SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૬૭ રાજના રાજકારણ અooo બતાવી છે. અને જેમ પ્રાચીન સાહિત્ય રચાયું છે તેમ વર્તમાનમાં ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ લખાયું છે અને તે તલસ્પર્શી અને મર્મયુક્ત પણ છે જ. આ હિન્દી સાહિત્યને પૂરો ન્યાય આપવાનું અમારી મર્યાદા બહાર હોય, તો પણ અલ્પ પ્રસાદીરૂપે થોડા લેખો પ્રગટ કરવાનું અમને જરૂરી લાગતાં અત્રે થોડા લેખો પ્રગટ કરીએ છીએ જેમાં ખરેખર તો જ્ઞાનબોધની ગરિમાનું દર્શન થાય છે. આ હિન્દી વિભાગમાં લબ્ધિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત આ. શ્રી રાજયશસૂરિજી મહારાજશ્રીએ ગૌતમસ્વામી પાસે ખરેખર તો આપણે શું માગવાનું છે તે સંબંધે આ હિન્દી વિભાગમાં તેમના પ્રથમ લેખમાં સ્પષ્ટ વિધાન કર્યું છે. અમારા આ અગાઉના સંપાદિત શ્રી પદ્માવતી ગ્રંથમાં પૂજ્યશ્રીએ પ્રેરણા કરીને સિકન્દ્રાબાદ જૈન સંઘનો સહયોગ અપાવી અમારા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. શક્તિ-સાધનાના સંદર્ભમાં આ પ્રકાશન ખૂબ જ લોકપ્રિય બન્યું–તે પછી આ ગ્રંથની બીજી આવૃત્તિ સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજની પ્રેરણાથી મુંબઈ વાલકેશ્વરના શ્રી આદિનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના સહયોગથી પ્રગટ થયેલ. આ હિન્દી વિભાગમાં ઇન્દ્રભૂતિ ગૌતમ અવિવાહિત હતા કે વિવાહિત હતા તેની | સંશોધનાત્મક માહિતી ઉપરાંત ગુરુ ગૌતમસ્વામીના જીવનની મહત્ત્વની ઘટનાઓનું સ-રસ નિરૂપણ વિદ્વાન મુનિવર્યશ્રી ઋષભચંદ્રવિજયજી મહારાજના લેખમાં જોવા મળે છે. નિત્ય પ્રભાતે શ્રી ગૌતમસ્વામીનું નામ લઇને દિનચર્યા શરૂ કરવાથી આખો દિવસ નિર્વિને સુખરૂપ આનંદમય પસાર થાય છે એવું જે સાક્ષરોનું વિધાન છે તેનું રહસ્ય એ છે કે દેવાધિદેવના થઈને જીવો, એમની આજ્ઞામાં જીવો, ઉત્કૃષ્ટ ગુણવાનનો સત્કાર કરવાપૂર્વક જીવો અને પોતાની અલ્પતાનો હંમેશાં એકરારપૂર્વક જીવો. પરમાત્મા મહાવીરે આત્માની બાબતની શંકાનું સમાધાન કર્યું અને ત્યાં જ ઇન્દ્રભૂતિએ પ્રભુ વીરનું શિષ્યત્વ સ્વીકારી લીધું. પરમાત્મા મહાવીર અને ઇન્દ્રભૂતિ વચ્ચેના સંવાદનો સારાંશ “પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર” નામના લેખમાં યોગ્ય રીતે પ્રસ્તુત છે. મનમાં જો ભાવના રમતી હોય તો ગુણ અને ગુણીના દર્શન થયા વગર રહેતા જ નથી એ વાતને પૂ. રમેશ મુનિજીએ સુંદર રીતે રજૂ કરી છે. “અહંથી અહીં સુધી” લેખમાં પણ પૂ. મુનિશ્રી દિવ્યરત્નસાગરજી મહારાજશ્રીએ લખેલી એવી જ વાત વાંચવા મળશે. અહંકારના ત્રાસમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે : પ્રકાશની પ્રાપ્તિ! પાપના ત્રાસમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, સબુદ્ધિની માલિકી! બસ જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારની હાજરીનો સંભવ નથી. અહં એ ખરેખર અંધકાર છે. અહં એ પ્રકાશ છે. ગણધર ગૌતમસ્વામી ૧૪ પૂર્વના જ્ઞાતા હતા છતાં વિનમ્રભાવે તેમણે પ્રશ્નો પ્રભુને જ પૂક્યા છે. બંને વચ્ચેનો વાર્તાલાપ ભગવતી સૂત્રમાં સુંદર રીતે સંકલિત થયેલો છે. આપણા વિચારતંત્રમાંથી જ્યારે સર્વ પ્રકારની અશુદ્ધિઓ ચાલી જાય છે ત્યારે બાહ્ય વિશ્વ અને તેને આવરી લેતી તમામ પરિસ્થિતિઓનું વાસ્તવિક ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. પાપોનું મૂળ અજ્ઞાન છે, મિથ્યા વિચારણા છે. આ વિચારણાને સત્યનો સ્પર્શ થાય ત્યારે બધાં જ દષ્ટિબિંદુઓ બદલાઈ જાય છે. ભૂલો અદશ્ય થાય છે અને સત્ય આપણામાં પરિણામ પામે છે. આ જ ભૂમિકામાં શ્રી ગૌતમસ્વામીજી પહોંચ્યા છે.....સત્યનો સ્પર્શ થતાં જ તેમનો રાહ બદલાઈ ગયો. આપણે કઈ વસ્તુનો સંગ્રહ કરીશું? વસ્તુ માત્ર ક્ષણજીવી અને નાશવંત છે. કયા સંબંધો માટે ખૂરશો? સંબંધો પણ માત્ર તકલાદી અને કામચલાઉ છે. આજના વ્યવહારો પણ સગવડીયા અને સ્વાર્થી બની ગયાં છે. સંગ્રહ અને સંબંધ માટે મનનીય પ્રેરણા આપણને મળે છે ગૌતમના હહહહહહતooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooAહતતતતતતતતતતતતતતconnessessmente ગામડા ના 000ાઇકબાજર૦૦૦ બાબા રામબooooooooo નાનકડા મામ મામા ભાવમાછons
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy