SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] T ૫૭૧ નાખ્યો. હવે ફક્ત રહ્યો મારા પરનો રાગ. એને તૂટતાં વાર નહિ લાગે. તમે પણ આ જનમમાં જ કેવળજ્ઞાન થવાનું છે એ નિઃસંદેહ હકીકત છે. આ રાગ- તારો અને મારો સંબંધ ગાઢ-પ્રગાઢ છે. અસંખ્યાત વર્ષથી ચાલી આવે છે. જ્યારે હું મરીચિ નામે ત્રીજા ભવમાં હતો ત્યારે તું કપિલ નામે રાજપુત્ર હતો. મેં તને પ્રતિબોધ કરી ભગવાન ઋષભદેવસ્વામી પાસે પ્રવ્રજ્યા લેવા મોકલ્યો. પૂર્વે પણ અનેકોને મોકલ્યા હતા. પણ ત્યારે મેં કહ્યું, “મને ત્યાં કેમ મોકલો છો ? તમારી પાસે ધર્મ નથી ?” એક શિષ્યના લોભે હે ગૌતમ ! મારા આત્માએ તે વખતે ઉત્સુત્ર ભાષણનું પાપ વહોરી લીધું અને કહ્યું, ‘વિના રૂલ્ય યં”િ કપિલ ! અહીંયાં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે. આટલું ઉત્સુત્ર ભાષણ કરતાં એક કોડાકોડીપમ સંસાર વધારી લીધો. એટલે વર્ષોથી મારા પર તારો અગાધ પ્રેમ છે, એ નેહરાગ હોવાને કારણે તને કેવળજ્ઞાન થયું નથી પણ થવાનું છે. જે આત્મા પોતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે છે, ઉપર ચઢી ચત્તારી-અઠ્ઠ-દસ-દોય એવા ચારે દિશામાં બિરાજમાન ચોવીશે તીર્થકરોના દર્શન કરે છે, યાત્રા કરે છે તે આ ભવમાં જ કેવળજ્ઞાન પામે છે. ) ગૌતમને તો ભગવાન દિવસને રાત કહે અને રાતને દિવસ કહે, કાગડો કાળો છે, પણ ધોળો કહે તેમ માનવા તૈયાર હતા. “અસ્થિ મજ્જા' ભગવાન મહાવીર પર એમની અગાધ શ્રદ્ધા હતી. રગરગમાં, નસનસમાં અને તારેતારમાં ભગવાન મહાવીર વણાઈ ગયા હતા. છતાં મુક્તિ માટેની એટલી બધી તાલાવેલી ને ઉત્કંઠા હતી કે ન પૂછો વાત ! આ વાત શ્રવણ કરી, પ્રભુની આજ્ઞા લઈ, તેઓ અષ્ટાપદ પર્વત પર સૂર્યનાં કિરણો દ્વારા-લબ્ધિ દ્વારા ક્ષણવારમાં ચડી ગયા. દર્શન કરી પાવન બન્યા. તિર્યગજjભક દેવ કે જે વસ્વામીનો જીવ હતો તેને પ્રતિબોધ કર્યો. પ્રતિબોધ કરી પાછા ફર્યા તે વખતે તાપસો વિચારતા હતા કે અમે તપ કરીને કાયા ગાળી નાખી, છતાં માંડ-માંડ એક-બે પગથિયાં ચઢી શક્યા છીએ. અને આ મહાપુરુષ તો ક્ષણમાં ઉપર ચઢી ગયા! શો વિલક્ષણ પ્રભાવ છે! માટે હવે તેઓ પાછા ફરે તો આપણે બધાએ એમના શિષ્ય બની જવું. અને ૧૫૦૩ તાપસો શિષ્યો બની ગયા, પામી ગયા, સિદ્ધ-બુદ્ધ-મુક્ત ને નિરંજન બની ગયા. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરતાં વાંછિત ફલદાતાર. જેમના પુણ્ય નામમાં જબ્બર શક્તિ અને પ્રભાવ હતો. અમારા ગુરુ-દાદાગુરુ મહારાજ સાથે વિહાર કરતાં નાનાં ગામોમાં ગયા હોઇએ તે વખતે “ઘર થોડાં ને સાધુ ઘણા' હોય ત્યારે ગુરુદેવો કહે : “ગૌતમસ્વામી ભગવાનનું નામ લઈને ગોચરી જાવ. પછી પૂછવાનું જ શું? આપણે જાણીએ છીએ કે નાનકડા પાત્રમાં ખીર વહોરી લાવી જે લબ્ધિધર મહાપુરુષે ૧૫૦૩ તાપસોને અંગૂઠો પાત્રમાં રાખીને ખીરનાં પારણાં કરાવ્યાં હતાં. તાપસોને પીરસતાં છતાં ખૂટે જ નહિ, ખૂટે જ નહિ. તે જોતાં ૫૦૧ તાપસ તો વાહ ગુરુ ! વાહ ગુરુ ! શું ભાવ-પ્રભાવ! –ગુણ ગાતાં ગાતાં ખીર ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામે છે. બીજા ૫૦૧ તાપસો ગુરુ સાથે ભગવાન પાસે જતાં સમવસરણને નીરખતાં કેવળજ્ઞાન પામે છે. ત્રીજા ૫૦૧ તાપસી પ્રભુની વાણી કર્ણગોચર થતાં કેવળજ્ઞાન પામે છે. આમ, ૧૫૦૩
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy