SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ] ‘ગણધર શ્રી ગૌતમ પ્રભુષિ, સૂત્ર તણઈ ધુરિ જેહ, પ્રણમી જઈ શ્રુત દેવતા, હું પણ પ્રણમું તેહ.' ‘આષાઢભૂતિ રાસ’, સં. ૧૭૨૪માં આદિનો બીજો દુહો આ પ્રમાણે છે : ગોયમ આદઈ ગણધ૨ઈ, જે પ્રણમી નિતમેવ, સાનિધકારી સારદા, તે પ્રણમું શ્રુતદેવ.’ રાજહર્ષ ‘અર્હત્રક ચોપાઈ’ માં સં. ૧૭૩૨માં પ્રારંભમાં બીજો દુહો આ પ્રમાણે લખે છે ઃ ‘ગૌતમાદિ ગણધર નમી, પ્રણમી શ્રી ગુરુપાય, અરહન્નક અણગારના, ગુણ કહિસ્સું ચિત લાય.’ [ મહામણિ ચિંતામણિ ઋદ્ધિવિજયજીના ‘વરદત ગુણમંજરી રાસ' સં. ૧૭૦૩ નો આદિનો દુહો છે ઃ ‘શાસનનાયક વીરજી, પ્રણમી તેહના પાય, લબધિવંત ગૌતમ નમું, નામઈ નવિધિ થાય.' જિનહર્ષ/જસરાજ ‘હરિશ્ચંદ્ર રાસ’, સં. ૧૭૪૪ની રચનામાં ‘વીર જિજ્ઞેસ૨'થી આરંભ કરી પછી ત્રીજા દુહામાં તેમના શિષ્ય વિષે લખે છે : ‘તાસ સીસ પ્રણમું મુદ્દા, શ્રી ગૌતમ ગણધાર, અંગૂઠઈ અમૃત વસઈ, લધિ તણઉ ભંડાર.’ તેજમુનિ/તેજમાલ સં. ૧૭૦૭માં ‘ચંદરાજાનો રાસ' આ રીતે આ દુહાથી આરંભે છે ઃ ‘વીર તણો ગણધર વડો, શ્રી ગૌતમ ગુણધાર, ચર્ણ નમું તેહના, જિમ પામું સુખસાર.' પદ્મસુંદર ગણિ ‘ભગવતીસૂત્ર પર બાલાવબોધ/સ્તબક'માં સં. ૧૭૦૭ થી ૧૭૩૪ વચ્ચે સંસ્કૃતમાં આ રીતે પ્રારંભ કરે છે : 'प्रणम्य श्री महावीरं गौतमं गणनायकम् । श्रुतदेवी प्रसादेन मया हि स्तबुकः कृतः ॥ .....प्रत्यूहव्यूहवार्धि प्रशमननिरत गौतमस्वामिनं च । नत्वा तत्त्वार्थ सिद्धयै निजगुरुचरणांभोजररुहं भक्तिपूर्वकम् ॥' તેજસિંહ ગણિ ‘નેમિનાથ સ્તવન’ સં. ૧૭૧૧નો આરંભ આ પ્રમાણે કરે છે : ‘સદ્ગુરુને ચર્ણે નમી સમરૂં ગૌતમસ્વામિ, શ્રીગુરુની સેવા કરું, કેશવજી શુભ નામ.' પદ્મચંદ્ર ‘જંબુસ્વામી રાસ' (અથવા ચિરત્ર) સં. ૧૭૧૪માં આદિમાં લખે છે : ગૌતમાદિ ગણધર નમું, લધિ તણો ભંડાર; નમૈ નવનિધિ સંપજ, પરભવ સુખ અપાર.’ ઉદયચંદ ‘માણિકકુમારની ચોપાઈ' સં. ૧૭૧૪ની રચનાના આરંભે લખે છે : ‘શ્રી ગૌતમ ગણપતિ નમું, લધિ તણઉ નિવાસ.'
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy