SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૫૩ બાજુમાં ગણધર પગલાં છે. પુંડરીકસ્વામીનો મહિમા વર્ણવતી નમૂનારૂપ ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિની એક રચના નીચે આપવામાં આવી છે. શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત, પ્રગટ પામ પુંડરીક જાસ, મહિમાંહે મહંત. પંચ ક્રોડ સાથે મુણદ, અણસણ તિહાં કિધ, શુલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ. ચૈત્રી પૂનમને દિને, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. સ્તવન એક દિન પુંડરીક ગણધર રે લાલ, પૂછે શ્રી આદિજિસંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઊતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે..એક. (૧) કહે જિન ઈશ ગિરિ પામશો રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે, તીરથ મહિમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે...એક (૨). ઈમની સુણીને તિહાં આવિયા રે લાલ, ઘાતી કરમ કર્યા ક્યાં દૂર તમ વારી રે, પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે...એક. (૩) ચૈત્રી પૂનમ દિન કીજિએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ, લોગસ થઈ નમુક્કાર નરનારી રે...એક. (૪) દશ વીસ ત્રીસ ચાલીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માલ અતિ સારી રે, નરભવ લાહો લીજિએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે..એક. (૫). થોય પુંડરીક મંડન પાય પ્રણમી છે, આદીશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થંકર, ગિરિ ચઢિયા આનંદાજી, આગમમાંહે પુંડરીક મહિમા, ભાખ્યો જ્ઞાન દિનંદાજી, ચૈત્રી પૂનમદિન દેવી ચક્રેશ્વરી, સૌભાગ્ય દો સુખકંદાજી... (૧) શ્રી ઋષભદેવ ભગવાનના ગણધરો વિષે આદિનાથ પ્રભુ ચરિત્રમાં નીચે પ્રમાણેની નોંધ પ્રાપ્ત થાય છે ? આદિનાથ ભગવાનના ગણધરોનો સંદર્ભ ભરતપુત્ર પુંડરીકે કરેલ પ્રભુપ્રાર્થના : “આધિ અને વ્યાધિસ્વરૂપ તણખાઓના સમૂહવાળા, શોકરૂપી ધૂમરાશિવાળા, સાત ભયરૂપી ભયંકર અને વિશાળ વાળાવાળા અને ચાર ગતિરૂપી ચારે દિશાઓના મૂળ ભાગ સુધી વિસ્તરેલા આ સંસારરૂપી વિશાળ દાવાનળથી દગ્ધ થયેલાં પ્રાણીઓના રક્ષણને માટે કરુણાસમુદ્ર સરખા આપે સંસારના સારભૂત તત્ત્વરૂપી અમૃતની વૃષ્ટિ કરી છે. હે સ્વામિન્! કલ્યાણરૂપી કમળોને
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy