SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] [ મહામણિ ચિંતામણિ આ ગ્રંથ સમર્પિત છે. સાધના અને ભક્તિનું કેવું પ્રચંડ બળ છે જે સૃષ્ટિનાં શ્રેષ્ઠ ફળ ચપટી વગાડતાં લઈ લ્ય તે આ ગ્રંથમાં સત્ય સમજાવે છે ગૌતમ મહારાજા. વિશ્વની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ અને અનંત પુણ્યને વિશ્વતંત્રને દાનમાં દેનારા વંદનીય...પૂજનીય...સન્માનનીય. કીર્તનીય એવા ગણધર ગૌતમસ્વામીજી ભગવંતને કોટિ-કોટિ નમસ્કાર હોજો. આ ગ્રંથ-પ્રકાશન દ્વારા ગૌતમસ્વામીની લબ્ધિ જિહાં જિહાં દીજે દિકખ તિહાં તિહાં કેવલ ઉપજે–એ પ્રમાણે તમને, અમને, વાંચનારને, છાપનારને અને આ કાર્યમાં સહયોગી બનનાર સૌ કોઈને કૈવલ્ય આપનાર બને એવી અમારા મનમંદિરની ભાવના વ્યક્ત કરીએ છીએ. જિનશાસનને અનેરી શોભા આપી જનારા, તપ-ત્યાગના યુગને વિશ્વપ્રાંગણમાં પ્રવતવનારા, વિનયમાધુર્યના ભંડાર સમા ગૌતમસ્વામીજીની દિવ્ય જ્યોતિનો પ્રકાશ પાથરતું આ પ્રકાશન સૌના સહિયારા સહયોગથી પ્રગટ થઈ શકહ્યું છે તેનો મનમાં વિશેષ આનંદ છે. ખાસ કરીને પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. સા.ના અનન્ય ભક્ત અને શિષ્યરત્ન ! પૂ. પં. શ્રી વિમલસેનવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી નંદીભૂષણવિજયજી મહારાજશ્રીની આ પ્રકાશન માટેની અનન્ય લાગણી ભુલાય તેમ નથી. દક્ષિણની લાંબી વિહારયાત્રામાંથી પણ સતતપણે પત્રોથી બળ આપતા રહ્યાં છે. ગ્રંથનો દર્શન વિભાગ [ચિત્ર સંપુટ] જૈનોની પ્રાચીન સંસ્કારસંપદા, સંસ્કારભવ અને અનુપમ કલાવારસાનાં ગૌરવવંતાં મ્યુઝિયમો જે જૈન ઇતિહાસ, શિલ્પ, ચિત્ર અને લેખનકળાની પરંપરાને સતત સંરક્ષણ, સંવર્ધન કરવા કટિબદ્ધ છે. આ ગ્રંથમાં પ્રાચીન–અર્વાચીન અને વિવિધ માધ્યમો દ્વારા તૈયાર થયેલી મૂર્તિઓનાં કલાવિષયક ચિત્રો દર્શન વિભાગમાં ખાસ ધ્યાન ખેંચે છે. પાલીતાણાના ચંદ્રકાંત કચ્છીએ ફોટોગ્રાફી કામગીરીમાં તથા આર્ટવર્કમાં અનંતભાઈ ભાવસારે સારો સહ્યોગ આપેલ છે. હમણાં જ અમને સને. ૧૯૯૬ની સાલનું ગૌતમસ્વામીના મહિમાને વધારતું એક સુંદર બહુરંગી કેલેન્ડર મળ્યું છે જે અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર ખરતરગચ્છ મહાસંઘ (પૂર્વેક્ષત્ર) કલકત્તા તરફથી પેકો ઈન્ડસ્ટ્રીઝ અમદાવાદની શુભેચ્છાથી પ્રગટ થયું છે. હિન્દી વિભાગ : આજ સુધીમાં શ્રી ગૌતમસ્વામી ઉપર જે જીવનચરિત્રો પ્રગટ થયાં છે તેમાં એક ગૌતમસ્વામી”—જેના લેખક છે રતિલાલ દીપચંદ દેસાઈ અને તે ગુજરાતીમાં છે. જ્યારે બીજું એક પુસ્તક “રૂપૂતિ શૌતમ– અનુશીનન'—એ નામનું પુસ્તક સ્થાનકવાસી સંત શ્રી ગણેશ મુનિજી દ્વારા લખાયેલું છે જે હિન્દીમાં છે. હમણાં જ ગૌતમસ્વામી અંગેની એક સુંદર પુસ્તિકા અમદાવાદથી શ્રી કુમારપાળ દેસાઈ તથા એક પુસ્તિકા સુનંદાબહેન વોરાએ પ્રગટ કરેલ છે જે ગુજરાતીમાં છે. રાજસ્થાનમાંથી ગણધરવાદ ઉપરની એક પુસ્તિકા પૂ. આ. શ્રી સુશીલસૂરિજી મ. સાહેબે પણ પ્રગટ કરેલી છે જેમાં રાસ-અષ્ટક વગેરે ઠીક સામગ્રી સંકલન કરી છે. આ સિવાયના ગૌતમસ્વામી અંગેના કોઇ જીવનચરિત્રો સંદર્ભગ્રંથના રૂપમાં પ્રગટ થયાનું અમારા ખ્યાલમાં નથી–જ્યારે ગુરુ ગૌતમ વિષે લેખોના માધ્યમે ઘણું ઘણું પ્રગટ થયેલું છે તેમાં જેને સાપ્તાહિકના વિશેષાંક અને થાણાથી પ્રગટ થતા “શાશ્વતધર્મ” સામયિકનો ગૌતમસ્વામી અંગેનો વિશેષાંક ખાસ | ધ્યાન ખેંચે તેવો પ્રગટ થયેલ છે. ‘શાથતધર્મ'ના તંત્રી શ્રી જે. કે. સંઘવીએ ખૂબ જ લાગણી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy