SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કનિષ્ક પહેલાએ જે શક પ્રવર્તાવ્યો છે તેનું નામ અને કનિષ્ક સંવત ન લખતાં કુશાન સંવત પસંદ કર્યું છે. નિયમ પ્રમાણે તે પ્રવર્તકનું નામજ જેડવું જોઈતું હતું. વળી તેણે પણ પિતાના રાજ્યારંભથીજ તેની આદિ ગણી છે. એટલે આ બે કારણને લીધે કનિષ્ક સંવતના નામથી તે સંવતને ઓળખાવ, તે વધારે સકારણ કહેવાતાપરંતુ અમે કનિષ્કને બદલે જે કુશાન શબ્દને પસંદગી આપી છે તે ઈતિહાસનું આલેખન સરળ બનાવવા પુરતા આશયથીજ છે. કેમકે સર્વ ઈતિહાસકારોને કનિષ્ક કરતાં કુશાન શબ્દ વિશેષ પરિચિત છે; વળી કનિષ્ક શબ્દ જોડવાથી, તેને કુશાનવંશી હિંદી સત્તાને આદ્ય પ્રણેતા કદાચ લેખી જવામાં આવત. જ્યારે ખરી રીતે હિંદમાં સત્તાધારક રાજકર્તા તરીકે તે તે કનિષ્કનો પિતા, જેને વેમકડફસીઝ બીજા તરીકે ઓળખાવાય છે તેજ હતો. તેમજ પિતાના નામના ઉલેખમાં પુત્રને સમાવેશ પણ સહેજે થઈ જાય છે જ; વળી કુશાન શબ્દ તેમની સમસ્ત જાતિસૂચક છે તે પણ સમજી લેવાય છે તેમ તેમની રાજકીય અધિકારની મહત્તા પણ જળવાઈ રહેતી સમજાય છે. આવા ત્રિવિધ હેતુથી અમે કનિષ્ક સંવત ને બદલે “કુશાન સંવત” નામ આપ્યું છે. આ છેલ્લું મહેણું ચઠણનું છે. આણે સ્થાપેલ સંવતનું નામ ચકઠણ સંવતજ અમે પસંદ કર્યું છે. તેણે જે કે સંવતને ગતિમાં મૂકે છે, પરંતુ તેને પ્રારંભ કનિષ્ક પહેલાએ જેમ પોતાના રાજ્યની શરૂઆતથી ગો છે તેમ ન કરતાં, પોતાના પિતા દમેતિકે સત્તા અધિકાર ધારણ કર્યો–ભલે ક્ષત્રપ તરીકે, એક તાબેદાર જેવી સ્થિતિમાં હતો છતાં પિતાનું બહુમાન જાળવવા તેણે રાજસૂત્ર ધારણ કર્યું ત્યારથી કર્યો છે એટલે, “કુશાન સંવત” ઉપર જે ધોરણે આપણું પસંદગી ઉતારી છે તે નિયમે ચઠણની જાતિનું નામજ તેના સંવત સાથે જોડવું ગ્ય લાગત અથવા છેવટે, તેણે જેમ પોતાના પિતાના નામને આગળ આણી બતાવવા પ્રયત્ન કર્યો છે તેમ આપણે પણ તેનું અનુકરણ કરી “ દષમેતિક સંવત’નું નામ રાખી શકત. પરંતુ તે બન્ને સંજોગો પડતા મૂકવા પડયા છે. કેમકે જે જાતિ વિષયક નામ જોડયું હોત તે, ચષ્ઠણ પોતે કુશાન જાતિને જ નબીરે હતો એટલે કનિષ્કને વંશ અને ચઠણને વંશ એમ જે બે ભાત પડી જાય છે તે દેખાવમાં ન આવત; બીજું રાજકીય મહત્તા તે બન્નેની જૂદી છે તે ન સમજાત (જુઓ આ પુસ્તકે પૃ. ૨૦૫ માં સરખામણી); ઉપરાંત સૌથી પ્રબળ કારણ તે એ છે (કે, સંવત પ્રવર્તક તરીકે સાર્વભૌમ સત્તાના ભોગવટા જેવું પ્રખર
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy