SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૧૯ મુનિઓ ! પ્રભુને વંદન કરો. ત્યારે તરત પ્રભુ વીરે તેમને કહ્યું કે, ગૌતમ! આ બધા કેવલી મુનિઓ છે, એમની અશાતના ન કરો. એટલે શ્રી ગૌતમે તે સૌને ખમાવ્યા. (૧૦). મુજ દીક્ષિત સવિ કેવલી હોવે, હું કેવલ પામીશ કે નહીં, પ્રભુવચને એ સંશય ટળતો, રાગે ન કેવલી થઈશ સહી. ૧૧. પ૨. પણ પછી તેમના દિલમાં સંશય જાગ્યો કે મારા હાથે દીક્ષા લેનાર સૌ કેવળ પામે છે, પણ હું કેવળી થઈશ કે નહીં? ત્યારે શ્રી પ્રભુએ તેમને કહ્યું કે, મારા પર તમને પ્રબળ રાગદશા છે. તે હશે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. આથી તેમનો સંશય ટળ્યો. (૧૧). અંતે આપણ બે સમ થઈશું, એ પ્રભુવચને રાજી થતા; ધ્યાન કોષ્ઠ મન ઠાવત ગૌતમ, પંચ નિમિત્તે પૂછતા. ૧૨. પ૩. પરંતુ, છેવટે મૃત્યુ પછી–સિદ્ધગતિમાં તો આપણે બન્ને સમાન થઈશું જ.” એવું ! પ્રભુએ તેમને કહ્યું તેથી શ્રી ગૌતમ રાજી થઈ ગયા. તે પછી શ્રી ગૌતમે ધ્યાન દશામાં મનને | સ્થિર કરી દીધું. તેઓ પાંચ નિમિત્તે પ્રભુને પ્રશ્ન પૂછતા. (૧૨) ગૌતમ નામ પરમ મંગલ એ, જપતાં ઈષ્ટ સકલ ફલતા; નેમિસૂરિ પદ પક્ષ પસાય, ગૌતમ ગુણ ગુણ ગાવતા. ૧૩. ૫૪. શ્રી ગૌતમનું નામ પરમ મંગલ રૂ૫ છે, જેનો જાપ કરતાં સઘળાં ઇષ્ટ ફળ મળે છે છે. શ્રી નેમિસૂરિ ગુરુના ચરણ-પદ્મના પસાયે શ્રી ગૌતમ ગુરુના ગુણો (હું) ગાઉં છું. (૧૩). દુહા) સંયમ તપ વાસિત ગુર, મૃગાપુત્ર નિરખત; સંચિત કર્મ ફલો કલી, ચેતાવે ચેતંત. ૫૫. સંયમ અને તપથી વાસિત એવા ગુરુ ગૌતમ, મૃગાપુત્ર લોઢિયાને જોઈને, જીવે બાંધેલાં કર્મોનો વિપાક કેવો હોય છે તે સમજી પોતે ચેત્યા અને બીજાઓને પણ ચેતવે છે. (૧). ગુરુ ગૌતમને જોઈને, અતિમુક્ત હરખંત; બાલ સંયમી કાઉસગે, કેવલનાણ લહંત. ૫૬. એક વાર ગોચરીએ નીકળેલા શ્રી ગૌતમ ગુરુને જોઈને અતિમુક્તક નામના બાળકને ખૂબ હર્ષ પ્રગટ્યો, તેણે બાલ્યવયે સંયમ લીધો, અને એક વાર ઈર્યાવહી કરતાં કાઉસ્સગ્નમાં કેવળજ્ઞાન મેળવ્યું. (૨). - ગૌતમને ઉદ્દેશીને, ઉત્તરાધ્યયને વીર; પ્રમાદ તજવાનું કહે, ગૌતમ ધીર ગંભીર. ૫૭. શ્રી ગૌતમને સંબોધીને ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રને વિષે ‘સમય ગોયમ મા પમાયએ—હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર.” એવો ઉપદેશ આપ્યો છે. શ્રી ગૌતમ ધીર અને ગંભીર હતા. (૩). અકદાગ્રહ તિમ સરલતા, ગૌતમમાં હદપાર; કેશી ગણધરને મળે, વિનય સાચવે સાર.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy