગ, અનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી તે સમયે ઘણાં નર અને નારીઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, અને કેટલાકે સમકિતપૂર્વક શ્રાવકપણું સ્વીકાર્યું.” ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર (ભાષાંતર) પા. ૨૮૯. પાર્શ્વનાથ ભગવાનના ગણધરનો સંદર્ભ :- આ અવસરે વીશ વર્ષની વયવાળા,
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy