SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની [ નવમ ખંડ શકાય તે વિચારવું રહે છે. તેનું જીવન વૃત્તાંત લખતી વખતે જોઈ શકારો કે તેનું રાજ્ય લગભગ ૯૫ સુધી ચાલ્યું હતું એમ માનવાને કારણ મળે છે. કેમકે તેના પુત્ર વાસુદેવ જે તેની પછી તુરત જ ગાદીએ બેઠે છે તેના નામના એક શિલાલેખ મથુરામાંથી ૯૮ ની સાલને મળી આવ્યા છે. વળી આ લેખ તેણે ગાદીએ બેઠા પછી ઘેાડા વર્ષના જ ગાળામાં કાતરાવ્યા હાય એમ માનવાને કારણ છે, એટલે તેના રાજ્યાભિષેક ૯૮ ની પહેલાં પાંચેક વર્ષે જો થયા હતા એમ ગણીએ તેા તેની સાલ ૯૩ ની મૂકવી પડશે. અને તેનું રાજ્ય ૩૮ વર્ષે લગભગ ચાહ્યું છે એમ ઘણાખરા વિદ્વાનેાની માન્યતા થયેલી છે. જેથી કરીને આ બાપદીકરાને-કનિષ્ક બીજો અને વાસુદેવને–સમય આસાનીથી આપણે કરાવી શકીશું કે કનિષ્ક બીજાએ ૪૦ થી ૯૩ = ૫૩ વર્ષ અને વાસુદેવે ૯૩ થી ૧૩૧=૩૮ વર્ષ સુધી રાજ્ય કર્યું હોવું જોઇએ. તે બાદ કાણે, કેટલાં વર્ષ રાજ્ય કર્યું તે કાંઇ જણાયું નથી. પણ તેવા રાજાએાની સંખ્યા ઉપર પૃ. ૧૨૯ માં જણાવ્યા પ્રમાણે છકેટની છે.વળી આ કુશાનવંશી રાજાએની પાસેથી ઉત્તર હિંદનું રાજ્ય ગુપ્તવંશી રાજાએ એ જીતી લીધાનું સાબિત થયું છે. જો કે આ ગુપ્તવંશના આદિ પુરૂષ, કયારે તેમની પાસેથી રાજ્ય લઈ લીધું તે ચક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ તે ગુપ્ત રાજાએને સમય લગભગ ઇ. સ. ૨૭૫ થી ૨૯૦ સુધીમાં આરંભ થતા ગણાય છે. એટલે આપણે સહીસલામતીની ખાતર કુશાનવંશને અંત લગભગ ૨૮૦ માં આવ્યાનું લેખીશું અને ઇ. સ. ૨૮૦ = કુશાન સંવત ૧૩૪ સમય ૨૪ થી ૨૯ સુધીના છ વર્ષના ઠરાવવે પડશે. આ પ્રમાણે નં ૩જા અને નં ૪થા રાજાઓના સમય નક્કી થઈ ગયા કહેવાશે. હવે આગળ ચલાવીએ. તેમાં હુવિષ્ણુના શિલાલેખમાંહેલા મથુરામાં ૩૩, વર્ડકમાં 11 અને મથુરામાં ૬૦ એ પ્રમાણે ત્રણ આંક સંખ્યા મળી આવે છે. તેમાંથી છેલ્લા છે મહારાજાધિરાજની ઉપાધિ સાથેના છે અને પ્રથમના ૩૩ વાળા આંક, સાદા ના સાથેના૧૧ છે. એટલે તે હિસાબે વાસિષ્ઠની ૨૯ની સાલ પછીથી માંડીને ૩૩ સુધીતેા વિષ્કને સાદા સરદાર તરીકેજ ઓળખવા પડશે અને ૫૧ થી ૬૦ સુધીના વષૅ માટે, મહારાજાધિરાજની પદવીવાળો એટલે ગાદીપતિ તરીકે માન્ય રાખવા પડશે. પરંતુ ૭૩ થી ૫૧ વચ્ચેના કયા વર્ષે તેને ગાદી પ્રાપ્ત થઈ હતી તે તા ન જ કહી શકાય; પણ સાથે સાથે જ્યારે કનિષ્ક ખીજા માટેના વિચાર કરીએ છીએ, ત્યારે આરાના શિલાલેખમાં ૪૧ અને મથુરામાં ૬૦ ના આંક સાથે મહારાજાધિરાજની પદવી યુક્ત તેને નિહાળીએ છીએ. એટલે એમ સાર આપણે કદાચ દોરી શકીએ કે, હવિષ્ણુની મહારાધિરાજ તરીકેની પદવીને અધિકાર, કમમાં કમ ૪૦ ની સાલમાં કનિષ્ક ખીજાએ લઈ લીધા હોવા જોઈએ.૧૨ જેથી વિકના તે પદવીને કાળ ૪૦ થી ૬૦ સુધીના ગણાશે અને સાદા પદવીધારક તરીકેના તેના સમય ૨૯ થી ૪૦ સુધીને લેખાશે, તેમજ કનિષ્ક ખીન્નની સાક્ષ પશુ ૪૦ થી ૬૦ સુધીની તે નક્કી જ થઈ ચૂકી કહેવાય. છતાં તેનાથી વિશેષ કયા સમય સુધી ગણી (૬૨) અત્યાર સુધી આખાયે પ્રદેશ ઉપર એકજ વ્યક્તિની અને તે પણ મહારાજાધિરાજ તરીકેની આણુ ચાલી રહી હતી. જયારે આ સમયથી પ્રદેશની વહેચણી કરી નાંખી, બન્ને ઉપર બે જુદી જુદી વ્યક્તિની આણુ કરાવાઈ હતી. આંક (?)ને શિલા-એટલે ભă પદવીની દૃષ્ટિએ તુવિષ્ણુ, હજી પણ મહારાજાધિરાજજ કહેવાતા, પણ પ્રદેશની દષ્ટિએ તેને રાય વિસ્તાર કમી થઇ ગયા હૈાવાથી અને મૂળ ગાદીપતિ રાન્ન કનિષ્ક બીજાને જ ગણાતા હેાવાથી, રાજા હવિષ્ક પાસેથી તે પ્રકારને અધિકાર લઈ લેવાયા હતા એવા શબ્દો મારે વાપરવા પરમાળ, (૧૦) એક શિલાલેખને લઇને આ સમય ખાખત કાંઇક રાકા ઉભી થાય છે ખરી, પણ તે વજનદાર લાગતી નથી. તે માટે તુઓ નીચેનું ટી. ન. ૬૧ (૬૧) કહેવાય છે (૧) કે, તેના (હવિષ્કના) નામના મહારાજાધિરાજની પદવી સાથેને ૨૮ લેખ મળી આવેલ છે પરંતુ તેમ બનવા ચેગ્ય નથી, કેમ કે મથુરાના ૨૯ આંકવાળા શિલાલેખમાં (ઉપર જુએ) વસિષ્ઠના નામ સાથે મહારાજાધિરાજની ઉપાધિ કાતરાયલી સ્પષ્ટપણે નજરે પડે છે. એટલે તે વિટોષ માનનીય ગણવી રહે છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy