________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૮૭
કવિ વિદ્યારુચિ ‘ચંદરાજા રાસ'/ચોપાઈ સં. ૧૭૧૭માં આરંભમાં છઠ્ઠા દુહામાં વર્ધમાનના શિષ્ય અંગે કહે છે કે,
‘તાસ શિશ બહુ લબ્ધિનિધિ ગણધર ગૌતમસ્વામિ, સેવ્યો સુરતરુ સરિખો, ગુણ-ગિરૂઓ અભિરામ.’
હસ્તિચિ, સં. ૧૭૧૭ના ‘ચિત્રસેન પદ્માવતી રાસ'ના દુહામાં લખે છે :
‘તસ ગણધર ગિરૂઓ ગુણે, ગૌયમ સુગુણનિધાન,
લબ્ધિ વિશેષે પરિવર્યો, પસર્યો જસ ગુણવાન.'
યશોવિજય ઉપાધ્યાયના શિષ્ય તત્ત્વવિજયજી ‘અમરદત્ત મિત્રાનંદનો રાસ'ના આદિના દુહા ક્રમાંક ૮માં કહે છે :
‘ગૌતમ ગણધર ગુણનિલો, લબ્ધિવંત સીરલીહ, અંગૂઠેં અમૃત વસે, સાધશિરોમણિ સિંહ.'
હીરાણંદ/ હીરમુનિ ‘ઉપદેશ રત્નકોશ કથાનક અમૃતમુખી ચતુષ્પદી,' સં. ૧૭૨૭માં લખે છે ઃ
‘ગૌતમ ગણધર ગુણ સરસ, ભર્યા લબધિ ભંડાર, પ્રહ સમ જપતાં પામીયઈ, ઈછત વસ્તુ અપાર.’
લક્ષ્મીવલ્લભરાજ-હેમરાજના સં. ૧૭૪૧ પૂર્વેના “મહાવીર ગૌતમસ્વામી છંદ'નો આરંભ આ પ્રમાણે કરે છે :
‘વર દે તું વરદાયિની, સરસતિ કરિ સુપ્રસાદ, વાંચું વી૨ જિણંદસું, ગૌતમ ગણધર વાદ.’
લખેછે ઃ
કવિ જિનવિજયજી સં. ૧૭૫૧ના ‘ગુણાવલી રાસ'ના આરંભે ગૌતમને સ્મરે છે ઃ ‘વલી સમરૂં શ્રુતદેવતા, ભગવતિ આદિ જેહ, ગોયમાદિક ગણધર નમેં, હું પણિ પ્રણયું તેહ.’
વીરજી/વીરચંદના સં. ૧૭૨૮ના ‘કર્મવિપાક/જંબૂપૃચ્છા રાસના આદિના બીજા દોહામાં
‘ગોયમ ગણહર પય નમી, કર્મવિપાક વિધિ જોય, ફલ ભાખું કૃત કર્મનાં, સાંભલજો સહુ કોય.'
કર્મસિંહની સં. ૧૭૩૦ના ‘રોહિણી (અશોકચંદ્ર) ચોપાઈ'માં આરંભનો બીજો દોહો જુઓ
‘વદ્ધમાન સ્વામી સધર, સાસણનાયક સાર, તસ ગણધર ગૌતમ નમું, લધિ તણઉ ભંડાર.’
સં. ૧૭૩૧માં તત્ત્વહંસની “ઉત્તમકુમાર ચોપાઈ'માં આદિનો દુહો કહે છે : ‘ગોયમ ગણધર પાય નમું, ગણધર ઈગ્યારે સાર,
મોટા મુનિવર વાંદતાં, ઉપજે હરષ અપાર.'
: