SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ પલ્પ ------ છે. દેહ માટી છે, માટીમાં જ્યોતિ છે, તે આત્મા છે. તેનું દર્શન ભગવાનને જોતાં જ, ગૌતમને થઈ જાય છે અને એ સંપૂર્ણપણે શરણે થઈ જાય છે. યોગ્યને શરણે જવાથી યોગ્યતા પ્રગટે છે. આત્મસત્તાનો અખંડ એકરાર અંદરથી થઈ જાય છે. કીચડમાંથી કમળ તરફ પગલાં ભરે છે. સત્યને પામવાની આ પણ અનોખી રીત છે. અસત્યનો પક્ષ અંધારાનો છે. સત્યનો પક્ષ અજવાળાનો છે. અસત્ એ અંધારું છે, સત્ એ અજવાળું છે. અંધારું એ ભ્રમ છે. અજવાળું એ બ્રહ્મ છે. મહાવીર પ્રભુની દૃષ્ટિ પડતાં જ, ગૌતમનો ભ્રમ જે અત્યાર સુધી અંદર લીલા કરી રહ્યો હતો, તે સઘળો સમેટાઈ જાય છે. સૂર્યના ઉદયે અંધારું ક્યાંથી રહેવા પામે ? મહિમામંડિત મહાવીરદેવનું જીવન સંપૂર્ણ સત્યમય હતું. તેથી સત્યના સૂર્યનો ઉદય થતાં ગૌતમના મનનો અંધકાર ટળી ગયો, અહંકાર ઓગળી ગયો. એમની ચેતના જાગી ગઈ, સમાધિ લાગી ગઈ અને એમના જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થઈ. સ્ય દૃષ્ટિઃ પાદિ..” એવા સમરથ ગુરુના દષ્ટિપાતની તો.શી વાત કરવી...? શરીર મૃત છે, આત્મા અ-મૃત છે. આ શરીરરૂપી મડદામાં મહાવીર વસે છે. તે સત્ય નહિ, પણ પરમ સત્ય છે. તેની ઝાંખી ગૌતમને થઈ. અપૂર્ણતા એને આવરે છે. અશુદ્ધિ અને મલિન કરે છે; પણ મહાવીર જેવા ગુરુ મળે તો તે અપૂર્ણતા નિવારે છે, અશુદ્ધિ ટાળે છે. આત્માની સાન અને ભાન ઠેકાણે લાવે છે. સમજણ આપે છે. એ સમજણના પ્રતાપે જ આપણને ગૌતમ જેવા ગુરુ મળે છે. એ મહાવીર-દેવની = ગુરુદેવની બલિહારી છે! - ગૌતમ મહાવીરની પાકી ઓળખાણ અંદરથી કરવાથી આત્મા-પરમાત્માનો ખ્યાલ આવી જશે, યોગ સધાશે, અસલ ઓળખાશે. જય હો મહાવીરસ્વામીનો.....! જય હો ગૌતમસ્વામીનો ! અને જય જય હો ગુરુ-શિષ્યની એકતા સાધનાર મહામહિમાશાળી આત્માનો. આત્મા જ સત્ય છે. સત્ય સર્વવ્યાપી, સનાતન અને શાશ્વત છે. અને જે સર્વવ્યાપી સનાતન અને શાશ્વત છે, તે શિવ છે. અને જે શિવ છે, તે જ સુંદર છે. સત્યનું દર્શન છે, શિવનું જ્ઞાન છે, અને સુંદરનું આચરણ છે. આ રત્નત્રયી છે. એમાં રહેવું અને રમવું એ મોક્ષ છે. મહાવીરનો એ માર્ગ છે. આવો..ત્યારે આપણે...પણ ગૌતમ જેવા બનીએ.....મહાવીરને નમીએ (નમન કરીએ), આત્મસંપદા સાધીએ, પરમાત્મ સંપદા પામીએ અને જિન-સ્વરૂપ એવું નિજસ્વરૂપ માણીએ.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy