SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૬ ] [ મહામણિ ચિંતામણિ મંગલમ્ ગૌતમપ્રભુ ext -H. પંચાસ્પ્રવર શ્રી ભકિંકરવિજયજી ગણિવર્યના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી રત્નસેનવિજયજી મ. સાધના એટલે કોઈ ઉચ્ચ ધ્યેયમાં ખોવાઈ જવું; સપાટીએ નહિ પણ તળિયે પહોંચવાનું પરમ લક્ષ. બાહ્ય દુનિયાનું સ્ટેજ પણ ચિત ન રહે સ્થળકાળનું કે જડ પદાર્થનું તત્ત્વ પણ ન રહે દૂર દૂર સુધી ખોવાઈ જતો આ પ્રચંડ પુરુષાર્થ તે જ આ સાધના... આવી જ પરમ સાધનાના સાધક છે ગણધર ગૌતમસ્વામી મહારાજા! પ્રભુ વીરમાં તેઓ ખોવાઈ ગયા અને.. પોતે મંગલસ્વરૂપ બની ગયા.... મંગળના નિધાનરૂપ ગૌતમસ્વામીજીની બે ઘટનાઓ અત્રે સુંદર રીતે આલેખવામાં આવી છે. ગૌતમની મંગલયાત્રામાં આપણે પણ સામેલ થઈએ.... -સંપાદ્ધ 'अहंकारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये विषादः केवलायाभूत्, चित्र श्री गौतमप्रभो ।' કવિ કહે છે–ગૌતમસ્વામીનું બધું વિચિત્ર—આશ્ચર્યકારક જ છે– મહંછારોડ િવોઘા-અહંકાર પણ બોધને માટે– સામાન્ય રીતે એવો નિયમ છે કે જેણે જ્ઞાન મેળવવું હોય તેણે નમ્ર થવું જોઈએ. નમ્ર વિનીત વ્યક્તિ જ જ્ઞાન મેળવી શકે છે. નમ્ર વ્યક્તિને જ શુભ નિમિત્ત સુલભ બને છે. પરન્તુ ગણધર ગૌતમસ્વામીજીના જીવનમાં ઊલટી જ ઘટના બની છે. ભગવાન મહાવીર પ્રભુ વિહાર કરી અપાપાપુરીના મહસેન વનમાં–જ્યાં દેવતાઓએ ભવ્ય સમવસરણની રચના કરી હતી ત્યાં આવ્યા. આ તરફ, એ નગરમાં સોમિલ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યા હતા–એ યજ્ઞના મુખ્ય સૂત્રધાર હતા ઇન્દ્રભૂતિ ગૌતમ. ઇન્દ્રભૂતિ વગેરેના મનમાં જીવાદિ અંગે સંદેહ હતો તો પણ તે પોતાને પૂર્ણ જ્ઞાની સમજતા હતા. જ્યારે ઇન્દ્રભૂતિએ ભગવાન મહાવીરના આગમન અંગે સાંભળ્યું અને આકાશમાર્ગે દેવતાઓને પણ યજ્ઞમંડપ છોડી સમવસરણમાં જતા જોયા કે તેના મનમાં અભિમાન
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy