SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૮૯ દુર્ગદાસ/દુગદાસની ‘જબૂસ્વામી ચોઢાલિયું સં. ૧૭૯૩નો આરંભ આમ છે : પુરસાદની પરમ પ્રભુ, પ્રણમું ગોડી પાસ; મહાવીર મહિમાનિલો, ગણધર ગૌતમ જાસ.' ચતુરની સં. ૧૭૭૧માં લખાયેલી “ચંદનમલયાગીરી ચોપાઈ'નો આરંભ છે : “ગોયમ ગણધર પય નમી, લધિ તણો ભંડાર; જસુ પ્રણમઈ સવિ પાઈથઈ, સ્વર્ગ-મોક્ષ-પદ સાર.” ચતુરસાગરના “મદનકુમારનો રાસ’ સં. ૧૭૭૨માં પ્રારંભમાં બીજી પંક્તિમાં આમ છે : “ગૌતમ આદું ગણધર વલી, ભેટીસ બે કર જોડિ મૂખ્ય પટોધર વીરનો, ભ્રાત ઈગ્યાર તણિ છે જોડિ.” દેવવિજયના રૂપમેનકુમાર રાસ’ સં. ૧૭૭૮ના પ્રારંભનો બીજો દુહો છે : વાંદું ગૌતમ વરના, લબ્ધીવંત ગણધાર; હોજો અનુદિન સંધને, દાયક સુષ શ્રીકાર.” ગજવિજયજીના “મુનિપતિ રાસ’ સં. ૧૭૮૧માં પ્રારંભે દુહો છે : ગણધર ગૌતમ નામ છે, લબ્ધિ અઠવીસ સાર, નામે નવનિધિ સંઘને, વ્યાપે સુક્સ સંસાર.” નિહાલચંદ્રકૃત ‘માણેકદેવીનો રાસ' સં. ૧૭૯૮નો આરંભ છે : “શ્રીગુરુ ગૌતમ પાય નમી, સારદ માત મનાઉં રે, દેહ થકી બુધિ ઉપજે, ગુણ પુણ્યવંતના ગાઉં રે.” કાવ્યારંભે કેટલેક સ્થળે અમુકને પ્રભાવશાળી ઉપમા આપવા માટે પણ ગૌતમ સરખા ગણ્યા છે. તે જ રીતે કાવ્યના પ્રારંભે જેમ ગૌતમવંદના આવે છે તેમ અમુક કાવ્યના અંત ભાગમાં પણ તેમનું નામ આદરપૂર્વક લેવાયું છે. ઉપરનાં દષ્ટાંતો પરથી જોઈ શકાય છે કે પૂજ્ય ગૌતમસ્વામીને મુખ્ય ગણધર, ભગવાન મહાવીરના કૃપાપાત્ર, ગુણધર, લબ્ધિવંત, સુખદાતા, ભવતારક વગેરે ગુણો સાથે યાદ કરાયા છે. * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy