SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ ] [ મહામણિ ચિંતામણિ છે શાલમહાશાલ-પિઠર-યશોમતી–ગાંગલિ ને ૧૫૦૦ તાપસોને દીક્ષા આપ્યા બાદ ભગવાન પાસે લઈ ગયા. રસ્તામાં જ તે બધાને કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ થઈ ચૂક્યો હતો. સમવસરણમાં પેસતાં જ પ્રભુને વંદન કર્યા વિના કેવલી પર્ષદામાં બધા પેસવા જાય છે. તેમના કેવળજ્ઞાનથી અજ્ઞાત ગૌતમ કહે છે : “તીર્થકરને વંદન કરો ને આમ નહીં. આ બાજુ બેસો. આ તો કેવલીની પર્ષદા છે. ત્યારે પ્રભુ સ્વયં ઘટસ્ફોટ કરે છે કે, હે ગૌતમ! કેવલીની અશાતના ન કર. આ શબ્દ સાંભળતાં જ ગૌતમ અવાચક થઈ ગયા : આ... આ... મારા....તાજા દીક્ષિત શિષ્યોને વળી કે....કેવળજ્ઞાન....!!!....ને પરમાત્મા મહાવીરને તન-મન બધું જ ચૌછાવર કરનાર મને કાંઈ નહિ !!! " એમ કહી તેઓ શોકસાગરમાં ડૂબી ગયા ને ગદ્ગદ કંઠે પોકારી ઊઠ્યા : “પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે ? મને કેવળજ્ઞાન ક્યારે થશે ?' અને પ્રભુએ પણ સાંત્વના આપી કે, ‘ચિંતા ન કર. આ જ ભવમાં તને કેવળજ્ઞાન થશે.” જિહાં જિહાં દીએ દિકખ, તિહાં તિહાં કેવળ ઊપજે.” ગૌતમના હાથમાં કેવળજ્ઞાનની લબ્ધિ હતી. જેને ઓઘો આપે તેને કેવળજ્ઞાન પણ આપી દેતા. પોતાના પચાસ હજાર શિષ્યોને કેવળજ્ઞાન....ને પોતાની પાસે નહીં! કેટલો હૈયાબળાપો..વેદના... વ્યથા....ને શોકથી ઘેરાયેલા હશે એ મહાન આત્મા! શરણ સ્વીકાર ઃ ગૌતમના એક એક આત્મપ્રદેશે મહાવીર વસતા હતા. ગૌતમે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ કે અસ્તિત્વ રાખ્યું જ ન હતું. પોતાનું સર્વસ્વ વીરમાં વિલીન કરી દીધું હતું. મોક્ષમાં જઈને સમાન થવા કરતાં સેવ્ય-સેવકભાવથી રહેવામાં જ તેમને રસ હતો. હું મારી પાક ન હોવા છતાં મારા બધા જ શિષ્યોને દિવ્યજ્ઞાનની ભેટ આપું ને પ્રભુ પાસે તો કેવળજ્ઞાન છે. છતાં તેમના મારા જેવા માનીતા શિષ્યને આટઆટલાં વર્ષો વીત્યાં છતાં ટળવળાવે છે! શું આ તેમને યોગ્ય છે ?' મન જ ન હતું. પછી આવો વિચાર તેમને આવે જ કયાંથી ?! ‘કપટરહિત થઈ આતમ-અપણાનો ગૌતમનો ઉત્કટ શરણભાવ જ વીતરાગી ને અપેક્ષા વિનાના વીરને પણ ગોયમ....ગોયમ....' કરવા પ્રેરતો હશે ?! પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકવાનું જ્ઞાન જ તેમને ન હતું. તેથી જ પુનઃ પુનઃ સંશયો પૂછવામાં તેમને સંકોચ ન હતો. ગુરુ પાસે અબૂઝ થઈને રહેવામાં જે મજા છે, તેવી મજા જ્ઞાની બનીને રહેવામાં ક્યાંથી હોય? આ વાતને ચરિતાર્થ કરતો જીવતો-જાગતો દાખલો એટલે જ ગુરુ ગૌતમ સત્યનો સ્વીકાર : સત્યને પોતાના તરફ ખેંચે તે નહીં, પણ જ્યાં સત્ય હોય ત્યાં ખેંચાય તે ખરો સાધક. છદ્મસ્થ જ્ઞાનીની ભૂલ ન થાય તેવું નથી, પણ થયેલી ભૂલનો એકરાર-સ્વીકાર કરે તે જ ખરો જ્ઞાની. ગુરુ ગૌતમ જ્ઞાનગરિષ્ઠ હતા, જ્ઞાનગર્વિષ્ઠ નહીં. માટે જ સત્યના સ્વીકારમાં ને અસત્ય અને ઉત્સત્રના પ્રસંગે ક્ષમા યાચવામાં સ્વને ધન્યમન્ય માનતા. ગૌતમ પ્રભુ! આનંદ શ્રાવક કહે છે કે મને આટલું અવધિજ્ઞાન થયું છે. મેં કહ્યું, એ શક્ય જ નથી. શ્રાવકને આટલું અવધિજ્ઞાન શક્ય જ નથી. પ્રભુ, આપના સુશ્રાવકો આટલું મૃષા બોલે ?”
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy