SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ] [ મહામણિ ચિંતામણિ ૫૮. શ્રી ગૌતમ ગુરુમાં અકાગ્રહભાવ અને સરળતા—આ બે સદ્ગુણો બેહદ હતા. તેથી જ કેશી ગણધરને મળ્યા ત્યારે તેમણે અપાર વિનય દર્શાવ્યો હતો. (૪). (ઢાળ પાંચમી) (રાગનિત્ય જિનવર મંદિર જઈએ...) પ્રભુ પાર્શ્વ પરંપર જાયા, કેશી ગણી ત્રણ જ્ઞાન સોહાયા. ગૌતમ હિંદુક વન આયા, મળ્યા પૂછી શાતા હરખાયા રે; ગૌતમ ગુરુ વંદો ભાવે, ગુરુભક્તિથી શિવસુખ પાવે રે. ૧. ૫૯. પ્રભુ પાર્શ્વનાથની પરંપરામાં થયેલા, ત્રણ શાને શોભતા શ્રી કેશી ગણધર એકદા શ્રાવસ્તી નગરીના હિંદુક વન-ઉદ્યાનમાં બિરાજતા હતા, ત્યારે શ્રી ગૌતમ ગણધર પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ બંને એકબીજાને મળ્યા, શાતા પૂછી અને ઘણું હરખાયા. રાસના કર્તા કહે છે કે ગૌતમગુરુને ભાવથી વંદન કરો. કેમ કે ગુરુભક્તિના પ્રતાપે શિવસુખ મળે છે. (૧). દેવાદિ મળ્યા તે પ્રસંગે, મહાવ્રત આદિકના રંગે; કેશી ગણધર પ્રશ્ન પૂછતા, ગૌતમ ગણી ઉત્તર દેતા રે. ૨. ૬૦. એ બન્ને ગણધરો મળ્યા તે પ્રસંગે દેવો વગેરે પણ ત્યાં ભેગા થઈ ગયા. આ મિલનમાં શ્રી કેશી ગણધરે માવ્રતની સંખ્યા વગેરે બાબતોના સંબંધમાં પ્રશ્નો પૂછ્યા ત્યારે ગૌતમ ગણધરે તેના સંતોષદાયક ઉત્તર આપ્યા. (૨). સુણી કેશી સ્તવે ગૌતમને, ગ્રહે પંચ મહાવ્રત સુમને; ખેડૂત તે સિંહ જીવદ્વેષી, વીપ્રભુ તાસ હિતૈષી રે. ૬૧. એ ઉત્તરો સાંભળીને રાજી થયેલા કેશી સ્વામીએ ગૌતમસ્વામીની સ્તવના—પ્રશંસા કરી અને પાંચ મહાવ્રતવાળો ધર્મ અંગીકાર કર્યો. વળી, ભગવાને ત્રિપૃષ્ઠના ભવમાં રહેલો સિંહ અત્યારે ખેડૂત તરીકે જન્મેલો, તેને પ્રભુ પર દ્વેષ થયો, છતાં પ્રભુ તો તેના પણ હિતેષી જ હતા. (૩). ગૌતમથી દીક્ષ પમાડે, જોઈ પ્રભુને પડે ભવખાડે; ગૌતમ! તે દર્શન તુજથી, પામ્યો સિદ્ધ થશે નિશ્ચયથી રે. ૩. ૪. ૬૨. પ્રભુએ શ્રી ગૌતમને મોકલીને તેને દીક્ષા અપાવી. પણ તે જ્યાં પ્રભુ પાસે આવ્યો કે તરત દ્વેષથી પ્રેરાયો અને દીક્ષા છોડી નાસી ગયો; ને ભવના ખાડામાં પડ્યો. તેની તેવી વર્તણૂકથી મૂંઝાયેલા ગૌતમને પ્રભુએ કહ્યું : ગૌતમ ! તે જીવ તારાથી સમકિત પામી ગયો હોવાથી તે નિશ્ચયે સિદ્ધપદને પામશે; માટે તું ચિંતા ન કર. (૪). નિર્વાણ નજીક જાગંતા, પ્રભુ ગૌતમ લાભ મુર્ણતા; બુઝવવા દેવશર્માને, મોકલે પ્રભુજી ગૌતમને રે. ૫. ૬૩. હવે પ્રભુએ પોતાનું નિર્વાણ નજીકમાં હોવાનું જાણી, શ્રી ગૌતમનું હિત ચિંતવતા પ્રભુએ દેવશનિ પ્રતિબોધ આપવા માટે તેમને મોકલી આપ્યા. (૫). પાવાપુરીમાં કાર્તિક વદની, અમાવસ્યા તણી એ રજની; ચોવિહાર છટ્ટે શુક્લ ધ્યાની, સ્વાતિમાં પ્રભુવીર નિર્વાણી રે. ૬.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy