SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૦ ]. [મહામણિ ચિંતામણિ રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિના અધિષ્ઠાતા ગુરુ ગૌતમસ્વામી -સુગરત્ન આચાર્યa વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજ પશે સાત વિકા: વહુધા વત્તિ -એક જ સત્ય વિદ્વાનો જુદી જુદી રીતે કહે છે. એમ ગૌતમસ્વામીના જીવનની એક જ ઘટનાને વિદ્વાનો જુદાજુદા દૃષ્ટિકોણ દ્વારા ચિત્રિત કરે છે. અને જે તે પાસું ખરેખર આસ્વાદ્ય બને છે. દરેક પાસેથી કોઈ ને કોઈ નવી વાત મળે છે. પ્રસ્તુત લેખમાં “વીર” “વીર'ની ધૂનમાં ગૌતમને “વીતરાગ'નો બોધ થાય છે તે ઘટના રસપ્રદ છે. - સંપાદક પ્રસિદ્ધ મગધદેશ, જ્યાં ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરી હતી, એવા ભારતભૂષણ દેશમાં ગોબર' નામે ગામ હતું. જેની વિદ્યા, વિવેક અને વિદ્વાનોની પુણ્યભૂમિ તરીકે પ્રસિદ્ધિ થઈ હતી. જ્યાં વૈદિક બ્રાહ્મણધર્મનું ધામ હતું ત્યાં આ મહાપુરુષનો જન્મ થયો હતો. આ નગરીમાં યજ્ઞકર્મમાં કુશળ, વેદ-વેદાંતમાં પારંગત એવા વસુભૂતિ નામે વિપ્રવર વસતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ પૃથ્વીદેવી હતું. જેમની કુક્ષીએ ત્રણ પુત્રરત્નનો જન્મ થયો– જે અનુક્રમે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે સુપ્રસિદ્ધ હતા. ત્રિવેણીસંગમ સમી આ બંધુત્રિપુટી વિદ્યા, ધર્મ અને કર્મકાંડની પવિત્રતાથી ઓપતી હતી. એમનું ગોત્ર ગૌતમ હતું. ત્રણે ભાઈઓ ચૌદ વિદ્યાઓમાં પારંગત હતા. તમામ શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી જગતમાં અજોડ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અને, પ્રભુ વીરના ચરણે સમર્પિત બન્યા પછી તો એમની વિશેષ કરી શ્રી ગૌતમસ્વામીની શક્તિ-સિદ્ધિ-લબ્ધિનો કોઇ પાર ન હતો. એમના વિનયની પણ પરાકાષ્ઠા હતી. કેટકેટલી વિદ્યા! કેવું અગાધ જ્ઞાન ! કેવી અપૂર્વ શક્તિ ! છતાં ભગવાનની પાસે બાળક જેવા નિર્દોષ હતા. ખૂબી તો એ હતી કે ભગવાન મહાવીરદેવના ૧૪000 સાધુઓમાં 900 કેવળજ્ઞાની મોક્ષે ગયા. ભગવાનના આ બધા પોતાના શિષ્યો, પણ શિષ્યના શિષ્યોમાં શ્રી ગૌતમસ્વામીના જ ૫0,000 શિષ્યો હતા. પચાસે પચાસ હજાર શિષ્યોને ગૌતમસ્વામીનો હાથ માથા પર પડતાં જ કેવળજ્ઞાન થયું હતું. આ હતી એમની અપૂર્વ લબ્ધિ ! એવા અનંત લબ્લિનિધાન ગૌતમસ્વામી એક વાતે ભારે બેચેન હતા : બધા શિષ્યો કેવલજ્ઞાન પામ્યા ને હું હજુ ન પામ્યો. તેમની આ વ્યથાથી ભગવાન મહાવીર અવગત હતા જ. એટલે એકદા ભગવંતે ગૌતમની શંકા દૂર કરતાં કહ્યું : “ોય! સિદી વર્સિવના' હે ગૌતમ ! સ્નેહ તો વજૂની સાંકળ જેવો છે. તને મારા ઉપર અગાધ અપાર અને અનહદ નેહરાગ છે. પણ આ પ્રશસ્તરાગે સંસારના તમામ રાગોમાં આગ લગાવી કર્મને બાળી આત્મબાગને ખીલવી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy