________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૩૪
યજ્ઞ યાગ બોલાવતા, જાએ દેશ વિદેશ; તે ગૌતમને વંદના, સુખિયો વિપ્રને વેશ. મહાયજ્ઞને માંડતો, સોમિલ બ્રાહ્મણ ખાસ; તે ગૌતમને વંદના, બોલાવે તિહાં તાસ.
તાસ સમોવડ જે બીજા હુતા દશ બ્રહ્મચાર; તે ગૌતમને વંદના, ભાવિ થયા ગણધાર.
દેવો નિહાળે ગગનમાં, સમવસરણમાં જાય; તે ગૌતમને વંદના, નરનારી ગુણ ગાય.
યજ્ઞમંડપ તજે માહરો, દેવો કિમ ભૂલ ખાય; તે ગૌતમને વંદના, અંગે ઊઠે લ્હાય.
કોણ છે એ ઇન્દ્રજાલિયો ? જેણે ભરમાવ્યો લોક; તે ગૌતમને વંદના, કરતા મનમાં શોક.
સર્વજ્ઞ બિરૂદ સુણી, ચઢતો હૈયે રોષ; તે ગૌતમને વંદના, પામશે આગે તોષ. રીસ કરે નહીં જે કદી, તોપણ ચઢિયો રોષ, તે ગૌતમને વંદના, કાળ તણો એ દોષ.
આમ એ ઊભો થયો, કરવા વી૨શું વાદ; તે ગૌતમને વંદના, ધરતો મન વિખવાદ. પંચશત શિષ્ય શું ચાલતો, ધરતી ધ્રુજાવે તામ; ગૌતમને વંદના, હૈયે છે અતિ હામ. એક વિચા૨ વાગોળતો, રસના કંઠૂજ વાઢ; તે ગૌતમને વંદના, વાદી લિપ્સા ગાઢ. બિરૂદાવલી પોકારતા, શિષ્યો ગુરુની વાહ; તે ગૌતમને વંદના, જસ આજાનુબાહ. સમવસરણમાં દેખતા ઋદ્ધિમાન ભગવંત; તે ગૌતમને વંદના, મનમાં છે હજુ તંત. ઇન્દ્રભૂતિ તું આવિયો, સુખપૂર્વક કે કેમ, તે ગૌતમને વંદના, બોલાવે વી૨ એમ.
સંશય મુજને જે રહ્યો, નિવારે માનું દેવ; તે ગૌતમને વંદના, ક૨શે ભાવિ સેવ.
જીવ સંશય તુજને રહ્યો, વીર વદે સુણ ભાય; તે ગૌતમને વંદના, સુણતાં સુખિયો થાય:
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૪૦.
૪૧.
[ ૨૬૫