SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૪૭ યશોગાથાના ગ્રંથમાં મારા મન, વચન અને કાયાના યોગ દ્રારા કિંચિત કાર્યમાં હું નિમિત્ત બની શક્યો છું. કલાસ્થાપત્યના ધ્વજધારીસમા તીર્થાધિરાજ શત્રુંજય મંદિરોનું નગર પાલીતાણા, જે પવિત્ર ભૂમિમાં આ શરીર જમ્મુ અને પોષાયું અને મારાં માતાપિતા પાસેથી ધર્મસંસ્કારનાં પાન પીધાં. બાલ્યકાળના એ સોનેરી દિવસો દરમ્યાન સાહિત્યની સરવાણી ઝીલીને પછી યુવાન વયે તાલધ્વજગિરિની ગિરિકંદરાઓ વચ્ચે રાષ્ટ્રીયતાના આદર્શ વિચારો ઝીલ્યા, જાહેર જીવનમાં ઠીક સમય કામ કર્યું. વર્ષો પહેલાં વિશાળ વિસ્તૃત ફલક ઉપર એક નવી જ ક્ષિતિજ દોરીને પુરુષાર્થની એક નવી કેડી કંડારવાની મનમાં ચિનગારી પ્રગટી. ત્રણ દાયકામાં તેર જેટલા સંદર્ભગ્રંથોનું યશસ્વી પ્રકાશનકાર્ય થયું, જેમાં માનવીય સંસ્કારસૌરભની અસ્મિતાની સભાનતા અને તેનું રસદર્શન કરાવવાનો નમ્ર પ્રયાસ થયો છે. આ ભૂમિનાં જૂનાં સાંસ્કૃતિક મૂલ્યો, રખરખાવટ, ભૂમિની ભૌગોલિક વિશિષ્ટતાઓ, નૈસર્ગિક દશ્યો, વનશ્રી, ભાષાઓ, પુરાતન અવશેષો, રહેણીકહેણી, રીતરિવાજોનું વૈવિધ્ય, શિરકલગી સમાં મનોહર દેવમંદિરો જેવા પ્રાચીન વૈભવ-વારસાને ગ્રંથસ્થ કરવાનું બહુ મોટું કામ હાથમાં લીધું. ત્રણ દાયકામાં એવાં કેટલાંયે જ્ઞાનદક્ષ સંતરત્નો અને વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના સંપર્કમાં આવવાનું બન્યું જ્યાંથી હંમેશાં સદાકાળ મીઠા સ્નેહજળ અને અમૃતસમા આતિથ્યનું કોપરું જ પામવા મળ્યું. આ ધરતી ઉપર અનેક શીતલ અને સુમધુર જીવનઝરણાં વહ્યાં છે જેઓએ એક માત્ર શ્રદ્ધાના બળે અંધકારને ઉલેચ્યા છે, પોતાના તેજ-ઝબકારથી શાસન અને સમાજને એક અનોખી પ્રભા આપી છે. હૈયાની સુવાસથી મઘમઘતા અનેક માનવપુરુષોએ દેશ અને દુનિયાના ચોકમાં સ્નેહ અને બિરાદરીનો પમરાટ પ્રસરાવ્યો છે. જિજ્ઞાસુઓ અને રસજ્ઞોને જ્યાંથી ફૂર્તિ, ચેતના અને પ્રેરણાનું પુષ્કળ ભાથું મળી રહે એવી પ્રતિભાઓને આ ભૂમિની અસ્મિતાના સબળ સત્ત્વને સૌંદર્યમંડિત કર્યું છે. આ ભૂમિમાં અનેક ધર્મસંપ્રદાયો ઉદય પામ્યા અને પાંગય. અવશેષો, સ્મારકો, જ્ઞાનવિજ્ઞાનની સિદ્ધિઓ ઉષઃકાળથી માંડીને વર્તમાન સમય સુધીના કાળનું વિવિધ વિષયો દ્વારા આ ભૂમિનું વિરાટ દર્શન અસ્મિતા ગ્રંથશ્રેણી દ્વારા કરાવવાનો નમ્ર પ્રયાસ થયો અને તેમાંથી જ જૈન સંદર્ભસાહિત્યમાં ચંચુપાત કરવાની વિશેષ પ્રેરણા મળી. જો કે જૈન સમાજ સાથેનો અમારી પેઢીઓ જૂનો સંબંધ તો હતો જ. મારા પિતાશ્રી ભગુભાઈ અને વડીલ બંધુ બાલુભાઈ પાસેથી બચપણમાં ઘણું ઘણું જાણવા-સમજવા મળ્યું એ જ્ઞાન-માહિતીનો આ તકે યોગ્ય ઉપયોગ થઈ શક્યો. મારા પિતાશ્રી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાધુસંતોની સેવામાં વ્યસ્ત હતા. એ પ્રસંગો અને ઘટનાઓએ મારી જીવનમાંડણીમાં વિવિધ રંગો પૂર્યા છે તેનો પણ જીવનમાં ખૂબ આનંદ છે. માનવજીવનની તવારીખમાં નૂતન વર્ષની અનેક ઉષાઓ ઊગી અને આથમી, અને આ વણઝાર તો નિરંતર વહેતી રહેવાની જ, પણ તેના પાયામાં ધર્મવારસાના અહીંતહીં જે જે અમૃતબિંદુઓ પડ્યાં છે તેને શોધીને અત્રે મૂકવાનો નમ્ર પ્રયાસ થયો છે. ' વિવિધ પાસાંઓનું તત્ત્વાન્વેષણT કલમના ટાંકણે, શબ્દના ફલક ઉપર અમે ગૌતમસ્વામીજીના જીવન દર્શનને કંડારવાનો પ્રયત્ન કર્યો છે. તેમના વિવિધ ઐશ્વર્યોની, જ્ઞાનવિકાસની યાત્રાની, પ્રજ્ઞાની, લબ્ધિઓ અને સિદ્ધિઓનાં અતલ રહસ્યોની, દેવો અને દિવ્ય જગતની વિવિધ માન્યતાઓની ગંભીર ચર્ચા કરતા વિભાગવાર વિષયો દ્વારા એ બધું અત્રે પ્રસ્તુત છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy