SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 336] શીવ્રત લેઈ અતિ રંગે, વલી દીક્ષામાંહે ઉલસે; અનશન કરી છેવટમાં, દેવલોક પંચમ વિસે. દેવલોકથી નીકળી તિનો જીવ, ઇન્દ્રભૂતિ નામે ઉલસે; અગ્નિભૂતિ વાયુભૂતિ બીજી તિનો વી૨ જિન પાસે વિસે. (દુા) અંતિમ ભવ ગૌતમ તણો, કહેશું અતિ આનંદ, ઉત્તમના ગુણ ગાવતા, પામશું પરમાનંદ. મગધ દેશ ગુબ્બર નગર, વસુભૂતિ નામે તાત; ઇન્દ્રભૂતિ ગૌતમ તણી પૃથ્વી નામે માત. અગ્નિભૂતિ વાયુભૂતિ અનુજ હુતા દોય; ભણે ભણાવે વેદ ને, યજ્ઞ કરાવે સોય. વર્ધમાન કેવલ લીએ, તેહ સમયની વાત; પંચશત શિષ્ય દરેકને વિચરંતા સુખ શાત. સોમિલ દ્વિજના યજ્ઞમાં, મૂર્ધન્યપણે હોય; મંડપ મૂકી દોડતા, દેવો ગગનમાં જોય. ઢાળ-૫ (રાગ : અનંત વીર જ અરિહંત સુણો) જીવ સંશય પણ સર્વશ બિરૂદ ધારતો; ઇન્દ્રભૂતિ આમર્ષે પૂછે લોક વારતો; સર્વજ્ઞ નામે છે વીર લોક સંશય ઠારતો, જેહને દુઃખે સુણે હુએ ભવ પારતો. ઇન્દ્રભૂતિ મનમાંહે ક્રોધ અધિક કરે, હું જીવતો છતે કોણ સર્વજ્ઞ બિરૂદ ધરે; નિરુત્તર કરું વાદ કરી તેહને ખરે, ઈમ અભિમાને આવતા સમવસરણ પરે. વીરમુખ દેખી સ્નેહ પુરાણો ઊછળે, સર્વજ્ઞ માનું સાચો જો સંશય મુજ ટળે; જીવ સંશય રહ્યો તુજ વેદ અર્થ નિવ મળે, સમજે વેદ અરથ કે વીર ચરણ મળે. ઇન્દ્રભૂતિ દીક્ષા સુણી અનુજ તસ આવતા, તિમહીજ આઠ બીજા વિપ્ર તિહાં લાવતા; સતિ સરાય છંડી ચારિત્રમાં મન ભાવતા, ચુમાલીસસો બ્રાહ્મણ સાથે ફાવતા. [ મહામણિ ચિંતામણિ ૭. ૮. ૧. ૨. ૩. ૪. ૫. ૧. ૨. ૩. ૪.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy