SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] વેદ અર્થ સુણી કરી, જેહને શ્રદ્ધા લાધ; તે ગૌતમને વંદના, બનતો વી૨નો સાધ. પ્રદક્ષિણા ત્રણ દેઈને, પામી ત્રિપદી ઉદાર; તે ગૌતમને વંદના, કરતો તસ વિસ્તાર. અંગ અગ્યાર બનાવિયાં, બારમે અંગે જાણ; તે ગૌતમને વંદના, પૂરવ ચઉદ વખાણ. પાંચસો વિદ્યાર્થી હતા, સઘળા દીક્ષિત સોય, તે ગૌતમને વંદના, બાંધવ તાર્યા દોય. સમવસરણમાં બેસીને, વિવિધ પ્રશ્ન પૂછનાર; તે ગૌતમને વંદના, કરતો જગ ઉપકાર. વિનય કરી અતિ ઊજલો, પ્રશ્ન પૂછે જગદીશ; તે ગૌતમને વંદના, ઉત્તર સુણે નામી શિષ. ઉત્તર પૂર્ણ થયે કહે, આણી મન આણંદ; તે ગૌતમને વંદના, સેવં ભત્તે જિણંદ. દીક્ષા દિનથી નિત કરે છઠ્ઠ પારણું ઉલ્લાસ; તે ગૌતમને વંદના, આણા શ્વાચ્છો શ્વાસ. ચાર જ્ઞાનનો ધણી છતાં, બાલક સમ જસ ચિત્ત; તે ગૌતમને વંદના, આપે શાશ્વત વિત્ત. જો ઉપયોગ મૂકે ગણિ, શંકા થાયે નિરાશ; તે ગૌતમને વંદના, એક જ વીરની આશ. શ્રીપાલ મયણાસુંદરી નવપદ ભક્તિ ખ્યાત; તે ગૌતમને વંદના, જેણે બતાવી વાત. લોકહિતના કારણે, વસિયા વી૨ વૈભા; તે ગૌતમને વંદના, ભેજે મગધ મોઝાર. રાજગિરિમાં આવિયા, વંદન શ્રેણિક રાય; તે ગૌતમને વંદના, દેશના દે સુખાય. આલંબન વિણ જીતવું, મનડું દુષ્કર જાણ; તે ગૌતમને વંદના, નવપદ માંહી તાણ. નવપદ આરાધન કરો, જેમ કરતો શ્રીપાલ; તે ગૌતમને વંદના, પૂછે શ્રેણિક ભૂપાલ. કોણ શ્રીપાલ ને કેમ કર્યું નવપદ આરાધન; તે ગૌતમને વંદના, ચરિત્ર કહે એક મન. [ મહામણિ ચિંતામણિ ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy