SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૨૧ ૬૪. (શ્રી ગૌતમ પાછા ફરે તે અગાઉ) પાવાપુરીમાં બિરાજતા ભગવાન મહાવીર, કાર્તિક (ગુજરાતી આસો) વદ અમાસની રાત્રે, સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ચોવિહાર છઠ્ઠ તપ કરવા પૂર્વક શુકુલ ધ્યાન ધરતાં ધરતાં નિવણિપદને વર્યા. (૬). પાછા વળતાં ગૌતમ જોતા, ગગને સુર વીર સિદ્ધ હોતાં; જાણી નિર્વાણ ખિન્ન થઈ વદતા, અળગો કર્યો કિમ જાણતા રે. ૭. ૬૫. દેવશમનેિ પ્રતિબોધી પાછા વળેલા શ્રી ગૌતમે આકાશમાર્ગે અસંખ્ય દેવોની હલચલ જોઈ | અને કોઈ દ્વારા સાંભળ્યું કે શ્રી વીર તો સિદ્ધ થઈ ગયા. તે જાણતાં જ તે અતીવ ખિન્ન બની ગયા અને વિલાપ કરતાં બોલ્યા : ભગવાન ! તમે જાણીને આ ક્ષણે મને અળગો શા માટે રાખ્યો? (૭). ભંતે કહી પૂછીશ કોને, ગોયમ કહેશે કોણ મને? મુજ કેડે લાગશે એ જાણ્યું કેવલ માગશે શું એ રે. ૬૬. હવે હું ભંતે! એમ કહીને કોને પૂછીશ? ને મને ગોયમ! કહીને કોણ બોલાવશે? | પ્રભો ! શું આપને એવું લાગ્યું કે આ મારો કેડો નહિ મૂકે? કેવળજ્ઞાનનો ભાગ માગશે? લીધા | વિના જવા નહિ દે? (૮). બુધ રાખે કને અંતકાલે, પુત્રને વ્યવહાર ન ભૂલે; મેં ઉપયોગ દીધો ન ત્યારે, કંઠ સુકાય વીર ઉચ્ચારે ગૌતમ રે. ૯. ૬૭. બુધ કહેતાં શાણો માણસ પોતાના અંતકાળે પુત્રને પાસે જ રાખે છે. એ પણ વ્યવહાર ચૂકતો નથી. તેને આપે મને વેગળો કેમ કાઢ્યો?) અથવા ખરેખર તો મારી જ ભૂલ છે કે મેં તે વખતે શ્રુતજ્ઞાનનો ઉપયોગ ન દીધો! આમ તેઓ કરુણ સ્વરે વર-વીરનું રટણ કરે છે. તેમાં જ તેમનો કંઠ સુકાય છે. (૯). તુજ વિરહે અંધકાર ભરતે, મિથ્યાત્વી ઘુવડ પ્રવર્તે; જાયું વીતરાગ ચગ ન ધારે, એક પાક્ષિક રાગને ટાળે રે. ૬૮. હે પ્રભુ! તારા વિરહથી આ ભરતક્ષેત્રમાં આજે અંધકાર પ્રસરી ગયો. હવે મિથ્યાત્વી રૂપી ઘુવડો ઊમટશે. પણ ભગવંત, તમે તો વીતરાગ ! વીતરાગ કદી રાગ ન રાખે. આ તો મારો એકતરફી જ સ્નેહ ! આ વિચાર આવતાં જ શ્રી ગૌતમ સ્વસ્થ થયા અને એકપક્ષીય રાગને ચિત્તમાંથી તજી દીધો. (૧૦). ગૌતમ ચાર કર્મો ઘાતી, હણી કેવલી થાય સુરજાતિ; કેવલનાણનો મહિમા કરતા, કેવલી બાર વર્ષ વિચરતા. ૧૧. ૬૯. એ જ પળે શ્રી ગૌતમે ચાર ઘાતીનાં કર્મોનો નાશ કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ ત્યાં તેમના જ્ઞાનનો મહિમા પ્રવતવ્યિો. ત્યાર બાદ શ્રી ગૌતમ બાર વર્ષ સુધી કેવળીપણે વિચય(૧૧). દેશના દઈ બહુ જન તાર્યા, મુનિઓ સોહમને ભળાવ્યા; અનશન માસિક વૈભારે, સિદ્ધ ક્ષીણ અઘાતી ચારે રે. ૧૨. ૭૦. તે દરમ્યાન, ધર્મદશના આપીને અનેક જીવોને તાય. છેવટે પોતાનો શ્રમણ-સમુદાય | ૧૦.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy