SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૩૭ : જે છે . ગુરુ કથને આરાધો રે, મંગલ ધર્મ અનેક મરણ સમય તૃષાથી ગણતો, સુખિયા જલચર છેક. રે પ્રાણી, ધન ધન ગૌતમસ્વામ.. અશુભ ધ્યાને મરણ લહી રે, મત્સ્ય સમુદ્ર મોઝાર; જાતિસ્મરણે વ્રત ગ્રહી રે, મત્સ્ય ભવ કરી પાર. ' રે પ્રાણી, ધન ધન. ગૌતમસ્વામ... શુભધ્યાને મરી સુર હુઓ રે, કરતો ધર્મ વિશેષ; વિષયરાગ ઘટાડતો કરે પરણ આય અશેષ. રે પ્રાણી, ધન ધન ગૌતમસ્વામ.. ચોથે ભવ વિદ્યાધરૂ રે, નામ હતું વેગવાન; . નિમિત્ત મલે દીક્ષા લઈ રે, ધરતો આત્મધ્યાન. રે પ્રાણી, ધન ધન ગૌતમસ્વામ કામરાગ અળગો કર્યો છે, પઠન પાઠન શું ચિત્ત; મરણસમાધિ પામતો રે, દેવલોકના વિત્ત. રે પ્રાણી, ધન ધન ગૌતમસ્વામ... ? હું દિગંબર વિદ્વાન જે, કિશનસિંહ પટની જાણ; તેણે વર્ણવ્યા તિમ કરું, ગૌતમ ભાવ વખાણ. ઢાળ-૪ (નવો વેષ રચે તેણી વેળા) કાશી દેશ બનારસ નગરી, વિશ્વલોચન રાજા ઉલસે; તસ રાણી વિશાલા નામે, ગૌતમસ્વામી જીવ વિલસે. નૃપતિ-શું નહીં સંતોષ, સ્વેચ્છાચારે ભમવા ઉલસે, દાસી ચામરીને તસ દીકરી, મદનવતી સાથે વિલસે. નાના-મોટા જાત-કજાત, પુરુષોના સંગે ઉલસે; જંગલમાં મુનિવર દેખી, ભોગની આશાએ વિલસે. મુનિ સમતાભાવે રહેતા, આતમ પરિણતિમાં ઉલસે, ત્રણે સ્ત્રીઓ પાતિક બાંધી, વિવિધ ગતિમાં વિલસે. વિવિધ ભવ વેદન સાથે, કરી મનુજ જન્મે ઉલસે, દુઃખથી ત્રણે મોટી થાતી, એક મુનિવર દેખી વિલસે. પૂરવ ભવ પાતિક જાણી, મિચ્છા દુક્કડમાં ઉલસે; લબ્ધિ વિધાન વ્રત કરતી, વલી ઉદ્યાપનમાં વિલસે. ૪૩
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy