SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ પરિશિષ્ટ [ પ્રાચીન ની ૧ લી સદી કે તે અરસામાં થયો હશે. આ બધા પુરાવાને એકત્રિત કરીને ગૂંથવામાં આવે તો એક જ સાર નીકળી શકશે કે અમરાવતી સ્તૂપ જૈનધર્મનું જ સ્મારક છે. એટલે આ ચરણપાદુકાવાળાં બંને દસ્ય બદ્ધનાં નથી પરંતુ જેનાં છે એમ સાબિત થયું ગણાશે. ચરણપાદુકાઓ અને આવાં દશ્યને વિદ્વાન ભલે બૌદ્ધધર્મનાં જણાવે છે છતાંયે તે સંબંધી તેમણે દર્શાવેલા વિચારે આપણે જાણવા જેવી છે. કોતરકામની ઓળખના ઊંડા અભ્યાસી અને તે બાબતમાં જેમણે બે મેટાં પુસ્તકે બહાર પાડવાં તથા જે એક સત્તાસમાન લેખાય છે તેવા મિ. જેમ્સ કરડ્યુસન જણાવે છે કે ૧૦ As repeatedly mentioned, there is as little trace of any image of Buddha or Buddhist figure being set up for worship, much before the Christian Era વારંવાર કહેવામાં આવ્યું છે તેમ, બુદ્ધદેવની કઈ મૂર્તિની અથવા બૌદ્ધધર્મને લગતી કેઈ આકૃતિની, ઈ. સ.ને આરંભ થયો તે પહેલાં લાંબા કાળે પૂજા નિમિત્તે સ્થાપના થઈ હોય, તેને જરા પણ ચિન્હ કે નિશાની મળી આવતી નથી. મતલબ કહેવાની એ છે કે, ઈસવી સનને આરંભ થયો ત્યાં સુધી તે બૌદ્ધધર્મમાં કોઈ આકૃતિ કે પ્રતિમા જેવું પૂજનને માટે હતું જ નહીં. અથવા બીજા શબ્દોમાં કહીએ તે એવી મતલબ થઈ કે, ઈસવીના શકનો આરંભ થયો તે પૂર્વે બૌદ્ધધર્મીઓમાં પૂજન માટે કેઈ જાતની પ્રતિમા કે આકૃતિ નહોતી જ; હેય તે યે હજુ ચરણ કે પાદુકા હોવા સંભવ છે. જ્યારે ઉપરનાં ચારે દશ્યોમાં નહપાણ, ગતમીપુત્ર, સંકિસા અને તિરહુટ સ્તંભમાં) તે આકૃતિઓ સ્થાપન થયાની જ સ્થિતિ બતાવી છે. એટલે તેમના શબ્દથી જ સિદ્ધ થયું કે આ સ્તંભને શ્રાદ્ધધર્મ સાથે લાગતું વળગતું નથી. બ્રહની મૂર્તિ સંબંધી જેમ આ વિદ્વાનો મત પડયો છે તે જ પ્રમાણે તેવા એક બીજા વિદ્વાને ભારહત સ્તૂપ કે જે અત્યારે મોટા ભાગે શ્રાદ્ધધર્મનું સ્મારક હોવાનું મનાઈ રહ્યું છે તેમાંના કેટલાંક ચિત્રો ઉપરથી પિતાને મત રજુ કરતાં જણાવ્યું છે કે, “As usual, the Buddha himself is not delineated at the Bharhuta Stupa=હમેશની પેઠે ભારહુત સ્વપમાં બુદ્ધદેવની આકૃતિ–રેખાચિત્ર પાડવામાં આવ્યું નથી” એટલે તેમના કહેવાનો મતલબ એમ છે કે, જ્યાં જ્યાં બુદ્ધદેવ (બૌદ્ધધર્મ સંબંધી) સંબંધી સ્મારક કરવું હોય અથવા તેમની સ્થાપના બતાવવી હેય–તેમનું પ્રતિબિંબ દર્શાવવું હોય, ત્યાં ત્યાં હમેશાં, મૂર્તિ રૂપે જ તે ખડું કરાય છે; જ્યારે ભારહુતના સ્વપમાં તેમ કરવામાં આવ્યું દેખાતું જ નથી. તાત્પર્ય કે ભારતને સ્તૂપને બીજાએ ભલે બૌદ્ધધર્મના ઘાતક તરીકે લેખતા હશે, પરંતુ પિતાને તે બાબતમાં શંકા ઉદભવી છે; કેમકે જો તે ધર્મનું સ્થાન તે હોત તો. હમેશની પ્રણાલિકા મુજબ તે સ્થાને બુદ્ધદેવની પ્રતિમા જ પધરાવી હેત; નહીં કે ચરણ પાદુકા. આ કારણથી પિતે તે ભારહતના સ્થાનને બોદ્ધસ્થાન લેખતા અચકાય છે. ઉપરમાં રજુ કરેલાં છ એ દષ્ટાંતે વિધાની માન્યતા પ્રમાણે બૈદ્ધધર્મનાં ઘાતક નથી, પરંતુ જૈન ધર્મનાં તે સ્મરણ ચિન્હ છે એમ આપણે દાખલા દલીલોથી પુરવાર કરી બતાવ્યું છે. વળી આગળ પાછળના સંજોગો અને હકીકતને આધારે તે બધું કહેવામાં આવ્યું છે એટલે તેમાં શંકાને સ્થાન પણ રહેતું નથી. છતાં કઈને એમ શંકા ઉદ્દભવે કે, આ બધા પુરાવા અને તેમાં કરેલી ચર્ચા પક્ષ-Indirectજેવી કહેવાય, તેના કરતાં જો પ્રત્યક્ષ-direct-પુરાવા તે માટેના મળી આવે, અથવા રજુ કરાય તો તે વિશેષ વજનદાર કહેવાય. તેથી તેમનાં મનનું સમાધાન કરવા માટે એર બીજાં બે દશ્ય રજુ કરીશું. (૧૦) જુએ હિ. ઈ. ઈ. આ. પુ. ૧, પૃ. ૧૨૨. (૧૩) બુ. ઈં. ૫, ૧૫.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy