SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ૩૭૩ આ બે દશ્યો કઈ કેતરકામમાંથી ઉતારેલ કે ક્યાંકથી ઉપજાવી કાઢેલ નમુના નથી, પરંતુ જેનધર્મના ૨૩મા તીર્થંકર ગણાતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ જ છે. પ્રતિમારૂપે છે એટલે તેની ઓળખ માટે બીજી કોઈ દલીલોની જરૂર જ રહેતી નથી. તે બન્નેને અત્રે આકૃતિ નં. ૩૬ અને ૩૭ તરીકે ૨જી કરી છે તથા તેનું પ્રાપ્તિસ્થાન પણ રાજા ખારવેલના મહાવિજયપ્રાસાદવાળું અમરાવતી–અથવા બેનાતટનગરજ છે. એટલે હવે નિર્વિવાદિતપણે કબૂલ કરવું રહે છે કે અમરાવતી સ્તૂપ જૈનને જ છે. જેમ ઉપર પુરવાર કરી ગયા છીએ કે આવાં દશ્યો અને ચિત્રે બ્રહમતનાં નથી તેમ તે ચિત્રોને, દને અથવા કોતરકામને, વૈદિક ધર્મ સાથે પણ સંબંધ હોવાનું સંભવિત નથી; આ બાબતમાં એક અઠંગ અભ્યાસી અને વિદ્વાનનું મત એમ છે કે “There is no trace of images in the Vedas or in the laws of Manu or any of the older books of the Hindus=2&aupalli કે મનુભગવાનની કાયદાથીમાં અથવા તે હિંદુઓના કેઈ પણ પરાણિક ગ્રન્થમાં મૂર્તિ (પ્રતિમા)ની કાંઇ નિશાની (ઉલ્લેખ) જ મળતી નથી.” તાત્પર્ય કે વૈદિક મતમાં મૂર્તિઓની સ્થાપના કરવાનું પ્રાચીન કાળે હતું જ નહીં. ત્યારે તે વૈદિક મતવાળાએ જે હવે મૂર્તિને પૂજતા થયા છે તે પણ પુરાણે રચાયા પછી જ; એટલે ઈ. સ.ની ચોથી સદી બાદ જ થયા હશે એમ માનવું રહે છે. અને તેમજ હોય તે સહેજે સિદ્ધ થઈ જાય છે કે જગન્નાથજીની મૂર્તિઓ પણ વૈદિક ધર્મને લગતી નહીં હોવી જોઈએ જે હકીકત આપણે ઉપરના પરિચ્છેદે લંબાણ વિવેચનથી સમજાવી ગયા છીએ. અત્ર રજુ કરવામાં આવેલ આ નમુનાથી હવે નિશ્ચિત થઈ ગયું કહેવાશે કે, અત્યાર સુધી જે વસ્તુઓ અમુક ચિન્હોને લીધે બાદ્ધોની વિદ્વાને એ માની છે તેમાં હવે સુધારો કરવાની અનિવાર્ય જરૂર છે. જેમ બોહધર્મની મનાઈ રહેલી બાબતમાં ચેતવણીને અવાજ ઉઠાવવાની આ પ્રમાણે જરૂરિયાત પીછાનવામાં આવી છે, તેમ વૈદિક તીર્થધામ જેવા વિશ્વવિખ્યાત જગન્નાથપુરીની ત્રિમૂર્તિ સંબંધમાં, હાથીગુંદાના લેખ ઉપરથી થયેલ ઉકેલને લીધે તેમજ ઉપર ટાંકેલા નિષ્ણાત વિદ્વાનના અભિપ્રાય પછી, વૈદિક મતને લગતી મનાતી મૂતિઓ પરત્વે પણ, ચેતવણીથી કામ લેવાની આવશ્યક્તા હવે દેખાવા લાગી ગણાશે. (૧૨) આ. સ. પી. ઈ. પૃ. ૧૫ માં અમરાવતી સ્તૂપનું વર્ણન જુએ. પુ. ૧, પૃ. ૧૫ર થી આગળ જુઓ: આ પુસ્તકે પૃ. ૩૧૮-૧૯ જુઓ. (૧૩) જીઓ હિ. ઈ. ઈ. આ, પુ. ૧ પૂ. ૧૨૨,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy