SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૬૭ પ્રભુ : “ગૌતમ ! ભૂલ આનંદની નહિ, તમારી છે. શ્રાવકને તેટલું અવધિજ્ઞાન શક્ય છે ને તેને થયું છે તે હકીકત પણ સાચી છે. હમણાં જ જાઓ અને તેની માફી માગો અને ભૂલની ક્ષમાયાચના કરો.” એક પળનો વિલંબ કર્યા વગર ગૌતમ આનંદ પાસે પહોંચ્યા. ક્ષમા માંગી. મૃષાભાષણના મહાપાતકમાંથી આત્મા મુક્ત થયો તેથી રાહતનો દમ ખેંચ્યો. અભુત આનંદની અનુભૂતિ કરી ! ચાર ચાર જ્ઞાનના ધણી એક શ્રાવકને મિચ્છા મિ દુક્કડમ્ આપે. એ કેવી ધન્ય ઘડી ! કેટલી નમ્રતા! કેટલું ભવ્ય હશે તે દશ્ય ! સ્વમાન-શૂન્યતા : એકદા શ્રેણિક મહારાજા દેશનાને અંતે પ્રભુજીને પૂછે છે : હે પ્રભુ! 6000 સાધુઓમાં સવોત્કૃષ્ઠ સાધક કોણ? આરાધનાના અગ્નિકુંડમાં યાહોમ કરીને ઝંપલાવનાર કોણ? કમ સામેના યુદ્ધમાં જાનની પરવા કર્યા વગર ઝઝૂમનાર ખૂંખાર યોદ્ધો કોણ? વિકૃષ્ટ તપસાધના દ્વારા કષાયોના કચરાને બાળીને ખાખ કરનાર કોણ? શ્રેણિકનો પ્રશ્ન ગજબનો હતો. જવાબ સાંભળવા સમગ્ર સભા ઉત્કંઠિત હતી. તરહ તરહના તરંગો ને કલ્પનાતીત કલ્પનાઓ લોકોના મનમાં રમી રહ્યાં હતાં. ‘ઉત્કૃષ્ટ સાધકનો ઈલ્કાબ કોને મળશે ? શ્રેષ્ઠ “આત્માનુશાસક' અને “ઘોરતપા'નો કળશ કોના માથે ઢોળાશે, તેની સૌ કોઈને ઇતેજારી હતી. ને પરમાત્માના મુખારવિંદમાંથી શબ્દો સરી પડ્યા : “ધaો અણગાર....” સૌની દષ્ટિ ધન્ના તરફ ગઈ. પરમાત્માના મુખે ગવાઈ ગયેલા ધન્ના ઉપર સૌએ ધન્યવાદનો વરસાદ વરસાવ્યો. પ્રભુ કહે, ૧૪૦૦૦ સાધુઓમાં ધaો એક અદ્વિતીય અણગાર છે. છઠ્ઠના પારણે આયંબિલ કરવાનો આજીવન સંકલ્પ છે. માખી પણ જે આહારને ખાવા તો શું પણ સૂંઘવાય તૈયાર ન થાય તેવો આહાર વાપરે છે ! કાળના પ્રવાહમાં તેના તપના તેજલિસોટા કાયમ માટે અંકિત થઈ રહ્યા છે. તે ચાલે ને હાડકાનું સંગીત શરૂ થઈ જાય છે! શરીરની સાથે કષાયોને પણ કૃશ કર્યા છે ! આહારત્યાગ સાથે અનાસક્તભાવ પણ ગજબનો છે ! પ્રભુ મહાવીર પોતાના એક શિષ્યના આટલા ભરપેટ વખાણ કરે ! સભા સ્તબ્ધ થઈ ગઈ! ધન્ના અણગાર શરમથી નમી ગયા ને ગુરુ ગૌતમ ગુણાનુરાગની ગંગામાં ઝીલતા રહ્યા....! આ સમય ગૌતમની કસોટીનો હતો. વર્ષોની સાધનાની આજે પરીક્ષા હતી, જેમાં તેઓ પાસ થઈ ગયા. તેમણે એમ ન વિચાર્યું પ્રભુ હમણાં મારું નામ જ લેશે.’ હું ગૌતમ, તેમનો પ્રથમ ને આજ્ઞાંકિત શિષ્ય....ચાર જ્ઞાનનો ધણી....છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર બધી જ સાધનાઓ Top levelની છે. પરમાત્માના હૃદયમાં પણ મારું સ્થાન પ્રથમ નંબરે છે. તેથી “શ્રેષ્ઠ સાધકની પદવીનો અધિકારી હું જ છું !....આવો વિચાર ના કર્યો –ને પ્રભુ જ્યારે ધન્ના અણગારનું નામ બોલ્યા ત્યારે ઈષ કે દ્વેષનો અંશ પણ તેમને સ્પશ્ય નહીં. ઉપરથી ધન્નાને મનોમન નમી રહ્યા! આવી મહાન વ્યક્તિમાં કેટલી સરલતા! સંખ્યાતીત સિદ્ધિઓના આસામી મુક્તિના અભાવમાં તેમને બધી જ સિદ્ધિઓ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy