SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ હતાં. (ભલે આ સમયબાદ અનેક ધર્મકાંતિઓના સમયે તેનું અનુકરણ અન્યધમીઓએ કરી વળ્યું હોય તે વસ્તુ જુદી છે) એટલે આ નિયમ-સિદ્ધાંતને આપણે તે ધર્મનાં દશ્યોનું રહસ્ય ઉકલનાર એક ચાવીરૂપ ગણીશું. - હવે બીજાં બે દષ્ટાંત લઈશું. સંકિસા અને તિરહુટ પીલર્સ (જુઓ ચિત્ર આકૃતિ નં. ૪૯ તથા પ૦). આ બન્નેને વિદ્વાનોએ બૌદ્ધધમાં જાહેર કર્યા છે. પરંતુ આમાંનો તિરહુટસ્તંભ તે સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; તેની ટોચે સિંહાકૃતિ પણ છે. સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પુરવાર કરી અપાયું છે કે તે રાજા જૈનધર્મો હતો અને તેણે પિતાના ધર્મના છેલ્લા પ્રવર્તક શ્રી મહાવીરના જીવનમાંના અમુક પ્રસંગને અંગે ત્યાં સ્તંભ ઉભો કરાવ્યો હતે. વળી તે મહાવીરનું ઓળખ ચિન્હ-લંછન, સિંહ હાઈને તેણે તે સ્તંભના શિરાભાગે ગોઠવી દીધો છે. મતલબ કે તિરહુટ સ્તંભ જેનેને છે. તેવી જ રીતે સંકિસા પીલરનું પણ સમજવું. ફેર એટલો જ કે, આ સ્તંભની ટોચે હાથી છે. અલબત આ હાથીનું માથું ખંડિત થયેલું હોવાથી માત્ર ધડ જ ઉભું રહેલું દેખાય છે. પરંતુ તેનું ચિત્ર એવા પ્રકારે લેવાયેલું છે કે ઘણું ઘણું વિદ્વાનોએ તેને સિંહ જ માની લીધો હતે. હવે તે ભ્રમ નીકળી ગયો છે અને તે હાથી જ છે એમ સ્પષ્ટ થયું છે. આ હાથીના ચિન્હને પણ જૈનધર્મ સાથે જ સંબંધ છે. તેની સાથે બૌદ્ધધમને શું સંબંધ હોઈ શકે તે અમારી જાણમાં નથી. હોય તો તે ઉપર કેઈ સજજન જરૂર પ્રકાશ પાડે એમ આપણે ઈચ્છીશું. એટલે હવે સમજવું રહે છે કે આ બન્ને સ્તંભ પણ જેનધર્મને જ લગતા છે. ઉપરમાં સ્તંભેની હકીકત તપાસી છે. હવે ચરણ પાદુકા હોય તેવાં દશ્યની હકીકત વિચારીએ. તે માટે બે ચિત્રો રજુ કર્યો છે. તે બને આ પુસ્તકના મુખપૃષ્ઠ જોડેલ છે. આ બન્ને ચિત્રોનું પ્રાપ્તિસ્થાન અમરાવતી સ્તૂપ નામે ઓળખાતે ટેપ, જે ઠેકાણેથી મળી આવ્યો છે તે જ છે; અથવા એમ કહે કે તે સ્વપના જ આ અંશ છે. આ અમરાવતી સ્તૂપને મહાવિજયપ્રાસાદ કહેવાય છે; તેમજ હાથીગુંસાના લેખથી હવે સાબિત થઈ ગયું છે કે તે રાજા ખારવેલે બંધાવ્યો છે. એટલે કે આ અમરાવતી સ્ત૫ તથા તેનું સ્થાન જેનધર્મનું જ સ્થાન છે. વળી પુ. ૧ પૃ. ૧૫૦ થી આગળના વર્ણને આપણે સાબિત કરી ગયા છીએ કે આ સ્થાને ઈ. સ. પૂ. ૫૮૦ગ્ન સમયમાં બેન્નાતટનગર નામનું મહા સમૃદ્ધિવાળું અને શ્રીમંત જૈન વેપારીઓથી વસેલું શહેર આવી રહ્યું હતું; અનુમાન થાય છે કે આ શહેરનો નાશ ઈ.સ.પુ.. આ સ્તંભને અત્યાર સુધી બૌદ્ધધર્મના મનાયા છે એટલે આ પશુઓના ચિન્હોને બૌદ્ધધર્મ સાથે શું સંબંધ છે તે જાણવાની દરેકને ઈચ્છા થાય જ. (૪) વિશેષ અધિકાર સમ્રાટ પ્રિયદર્શિનનું સ્વતંત્ર જીવન વૃત્તાંતનું પુસ્તક અમે બહાર પાડવાના છીએ તે જુઓ. (૫) હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટર્ન આકટેકચર પુ. ૧. પૃ. ૫૮. The shaft is surmounted by an elephant but so mutilated that even in the 7th cent., the Chinese traveller Hiuen Tsiang mistook it for a lionતંભની ટોચે હાથી છે પણ તે એવી ખંડિત અવસ્થામાં છે કે, ઈ. સ.ની ૭મી સદીમાં પેલા ચિનાઈ યાત્રિક હ્યુએનશાંગે તેને સિંહ ધારી લીધો હતો. (૯) ઉપરની નં. ૩ ની ટીકામાં જેમ ચોવીસમા અને પ્રથમ તીર્થંકરનાં લંછનની હકીકત છે તેમ અત્ર જણાવેલ હતી તે બીજા તીર્થંકરનું ચિન્હ ગણાય છે. (૭) મિ. જેમ્સ ફરગ્યુસન કૃત હિ, . ઈ. આ. પુ. ૧. પૃ. ૨૨૩ અને ૪૯ ઉપથી અનુક્રમે લીધાં છે. (૮) જેમ્સ ફરગ્યુસન સાહેબે જણાવ્યું છે કે–From bas-relief at Amaravati અમરાવતી સ્વપના કોતરકામ ઉપરથી લીધેલ છે. (૯) આ બધા વર્ણન માટે ઉપરમાં ૫, ૩૧૭ થી આગળ જુઓ,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy