SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] ‘‘ગૌતમ’' નામનો અપાર મહિમા : ચરમ તીર્થંકર ક્ષમાશ્રમણ ભગવાન મહાવીરપ્રભુ જેમને ‘ગોયમ્, ગોયમ્’એમ અમૃતનિસ્યંદિની દિવ્ય વાણીથી વારંવાર બોલાવે—સંબોધે તેમનો નામમહિમા કેવો ભવ્યાતિભવ્ય હોય ? નૌ કામધેનુ, ત = કલ્પતરુ, મ = ચિંતામણિ—આવા ત્રિવિધ સામર્થ્યવાળું મધુર મંગલ નામ જેમનું છે તે નામ કેમ મહિમાવંત ન હોય ? પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયપ્રભવિનયજી મહારાજ ગૌતમરાસ'માં કહે છે : = [ મહામણિ ચિંતામણિ चिन्तामणि कर चढीयउ आज, सुरतरुसारे वंछिय काज, कामकुम्भ सहु वश हुआ, कामगवी पूरइ मन - कामिय अष्टमहासिद्धि आवय धामिय, सामी गोयम अनुसरउ ए ॥ ४२ ॥ તેઓશ્રી વધુમાં જણાવે છે : “ૐ હ્રી શ્રી અરિહંત વખ્તાય શ્રી ગૌતમસ્વામિને નમઃ ।'' આ મંત્રરાજના અહર્નિશ સમ્યક્ જાપથી સર્વ મનોવાંછિત પરિપૂર્ણ થાય છે તથા અજ્ઞાત કવિ રચિત શ્લોકમાં જણાવાયું છે કે— यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्तिभिक्षा भ्रमणस्य काले । मिष्टान्न पानाबरं पूर्णकामाः, स गौतमो यच्छतु वाञ्छितं मे ।। જૈનશાસનના ગીતાર્થો-મુનિભગવંતો ગોચરી માટે નીકળતા સમયે ગૌતમસ્વામીનું નામ લઈને નીકળે છે તેને શું શું મળે છે તે અડધા શ્લોકમાં વિવરણ કર્યું છે. આમ, ગુરુ ગૌતમસ્વામીનો મહિમા—પ્રભાવ ઘણો જ વ્યાપક અને ઉપકારક છે. પ્રસ્તુત ગ્રંથની પૂર્વભૂમિકા : પાયામાં અસ્મિતા ગ્રંથશ્રેણીના ત્રણ દાયકાનો અનુભવ વિરાટ વ્યક્તિત્વનું વિશ્વને દર્શન કરાવવા વામન તૈયાર થાય ત્યારે હાસ્યાસ્પદ બને તેમ ગાગરમાં સાગર સમાવવા તૈયાર થનાર અમે આ ગ્રંથ-પ્રકાશન અમારી મર્યાદા અને ટાંચા સાધનો સંબંધે કેટલીક ભૂમિકા રજૂ કરતાં પહેલાં સૌપ્રથમ જેમનું નામસ્મરણ પણ કલ્યાણકારી છે તેવા ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીને અગણિત વંદના કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથનું સર્વગ્રાહી પ્રકાશન આપ સૌના હાથમાં આવી રહ્યું છે ત્યારે આ ગ્રંથરત્નની પ્રેરણા કરનાર તથા અન્ય સૂચનો કરનારનો ઉપકાર યાદ ન કરું તો નગુણો ગણાઉં. આવા માહિતીસભર ગ્રંથ-પ્રકાશનનું સંકલન-સંપાદન કરવામાં સંપાદક પાસે બધી જ અનુકૂળતા અને બધી જ સામગ્રી હોય તો પણ કેવી અને કેટલી મુશ્કેલી પડે છે તે તો આવાં સાહસ કરતા હોય તેમને જ ખબર પડે. હું પોતે સંસ્કૃત-પ્રાકૃતનો કોઇ સાક્ષર નથી—મારી પાસે તારવણી કરીને મૂકી શકાય એટલી સામગ્રી પણ નહોતી. જૈન સાહિત્યમાં ગણધર શ્રી ગૌતમસ્વામીજી અંગે શું સાહિત્ય છે? ગદ્યમાં શું છે? પદ્યમાં શું છે ? આ સંબંધે મનમાં કોઇ સ્પષ્ટ ચિત્ર નહોતું. તેમ છતાં હિન્દુસ્તાન શોધવા નીકળેલા કોલંબસ પાસે જેમ માત્ર નામ હતું અને સામે અફાટ સાગર હતો તેમ મારી પાસે પૂ. સૂરિવર્યોના આશીવિંદ હતા અને વડીલોનાં સૂચનો હતાં, અને હૈયામાં ‘ગૌતમ’ શબ્દ રમતો હતો અને સંપાદનકાર્યનો વર્ષોનો વિશાળ અનુભવ હતો. મારું તો એ મોટું પરમ સદ્ભાગ્ય સમજું છું કે જેમને હસ્તે થતી દીક્ષા દીક્ષિતને કૈવલ્ય પ્રાપ્ત કરાવે તેવા જિન-શાસનના અપ્રતિમ લબ્ધિધારી ગણધર ભગવંતની
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy