SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ આવા કિસ્સામાં જે સ્થાને મૂળ લેખકનું નામ ધાવું રહે તે પ્રમાણે તે મૂકાયું નથી જ, આ બાબતમાં પત્રકાર સાથે વ્યવહાર થતાં કાંઈક સંતોષકારક ખુલાસો મળી ગયા છે. (બીજો) પુના શહેરથી પ્રગટ થતા “ચિત્રમય જગત ૧૩૫ ડીસેંબરના અંકમાં શ્રીયુત રસીકલાલ દાદરે સમ્રાટ ચંદ્રગુપ્ત અને પં. ચાણકય સંબંધી દશેક કલમનું લખાણ અમારા “પ્રાચીન ભારતવર્ષ” બીજા વિભાગમાંથી ઉતાર્યું છે. તેમાં પણ શિષ્ટાચાર સચવાયા નથી પરંતુ ઉપરના લેખમાં છૂટું છવાયું બેએક વખત નામ લેવાઈ ગયું છે. આ બાબત પત્રકારને વિનંતિપત્રથી પૂછાવ્યું પણ હતું પરંતુ તેમણે તે ઉત્તર વાળવાનું કે પત્ર સ્વીકારનું પણ સૌજન્ય સુદ્ધાં દાખવ્યું નથી. ખેર, અમારે તે વિષયને વાંધો નથી; કેમકે વિદ્યાજ્ઞાન છે તે તે પ્રચાર માટે જ સાયલું છે એટલે મૂળ હેતુ સતે હોઇને અમારે તો તે બને પત્રો તથા ભાઈઓને તેટલે દરજજે ઉપકાર જ માન રહે છે. આટલું વિવેચન બહારથી આવેલ ટીકા પરત્વે થયું. હવે અમે અમારા તરફના વિચારો પણ થોડાક જણાવી દઈએ. પુ. ૩માં જંબુદ્વીપની સીમા અમે દેરી બતાવી છે. જોકે કેટલીક હકીકત પરત્વે અમારું કથન બંધબેસતું આવે પણ છે છતાં તેને સર્વથા સત્ય માની ન લેવા વિનંતિ પણ કરેલ છે એટલે અત્યારે તે વિશેષ ઉહાપોહ માટે એક વિકલ્પ રજુ કરાય છે એમ તેને સમજવું રહે છે. બીજું એક વકતવ્ય મોહનજાડેરો સંબંધી કરવું રહે છે. અમરેલીવાળા શ્રીયુત પ્રતાપરાય મહેતા આ બાબતમાં ખૂબ રસ લઈ રહ્યા છે. વ્યવહાર પ્રસંગે તેમનું અત્રે પધારવું થતાં રૂબરૂ મળવું થયું હતું. તેમની સાથેની ચર્ચાને સાર એ આવ્યું હતું કે તે સ્થળનાં કે આસપાસમાંથી મળી આવતાં સર્વ અવશે, માટી અને પત્થરનાં જ છે; ધાતુનું એક પણ ચિન્હ મળી આવ્યું નથી. એટલે ધાતુના યુગપૂર્વની જ તેની સંસ્કૃતિ માનવી રહે છે સિવાય કે અત્યારે પ્રવર્તી રહેલી માન્યતા જે ધાતુયુગની પૂર્વે માટી યુગ હતું તે ફેરવાઈ જવા પામે. તેમના કથન ઉપર વિશેષ વિચાર કરતાં એમ સૂચના કરવી રહે છે કે, મહાભારતનો સમય ત્યારે ક લેખો ? જે મહાભારતને સમય પ્રાચીન હોય, તે મહાભારતના સમયે ઉપરના નિયમ પ્રમાણે કઈ ધાતુનું હથિયાર જ ન હોઈ શકે, પરંતુ તેમ હોવાનું અત્યારે તો મનાતું જ નથી. એટલે તો મોહન ભાડેરેને જ પ્રાચીન કહેવું રહે અને એમ જે હોય તે મહાભારતમાં પણ મોહન ભાડેરે વિશે કંઈક પ્રકારને ઈશારે તે આવે જોઈએ જ? તેમ પણ બન્યું નથી, તે હવે તોડ શી રીતે કાઢી શકાય? એટલે અમારી તરફથી ફરી ફરીને જણાવવાનું કે, આખુંયે પુસ્તક તદ્દન નવીન વિગતેથી તથા વિધાનથી ભરપુર છે, તેમજ જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં આધારે ટાંકી બતાવ્યા છે. બનવા જોગ છે કે અમને પુસ્તક પ્રસિદ્ધને મહાવરે નહીં હોવાને લીધે વિગતે દર્શન પદ્ધતિસર નહીં થયું હોય. બાકી ઇતિહાસના આલેખનમાં જે શુદ્ધ દષ્ટિથી કામ લેવું જોઈએ તે (જુઓ પુ. ૨ મુખપૃષ્ઠને ક તથા પુ. રની પ્રસ્તાવ પૃ૦ ૧૩) યથાશક્તિ નજર રાખીને જ રજુ કરી છે. માથે આવી પડતા આક્ષેપ પણ નજર બહાર ન જવા દેતાં
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy