SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ ] [ મહામણિ ચિંતામણિ ઘાસ-છોડ જેવી ને બેડી જેવી ભાસતી હતી. મુક્તિ ન આપી શકે તે લબ્ધિઓના ખડકલા સાધક માટે ભા૨-બોજ રૂપ જ છે. તેમની બાહ્ય લબ્ધિઓ તો સુપરિચિત જ છે. ને આંતબ્ધિઓનાં દર્શન આપણી પ્રજ્ઞાચક્ષુઓનો અવિષય છે. * અ થી જ્ઞ સુધીના અક્ષરો દ્વારા અંતઃમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરવાની શક્તિ હોવા છતાં અજ્ઞ માનવાની કળા. ૫૦,૦૦૦ના સ્વામી હોવા છતાં જાતને દાસાનુદાસ માનવાની કળા. હજારો આત્માના ત્રિકાળવિષયક સંશયોને પળવારમાં છેદવાનું સમાર્થ્ય હોવા છતાં ઠોઠની જેમ સંશયો પૂછતા રહેવાની કળા. ♦ સ્વયં સેવ્ય હોવા છતાં રાતિદવસ સેવા કરવાની કળા, * ગુરુ હોવા છતાં હલવા ફૂલ રહેવાની કળા. ♦ પ્રકાંડ વિદ્વાન હોવા છતાં નિરભિમાન રહેવાની કળા, ♦ વિદ્વાન હોવા છતાં વિનીત બની રહેવાની કળા. આ બધી તેમની આંતબ્ધિઓ જ બાહ્ય લબ્ધિઓની જનેતા હતી. સિદ્ધાંતરક્ષા : પાર્શ્વનાથ પરમાત્માની પરંપરામાં થયેલ પેઢાલપુત્રને મહાવીર-પ્રણીત પંચ અણુવ્રત પૈકી સ્થૂલ પ્રાણાતિપાત વિષયક શંકા હતી કે ‘સ્થૂલ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ આપનાર સાધુને સૂક્ષ્મ જીવોની હિંસાની અનુમતિ કેમ ન લાગી શકે ?' ગૌતમસ્વામીને વાતની ખબર પડતાં સામે ચાલીને ગયા. યુક્તિ-પ્રયુક્તિથી શાસ્ત્ર-સિદ્ધાંતનાં રહસ્યાર્થી સમજાવી તેને પ્રતિબોધ કર્યો. સત્કારનો તિરસ્કાર : કાલોદધિ વિસુશ્રાવકો ગૌતમનાં ચરણોમાં આવ્યા. વિનીત બની પૂછ્યું, ભગવંત ! અમારા મનમાં અનેક મૂંઝવણો છે. શાસ્ત્રવિષયક શંકાઓ છે. તેનું કૃપા કરીને નિવારણ કરો. ગૌતમ જ્ઞાની હતા. પાકેલું પીળું પાંદડું ઝાડ પરથી જે સહજતાથી પડે તેટલી સરળતાથી કઠિનમાં કઠિન પ્રશ્નોનો ઉત્તર આપવા સમર્થ હતા. માત્ર ત્રણ પદના આધારે વિશ્વના તમામ પદાર્થોને સમાવિષ્ટ કરતી દ્વાદશાંગી જેમણે રચી હોય, કયો પદાર્થ તેમના સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનનો અવિષય હોય ! છતાં જાણે પોતે કશું જાણતા જ નથી એવી અદાથી તે સર્વને સંશયોના નિરાકરણ માટે પરમાત્મા પાસે મોકલ્યા. શા માટે પ્રભુ પાસે મોકલ્યા ?.....વિચારજો. સમર્પણભાવ દ્વારા શોકના સાગરેથી સર્વજ્ઞતાના શિખરે : જેનું સ્મરણ....તેનું શરણ....ને તેને જ સમર્પણ.... ગૌતમનું મન મહાવી૨મય હતું. તેથી જ પ્રભુ-આજ્ઞા અનહદ આનંદ સાથે શિરસાવંઘ જ ક૨વાની હતી. મન હોય તો આજ્ઞાની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર થાય ને? માટે જ અંતકાળે પ્રભુએ આજ્ઞા કરી ઃ ગૌતમ ! દેવશર્માને પ્રતિબોધ કરવા જવાનું છે.... ને....તત્તિ કરીને ઊપડ્યા.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy