SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૪૫ મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી પુરોવચન સિંપાદકીય નોધ –નંદલાલ દેવલુક श्री वर्धमानात् त्रिपदीमवाप्य मुहूर्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वाच्छितं मे ॥ खंतिखमं गुणकलियं सव्वलद्धिसम्पन्न । वीरस्स पढमं सीसं गोयमसामि नमसामि ।। સર્વમંગલાધિષ્ઠાતાવિહ્નોપદ્રવશામક ગૌતમપ્રભુ : કોઈ પણ શુભ મંગળ કાર્યમાં–પછી તે લૌકિક હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, પૂર્વભવકૃત ઘાતકમનાં પરિણામો તેમાં વિઘ્નો-ઉપદ્રવો અશાંતિ અને અડચણો ઊભાં ન કરે તે માટે “ક્તમવરીય શિષ્ટ વારવિષયાવાતુ તઘ માડી, મધ્યે મત્તે ’’–આરંભ, મધ્ય અને અંતમાં ભાવથી મંગલાચરણ કરવું એવી શાસ્ત્રીય પરિપાટી છે. જે સર્વ મંગલોના સ્વામી હોય કે સર્વ વિઘ્નો, ઉપદ્રવો, બાધાઓ અંતરાયો દૂર કરી શકે તેવું ગજબનું સામર્થ્ય જેમનામાં હોય તેમનું જ સ્મરણ કરવાથી તેમને ભાવભરી વંદના સમર્પવાથી કાર્યોની નિર્વિઘ્નતાએ સિદ્ધિ સંભવે જ. એટલે કોને પ્રથમ સ્મરવા ? કોને વંદવા ? એટલો સામાન્ય વિવેક દરેક મનુષ્યમાં હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે. બીજો નિયમ એ કે ઈષ્ટદેવને સ્મરી, વંદી મંગલાભિષ્ટ કરાય. જે દેવમાં આપણને શ્રદ્ધા-ભક્તિ, ભાવના, પ્રીતિ નથી તેમનું સ્મરણ કરવાથી શું પ્રયોજન? આર્યાવર્તની ગૌરવવંતી આ ભૂમિ ઉપર જે જે અસંખ્ય મહાપુરુષોનાં પાવન પગલાં મંડાયાં એ સર્વ વંદનીય વિભૂતિઓને અને સૌ પ્રથમ વીતરાગી દેવોને પંચાંગ પ્રણિપાત કરું છું. જાગૃત શાસનદેવતાઓને વંદન કરું છું, શાસનદેવી પદ્માવતીજી અને અન્ય દેવદેવીઓને સ્તવી, ધ્યાન ધરી તેમની વિશેષ સહાય ઇચ્છું છું. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે અનન્ત લબ્લિનિધાન, ભગવાન મહાવીર પ્રભુના પરમ પટ્ટધર–“Tછે વાકૃતં યસ્ય યશ્ચ સર્વોથઃ | માર: સર્વતશ્ચિનાં વજે તે ગૌતમ પ્રમુમ્ II” એ જ પરમ સાર્થકતા છે. સર્વ મંગલ–સવશાપરિપૂરક, સવરિષ્ટપ્રણાશક, સવ ભિષ્ટદાયક કલ્યાણગુણનિધિ ગૌતમસ્વામીનું ચરિત્ર, એમનું પાપનાશક નામ જ શ્રીગણેશ સમું સર્વજવંદ્ય સર્વજનપૂજ્ય છે. ભગવાન તીર્થંકરોના નામસ્મરણ જેવું જ ગૌરવશાળી નામ–પૂજન–વંદન ગણધર ગૌતમસ્વામીનું છે એ વાત જૈન દર્શનમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આચાર્ય શ્રમણ કેશીકુમાર જેમને “સંશયાતીત સર્વશ્રતમદોધ' કહી બહુમાન અર્પે અને પરવર્તી આચાર્યગણ જેમને “સંપૂર્ણ મરણ પ્રાશ, સમસ્તામઇ પરિપૂર યોગીન્દ્ર, મવવિષ્યહારી, પ્રાતઃ સ્મરણીય' માને છે તેમનો આ મહિમા સાર્વત્રિક. સાર્વભૌમ છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy