SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૯૭ ઊછળ્યું અને તેણે ગર્વપૂર્વક કહ્યું, “અરે ! પોતાને સર્વજ્ઞ માનનાર આ કોણ છે? શું કદી એક આકાશમાં બળે સૂર્ય સંભવે ખરા? એક ગુફામાં બે સિંહ કહી શકે ખરા? કદી એક મ્યાનમાં બે તલવાર રહી શકે ખરી ? નહીં જ. તો પછી એકસાથે બળે સર્વજ્ઞ? હું હમણાં જ જાઉં છું અને એના ગર્વને ચકનાચૂર કરી દઉં છું. તે પોતાની જાતને સમજે છે શું?” આ રીતે અત્યંત અભિમાનપૂર્વક ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર સાથે વાદ કરવા સમવસરણ તરફ આગળ વધ્યા. પણ પછી શું થયું? આ ઘટનાથી આપણે સુપરિચિત છીએ જ. કોટિ સૂર્યોથી પણ વધુ તેજસ્વી, કોટિ ચંદ્રોથી પણ વધુ સૌમ્ય એવા ભગવાન મહાવીરને જોતાં જ ઈન્દ્રભૂતિના અભિમાનનો નશો એકદમ ઊતરી ગયો અને તે હતપ્રભ બની સમવસરણની સીડીઓ પર ચઢવા લાગ્યા. ત્યાં તો પછી પ્રભુ મહાવીરે એમને અત્યંત સ્નેહપૂર્વકના શબ્દોથી બોલાવ્યા અને એનું અભિમાન સાવ ઓગળી ગયું. તેમ છતાં અભિમાનના બરફનો એક ટુકડો રહી ગયો’તો. એ વિચારવા લાગ્યા : અરે ! આ મારું નામ કાં ન જાણે? જગત આખું મને જાણે છે. હા, જો એ મારા મનના સંદેહને ય કહી દે તો એને સર્વજ્ઞ માનું. અને એ જ ક્ષણે ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિના મનમાં રહેલ સંદેહને દૂર કરી દીધો. શંકા-નિવારણની સાથે જ એમનું અભિમાન પણ ચૂરેચૂરા થઈ ગયું. તત્ક્ષણ એમણે પોતાનું જીવન પ્રભુનાં ચરણોમાં સમર્પિત કરી દીધું. પ્રભુએ એમને ત્રિપદી પ્રદાન કરી અને એ ત્રિપદીના શ્રવણ દ્વારા જ એમણે દ્વાદશાંગીની રચના કરી અને તેઓ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર કહેવાયા. રોડ ગુમવત્ત–રાગ પણ ગુરુભક્તિને માટે. ગૌતમસ્વામીના હૃદયમાં પ્રભુ મહાવીર પ્રત્યે અપાર સ્નેહ હતો. આ સ્નેહ પણ પ્રશસ્ત રાગ સ્વરૂપ હતો. પ્રશસ્ત રાગ જો કે મુક્તિમાં બાધક જરૂર છે, પણ આ બંધન કાચા સૂતરના તાંતણા જેવું છે જેને ટૂટતાં વાર લાગતી નથી. પ્રભુ પ્રત્યે એમનું અદ્ભુત સમર્પણ હતું. વાસ્તવમાં પ્રભુ અને ગૌતમની ગુરુ- શિષ્યની જોડી અદ્ભુત જ હતી. પણ એમનો આ રાગ માત્ર ગુરુ-ર્ભક્તિના રૂપે જ હતો. એમાં લેશમાત્ર સ્વાર્થની ભાવના નહોતી. વિષાઃ વેવસાય-વિષાદ પણ કેવલ-જ્ઞાનનું કારણ બન્યો ભગવાન મહાવીરનો નિવણ સમય નજદીક આવી ગયો’તો. એમણે ગૌતમસ્વામીને દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ આપવા આજ્ઞા કરી. ગૌતમસ્વામીએ તુરત જ પ્રભુ-આજ્ઞા શિરોધાર્ય ગણી અને તે ચાલી નીકળ્યા. આ તરફ મધ્યરાત્રિમાં જ ભગવાન મહાવીર પ્રભુનું નિવણ થઈ ગયું હતું. પ્રભુના નિર્વાણ કલ્યાણક મહોત્સવ માટે હજારો દેવતા આકાશમાર્ગેથી પૃથ્વીતલ પર આવી રહ્યા હતા પણ બધાના મુખ પર વિષાદ છવાયેલો હતો. દેવશમનિ પ્રતિબોધ દઈ. ગૌતમસ્વામી પણ. પ્રભુ દર્શનાર્થે નીકળી પડ્યા. રસ્તામાં જ તેમને જાણ થઈ કે ભગવાન મહાવીરનું તો નિવણ થઈ ગયું છે. આ સમાચાર સાંભળતાં જ તેમને ઘણો આઘાત લાગ્યો. તે અનાથ બાળકની માફક કરુણ સ્વરે રડી પડ્યા અને વિલાપ કરવા લાગ્યા, “હે પ્રભુ! મને એકલો છોડી આપ ક્યાં ચાલ્યા ગયા? છેવટના સમયે જ હું આપની પાસે ન રહી શક્યો ! હે પ્રભુ! આપને તો નિવણ-સમયની જાણ હતી જ. તો મને શા માટે દૂર રાખ્યો? શું મુક્તિની જગ્યાની ઓછપ હતી? આ રીતે ખૂબ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy