SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૩) કે “ It is obvious that Nahapana was a contemporary of Rajuvala the Mahakshatrapa of Mathura દેખીતું છે કે, મથુરાને મહાક્ષત્રપ રાવલ અને નહપાણ સમકાલીન છે.” આ ઉપરાંત અન્ય એતિહાસિક હકીકત મળવાથી, તે સર્વ પરિસ્થિતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે, જેને ચારે તરફથી સમયના આંકડાવડે સમર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પિતે મુદ્દો ન સમજવાથી, જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાને અમારા નામે કરીને, વાચકને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હોય, ત્યાં દેષ કેને? અગાઉ પણ અનેક વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં અને તે વખતે પણ દુખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દૃષ્ટતે આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું. ઉપરમાં લેખિત સાહિત્યની વાત કરી; તેવોજ એક મિખિક પ્રસંગ વર્ણવીશ. આપણું ગુજરાતના એક નામાંકિત વિદ્વાનને અમે બહાર પાડેલ પુસ્તક લઈને ખાસ મળવા જતાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રથમ અમારાં પુસ્તકે તેમની પાસે રજુ કર્યા. (૧) પ્રહ શેનાં પુસ્તક છે? ઉ. “પ્રાચીન ભારતવર્ષનાં તેમણે વળતે જવાબ આપ્યો કે તે વિશે મેં સાંભળ્યું છે. (૨) પ૦ ? ઉઠ હં, આગળ ચલાવે. (૩) પ્રવે--આપે પુસ્તક વાંચ્યાં છે. ઉ–ના. (૪) પ્ર.આપની પાસે આ પુસ્તકે મૂકી જઉ છું. અવકાશે જેઈ જશે; ઉ૦–વાંચ વાને અવકાશ નથી તેમ જેવાં પણ નથી. આવાં પુસ્તક પ્રગટ પણ થવા ન જોઈએ. (૫) આપે પુસ્તક વાંચ્યા નથી, જેમાં નથી તે આ અભિપ્રાય શા ઉપરથી બાંધો છે? ઉ–તે વિશે બીજાઓ પાસેથી ખૂબ સાંભળ્યું છે એટલે હવે જેવાં જ નથી. આ પ્રમાણે જ્યાં પૂર્વબદ્ધ વિચારેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય ત્યાં બીજો ઉપાય ક્યાં રહ્યો? વિવેકપૂર્વક સલામ કરી છૂટે પડયો. આ પ્રમાણે પુસ્તક માંહેલી હકીકતની વિરૂદ્ધતાની સ્થિતિ જ્યાં સુધી જાણવામાં આવી ત્યાં સુધી વર્ણવી છે. ત્યારે બે સ્થાને વળી જુદા જ સ્વરૂપે તે નિહાળાઈ છે. (એક) કાશીથી પ્રગટ થતી નાગરી પ્રચારણી સભાની પ્રત્રિકા ભા. ૧૬ અંક ૧. વૈશાખ ૧૯૮૧ના અંકમાં લગભગ ૬૫ પૃષ્ઠોને ઉજ્જૈનના શ્રી. પં સૂર્યનારાયણ વ્યાસે પોતાના નામે “પદગ્રુત મહારાજા અશોક અથવા સંપતિના શિલાલેખ” વાળો અમારે આખીય લેખ ઉતાર્યો છે. પત્રકારે અથવા લેખક મહાશયે આવા પ્રસંગે મૂળ લેખક પ્રત્યે જે સોજન્યત્રણ બતાવવું જોઈએ તે બતાવ્યું નથી. અલબત કયાંક ક્યાંક (ચાર-પાંચ સ્થાને) અમારું નામ લેવાઈ ગયું છે * તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમનું પુસ્તક, મથુરાને સિંહ જ પૃ. ૧૯ પંકિત ૨૩) વાસ્તવમાં સિંહબ્રજની પ્રતિષ્ઠા વખતે નહપાની હસ્તી જ હતી નહીં, તે સો વર્ષ પછી થયો છે. કોઈ વિદ્વાન તેનો ઉલ્લેખ કરતો નથી. (તે પછી જ. બ. ઍ. ર. એ. સે ના લખાણનો અર્થ શું?) આવી તો કેટલીયે અજ્ઞાન પૂર્ણ ટીકાઓ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy