SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ] [ મહામણિ ચિંતામણિ DOD D DDDDDDD વિબુધવિજયના “મંગલકલશ રાસ' (સં. ૧૭૩૦)માં બીજો દુહો છે : પુંડરિક ગૌતમ પ્રમુખ, ચઉદસેં બાવન, ગુણદરિઆ ગણધર નમું, હરષિત હોય જગમન.” સુરવિજયજીના ‘રતનપાળ રાસ’ સં.૧૭૩૨ના આદિનો બીજો દુહો છે : - “પુંડરિક ગૌતમ પ્રમુખ, ગણધર હુવા ગુણવંત, ચઉદસેં બાવન નમું, મોટા મહિમાવંત.” કવિ ખેમની “અનાથી ઋષિસંધિ’ સં. ૧૭૪૫ના આરંભે લખ્યું છે : “વદિય વીર જિસ જગીસ, નિત પ્રણમું તસ ગૌતમ સીસ.” કુશલલાભ વાચક સં. ૧૭૪૮માં “ધર્મબુદ્ધિ ચોપાઈ'માં લખે છે : “વર્ધમાન જિનવર નમું, સાસનનો સિણગાર, ગુરુ ગૌતમ સરસતિ નમું, સમરી શ્રી નવકાર.” આ જ કવિની સં. ૧૭૫૦ની વનરાજર્ષિ ચોપાઈમાં ત્રીજા દુહાના પૂર્વાર્ધમાં લખે | પુંડરિક ગૌતમ પ્રમુખ, પ્રણમી સહુના પાય...” ચંદ્રવિજયજી સં. ૧૭૪૯ની ધા શાલિભદ્રની ચોપાઈના આરંભે કહે છે : સમરી સરસતિ સામિની, તિમ વલી ગૌતમસ્વામિ, નામ જપતાં જેહનઈ, લહીઈ વંછિત કામ.” મોહનવિજયના સં. ૧૮૫૪ના નર્મદાસુંદરીનો રાસનો આદિનો બીજો દુહો છે : ધારક અતિશય એહવા, જિન સુરગિરી પરિ (પરે) ધીર, હું પ્રણમું તે વીરને, ગૌતમ જાસ વજીર.” (બ્રહ્મ) જ્ઞાનસાગરની સં. ૧૬૫૯ની રચના “રત્નત્રય વ્રતકથાના આરંભની કડીનો ઉત્તરાર્ધ છે ? “ગૌતમ કેરા પ્રણમું પાય, જેહથી બહુવિધ મંગલ થાય.” લાધા શાહના સં. ૧૭૯૫ના શિવચંદજીનો રાસ'માંના બીજા દુહાનો પૂર્વાધ છે : શ્રી ગૌતમ પ્રમુખ જે મુનિવરા, શ્રી સોહમ ગણરાય..” સં. ૧૭૬૧માં ગંગ મુનિ-ગાંગજીના “રત્નસાર તેજસાર રાસ'નો આરંભનો ચોથો દુહો છે તસ ગણધર ગૌતમ નમું, લબધિ તણો ભંડાર, સમઝાવી ભવ્ય જીવને, ઉતારે ભવપાર.” કમસિંહની સં. ૧૭૬૨ની અઢાર નાત્ર ચોપાઈના પ્રારંભિક દુહામાં છે : “શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરુ પસાઉ, અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરિ જાઉ.”
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy