SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૬૫ પ્રાચીન હસ્તપ્રતોનાં-છૂટાં છવાયાં પાનાંઓમાં આવો એક મંત્ર વિધિ અનંતલબ્ધિનિધાન ગણધર શ્રી ગૌતમસ્વામી સંબંધી જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે. || || શ્રી ગૌતમસ્વામી મંત્ર ખાપ વીધી [વિધિ] નિષ્યતે। યથા તંત્ર મંત્રાક્ષરાળી [fr] સેવા ।। ॐ नमो भगवओ गोअमस्स सिद्धस्स बुद्धस्स अक्खीण महाणस श्रियमानय आनय पूर पूरय स्वाहा । पूर्व दिसा सामुं बेसई, सामुं ए पट तथा पार्श्वनाथ नई प्रतिमा मांडइ । धृतनो दीवो कीजई । अखंड तंदुलइ दी [ दिन रात्रि थई साडा बार हजार जाइनां फूल सहित गणवो । अहोनिशि अगरधूप उखेवरं । स्त्री न जोवरं । पवित्र दशीया वट सहित वस्त्र पहिरई, छठ्ठ करीइं । पछे सवत्सा गायना दूधनइं खीर, ते तंदुलनई रंधावीं पारणं करवुं । लक्ष्मी संपद्यते, सत्य आम्नाय छै । આ સિવાય પ્રાચીન હસ્તપ્રતોનો વ્યવસ્થિત અભ્યાસ કરી શ્રી ગૌતમસ્વામી વિષયક અન્ય વિવિધ મંત્રકલ્પ પણ તૈયા૨ કરી શકાય, ફક્ત જરૂર આ વિષયમાં સ્સ ધરાવનાર સંશોધક વિદ્વાનની. અત્યારે અહીં ફક્ત આટલો નિર્દેશ કરી પૂર્ણવિરામ મૂકું છું. અમદાવાદ ભાનુપ્રભા જૈન સેનેટોરિયમના સ્થાપક પ. પૂ. આ. શ્રી વિજયભાનુચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર થયેલું મંત્ર-તંત્ર સંબંધેનું ઘણું સાહિત્ય તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી સુબોધવિજયજી મહારાજશ્રી પાસેથી મળી શકે તેમ છે. પૂજ્યશ્રીએ આ પ્રકાશનને ઘણું બળ આપ્યું છે. ગૌતમસ્વામીના પ્રસ્તુત ગ્રંથમણિની સમીક્ષા : મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી વિષેના આ ગ્રંથ વિષે બે શબ્દ : અનંત લબ્ધિઓના નિધાન, પ્રાતઃસ્મરણીય, સર્વમંગલ નિધાન, સર્વેષ્ટપ્રદાતા, સર્વવિઘ્નહર, સર્વાપિિનવારક શ્રી ગુરુ ગૌતમસ્વામીનાં શ્રીપાદયુગલનાં નત મસ્તક અંજલિભાવાર્ચનરૂપ આ ગ્રંથનું પ્રકાશન ચોવીશે તીર્થંકરો, મા શ્રી પદ્માવતી અને અને ગૌતમ ગુરુદેવના અનંત અનુગ્રહ રૂપે થઇ રહ્યું છે. જિનશાસનના અનંત ઉપકારી પરમ પૂજ્ય અનેક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો—–ઉપાધ્યાય— સાધુ-સાધ્વી ભગવંતોની પરમ કૃપાવષિથી આ કઠિન કાર્ય સિદ્ધ થઇ રહ્યું છે. અનેક આચાર્ય ભગવંતો, મહામનીષિ વિદ્વાનો, જિનશાસનના અને અન્યધર્માવલંબી છતાં જિનશાસન અને દર્શનના અભિજ્ઞ તજ્જ્ઞોના સારસ્વત પરિશ્રમનો આ પુણ્યપરિપાક છે. આ ગ્રંથના વિવિધ વિભાગોમાં શ્રી ગુરુ ગૌતમસ્વામીના જીવન—દર્શન—ગણધરવાદ વગેરે વિષયો પરના અનેક લેખો સમાવિષ્ટ થયાં છે. ચરિત્રવર્ણનો, પ્રસંગિક આલેખનો, ગુણાનુવાદો, આગમોના આધારે જીવનલીલા-નિરૂપણો, પ્રતિભા-આવિષ્કારો, સ્તોત્રો મંત્રો—સ્તુતિઓ, ગૌતમરાસ વગેરે રચનાઓ, ગૌતમ પ્રભુના વાઙમયની સમીક્ષાઓ, શ્રી ગૌતમસ્વામીનાં પ્રાતઃસ્મરણો, મંગલ ગાનો, વિવિધ પ્રદેશોમાં વિરાજતી પ્રતિમાઓનાં વિવિધરંગી ચિત્રો, આકૃતિઓ, વર્ણનો, શ્રી ગુરુ ગૌતમ આરાધનાઓ,—આ બધી સામગ્રીઓ તજ્જો અને સાક્ષરોના સહયોગથી સંકલિત છે. જિનશાસનના પ્રબુદ્ધ પ્રભાપુંજના જ્યોતિર્ધરોનાં શ્રીચરણોમાં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy