SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ નામ ધારણ કરી લીધું. મતલબ કે આ સમયથી પેાતાને ત્રિકલિંગાધિપતિ, ચેદિવંશી મહારાન્ત મેઘવાહનને તરીકે તે ઓળખાવવા લાગ્યા હતા. ત્યારબાદ પોતે સંસારથી વિરક્ત થઈ, જૈનદીક્ષા લઈને પ્રત્યેકશુદ્ધ થઈ મેક્ષે ગયા હતા અને તેને કાઇ પુત્ર નહીં હોવાથી, તેનું રાજ્ય તે વખતના મગધપતિ શ્રેણિકે પેાતાના મુલકમાં ભેળવી લીધું હતું. એટલે ત્યારથી ઇતિહાસમાં ‘ અંગ-મગધા ’શબ્દના પ્રયાગ વપરાતા થવા લાગ્યો હતા. ત્યાં સુધીનું વષઁન આપણે પ્રથમ પુસ્તકમાં કાંઇક વિસ્તારપૂર્વક જણાવી દીધું છે, ત્યાર પછી શું થયું તે હવે વિચારીએ. ' દિ નામની પુસ્તક ૧માં (જુએ પૃ. ૨૮ તથા ૧૨૪) જણાવવામાં આવ્યું છે કે, મંત્રોજી નામે ક્ષત્રયની મુખ્ય જાતિ હતી. તેના પેટા વિભાગે લગભગ ૧૮ની સંખ્યામાં હતા. તેમાં લિચ્છવી, મત્લ, શાકવ્ય, આદિને સમાવેશ થતા હતા; વળી આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે (જુઓ પુ. ૧ પૃ. ૩૭૭) કબ, ચેાલા, પાંડવા ઇ. પણ તેમાંથી જ ઉત્પન્ન થયા હતા; તથા પુ. ૨માં મોં ચંદ્રગુપ્તના વનમાં એમ જણાવ્યું છે કે, નવીન મૌર્યાં જે દક્ષિણવિંદમાં પ્રસરવા લાગ્યા હતા તે મૂળે માર્ય માંથી જ ઉદ્ભવ્યા હતા. વળી ચુઝુકાનંદ, મૂળાનંદ વિગેરે પણ નંદવંશના ભૂપતિઓની શાખારૂપે ગણાય તેમ છે, કેમકે આંદ્રવંશને સ્થાપક રાજા શિમુખ પોતેજ નંદ ખીજો ઉર્ફ મહાપદ્મના કુંવર હતા, (આમાંની કેટલીક હકીકત પુ. ૧, તથા રમાં પ્રસંગેાપાત આવી ગઇ છે. પરંતુ વિસ્તારપૂર્વક શતવહનવંશના વૃત્તાંતે લખવાની છે) અને તેના અંગ તરીકે જ બલ્કે તેના સૂબા તરીકે આ ચુટુકાનંદ, મૂળાનંદ હતા. વળી મહારથી, રાષ્ટ્રી, ભેજકા, ઇ. પણ આ પ્રજામાંના જ અંગે છે એટલે દિ નામની ઉત્પત્તિ [ દશમ ખંડ કદાચ તેમના પેટા વિભાગેામાંના હોય કે કદાચ મૂળ સંત્રોજી ક્ષત્રિયાની અઢાર જાતિમાંના પણ હેાય. ગમે તે પ્રમાણે તેમના વિભાગ અને પેટાવિભાગની વહેંચણી થવા પામી હાય, પરંતુ એટલું ચેાક્કસ છે કે, સંત્રીજી ક્ષત્રિયાનું પ્રાબલ્ય ઉત્તરહિંદના રાજકર્તા તરીકેનું અતિ વિપુલ પ્રમાણમાં હતું. સંભવ છે કે અંગપતિ દષિવાહન રાજા તેજ પ્રમાણે સંત્રીજીની અઢારમાંની ક્રાઈ પેટાજાતિને હશે, પરંતુ તે અંતનું નામ શું હતું તે જાણવામાં આવ્યું નથી. એટલે તેના પુત્ર મહારાજા કરકંડુ, જેતે આ વંશના સ્થાપક આપણે હવે લેખા રહે છે તેની તિત કઈ કહેવી તે પણ અાપ પર્યંત અંધારામાં જ છે એમ સમજવું. એટલે ચંદ નામ કોઈ ક્ષત્રિયની એકાદ મુખ્ય શાખાનું કે પેટાશાખાનું હાય એમ માનવાને હાલ તે આપણે આંચકા ખાવે પડશે. ત્યારે આ દિ નામ શી રીતે વપરાશમાં આવ્યું ? આ નામ ગૌતમબુદ્ધના સમયે પણ જાણીતું નહીં હાય એમ સમજવું રહે છે. કેમકે તે જાણીતું થયું હાત તા બૌદ્ધ ગ્રંથમાં તેના ઉલ્લેખ છૂટથી થયા વિના ન રહેત. વળી જે પ્રદેશા ઉપર મહારાજા કરકંડુને રાજઅમલ તપતા થયેા હતેા તેમાંના કાઇનું નામ તેવું હોવાનું જણાતું નથી. તે દેશનાં નામ તે, અંગ, વંશ અને કલિગ એવાં હતાં. તેમજ તે દેશોમાંનાં, કાઇ નગર, પુરી, કિલ્લા, પર્વત કે એવા કાર્ય સ્થળનું નામ તેવું હેાય તેમ પણ જણુંાયું નથી. એટલે એક જ કલ્પના પર જવાય છે કે, જેમ અનેક રાન્તનાં, દેશનાં કે વસ્તુનાં નામેા, કોઈક બનાવ અથવા સંયેાગાધિન જોડી કઢાયાં છે તેમ આ ચેઠે નામ વિશે પણ કદાચ બન્યું હાવું જોઇએ. મારૂં અનુમાન એક હકીકત ઉપર ફરે છે; તે એ કે, મહારાજા કરકંડુને જે સંયાગામાં રાજપ્રાપ્તિ થઇ છે તે જો તપાસીયું તા ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તેને (૨) મેઘવાહન તે વ્યક્તિગત નામ જેમ છે તેમ બિ≠ પણ છે. સેલ'કી વશના ગુર્જરપતિ રાજા કુમારપાળ પણ મેધવાહન કહેવાતા હતા. (૩) જે મગધમાં તે દેશને શ્રેણિક ભેળવી લીધા હોય તે, ત્યાં આ કલિંગવ શની (તે દેશના રાજíના વ’શની) સમાપ્તિ થઈ ગઇ હેરાય અથવા જો કલિંગપતિને મગધપતિના ખ ડિયા બનાવાયા હોય તે તે વંશ ચાલુ રહ્યો ગણાય. વિષયની ચર્ચા આપણે આગળ કરવાની છે. તે રાન્ન ક્ષેમરાજના વૃત્તાંતે જુએ,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy