SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૬૯ પ્રભુવીરના જીવનદીપનું તેલ ખૂટી ગયું. પ્રભુ પરિનિર્વાણ પામ્યા. દેવશર્માને પ્રતિબોધ કરી પાછા ફરતાં ગૌતમ કોઈક અલૌકિક મસ્તીમાં હતા. પ્રભુ-આજ્ઞાપાલનનો હર્ષ તેમનાં તનમનમાં સમાતો ન હતો. હમણાં જલદી જાઉં....પ્રભુનાં ચરણોમાં આળોટું...ને પ્રભુને કહું કે, આપની આજ્ઞાનું સંપૂર્ણ પાલન થયું છે...લો, આ દેવશર્માને પ્રતિબોધ કરીને આવ્યો છું. ને, પ્રભુ પણ રાજીના રેડ થઈ જશે. વાત્સલ્યસભર દૃષ્ટિથી મને નિહાળશે. આશીર્વાદની હેલીઓ વરસાવી મને નવડાવશે. પણ, રસ્તામાં અધવચ્ચે જ ગૌતમને વીરનિર્વાણના સમાચાર મળ્યા. વાઘાત થયો. તેઓ સૂનમૂન થઈ ગયા. મૂર્છિત થઈ ગયા. વિચારોની ઇમારત કૂહૂ ભૂસ થઈ ગઈ! જરાક ચેતના આવતાં પુનઃ વીર વીરનું આક્રંદ કરવા લાગ્યા. હૃદય ફાડી નાખે તેવો વિલાપ કરવા લાગ્યા. આભ ફાટ્યાનો અનુભવ થયો. તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું. કિંકર્તવ્યમૂઢ બની શોકસાગરમાં ડૂબી ગયા. પોતાના હૃદયના ધબકાર હજી શી રીતે ચાલે છે તે તેમને પોતાને સમજાતું ન હતું. હવે નજર સામેથી ભૂતકાળની સિરતા ખળખળ વહેવા લાગી. દીક્ષા લીધી ત્યારથી આજ સુધીના પ્રત્યેક સંસ્મરણે હૈયાફાટ રડી રહ્યા....હવે તેમને આશ્વાસન આપનાર કોઈ નથી ! ગોયમ’ ‘ગોયમ’ કહીને બોલાવનાર કોઈ નથી. તેમની વિકરાળ વેદનાને ઠારનાર કોઈ નથી. ને, ને...આ વીવિરહની અશ્રુધારામાં જાણે તેમના આંતરમળ ધોવાઈ ગયા ન હોય ! તેમ એક શુભ પળે તેમને દિવ્ય પ્રકાશ થયો : હું વીર વીર કરું છું, પણ વીર તો વીતરાગ છે. તેઓને મન બધા સમાન છે. આ ભાવના ભાવતાં વીર પ્રત્યેનો સમભાવ, કે જે કેવળજ્ઞાનમાં બાધક હતો તે દૂર થતાં ગૌતમ સર્વજ્ઞ બન્યા. શોક શ્લોકરૂપ બન્યો. વેદના વંદના બની. આઘાત ઘાતીકર્મનો ઘાતક બન્યો. વ્યથા એક ઐતિહાસિક કથા બની ગઈ! આવા અદ્ભુત, અલૌકિક, અચિંતનીય, અકલ્પનીય ગુરુ ગૌતમના ચરણે કોટિ કોટિ વંદન........ *** ૭૨
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy