________________
૨૬૪ ]
| [ મહામણિ ચિંતામણિ
અઢારમો ભવ પામિયા, વીર જિત વાસુદેવ; તે ગૌતમને વંદના, સારથિ બની કરે સેવ. ત્રિપૃષ્ઠ નિજ તાકાતથી, કરતો સિંહ બેહાલ; તે ગૌતમને વંદના, કરતો સિંહને વહાલ. ધરતી પર સિંહ તરફડે, માય વિણ હથિયાર તે ગૌતમને વંદના, સમજાવે ધરી પ્યાર. પશુમાં સિંહ, તેમ માનવે સિંહ સમજ તું તેહ, તે ગૌતમને વંદના, શાતા પમાડે જેહ. નેહ ધરીને નીરખતો, સારથિને વનરાજ તે ગૌતમને વંદના, સારે આતમ કાજ. ભવ પૂરણ કરી છૂટતા સારથિ ને હરિ ધીર; તે ગૌતમને વંદના, અંતે ગૌતમ વીર. જંબૂદ્વીપ દક્ષિણ ભારત, મગધ નામનો દેશ, તે ગૌતમને વંદના, જન્મે બ્રાહ્મણ વેશ. અવનીતલે વિખ્યાત છે, વસુભૂતિ નામે તાત, તે ગૌતમને વંદના, જેહની પૃથ્વી માત. બાલપણે વિદ્યા વિષે, જેહને છે અતિ રાગ; તે ગૌતમને વંદના, વેદવિશારદ બાગ. રૂપમાં જીતે કામદેવ, આંખે નહિ વિકાસ તે ગૌતમને વંદના, જાણે જગત અસાર. અગ્નિભૂતિ વાયુભૂતિ અનુજ થયા તસ દોય, તે ગૌતમને વંદના, જગમાં જોડી ન કોય. વેદ ભણ્યો વિદ્યા લહી, કરતો વાદ અનેક તે ગૌતમને વંદના, બ્રહ્મચારી રહ્યો છેક. ભણે-ભણાવે શિષ્યને, થયો જગમાં વિખ્યાત; તે ગૌતમને વંદના, શિવપુર ઘો મુજ તાત. અંતિમ ભવ દીક્ષા લિયે, વર્ધમાન જિનરાય, તે ગૌતમને વંદના, સોહે ભરે મહારાય. ફિલષ્ટ તપ કરી પામતા, વીર જિન કેવળજ્ઞાન; તે ગૌતમને વંદના, જેહની જગમાં શાન. જીવ તણી શંકા રહી, વેદ ભણાવે શિશ; તે ગૌતમને વંદના, રાખે નહીં કદી રીસ
-
-
--
-
---
---
--
-----