SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ છે. મતલબ કે, ત્રેવીસે વિદ્વાનાના અભિપ્રાય આ સિંહસ્તૂપ વિશેની કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. હવે જ્યારે આ ગુજરાતી પુસ્તકના અનુવાદ થઈને ઈંગ્રેજીમાં મહાર પડે છે (પ્રથમ ભાગ તૈયાર પણ થઇ ગયા છે તે વિશે આગળ જુઓ) ત્યારે ઉમેદ રહે છે કે, અનેક વિદ્વાનોનાં કરકમળમાં તે પહોંચશે, તે ઉપર વિવાદ-ચર્ચાઓ મહાર પડશે અને પરિણામે જે શુદ્ધ હશે તેજ તરી આવશે. આકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિકાએ, કે કાણુ જાણે કયા સાધનાદ્વારા (કયાંય બહુ આધાર જેવું આપેલ ન હેાવાથી) સમય પરત્વે તેમણે કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતામાં, પાને પાને, પારીગ્રાફે પારિગ્રાફે અને કેટલેક ઠેકાણે તે વાકયે વાકયમાં પરિસ્થિતિ સુધારા માંગી રહી છે. ખરી વાત છે કે પરદેશી વિદ્વાના પાસેથી પ્રારંભમાં આપણને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તેનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તે પરાલંબન સિવાય કાંઈ છેજ નહીં, એવી લાચાર સ્થિતિ સેવ્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? ઉપરમાં કહેવામાં આવ્યુ છે કે પ્રશ્નોના ઉત્તર મેળવવામાં તેમણે એક પ્રકારની સિત જે વાપરી છે તેનું વર્ણન સ્પષ્ટતા પૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવે સમજાવીશું. તેમણે પરિપત્રમાં શબ્દો લખ્યા છે તે આપણે જો કે જાણતા નથી પરંતુ, તેમના પત્રના જવાબ, કલકત્તા મ્યુઝીઅમ વાળા પ્રેા, રામચંદ્રમજીએ તા. ૨૪–૭–૩૭ના રાજે આપ્યા છે તેમાંથી કાંઈક માહિતી મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છેઃ— With reference to your letter of the 15th Inst, inquiring if the Mathura Lion Capital inscription contains any reference to Jaina affairs or names of Nahapana, Bhumak or Nanaka, I have to give you a reply in the negative= આપે જે પત્ર તા. ૧૫ મીના લખેલ છે અને જેમાં પૂછવામાં આવ્યું છે કે, મથુરા સિંહસ્તૂપમાં જૈનધર્મ પરત્વે કાંઇ હકીકત છે અથવા તે નહપાણુ, ભ્રમક કે નનકમાંથી કોઈનાં નામ તેમાં આવેછે;તા ઉત્તરમાં મારે નકાર જ ભણવા રહે છે. મતલબકે બન્ને પ્રશ્નના ઉત્તર તેમણે નકારમાંજ દીધા છે. આ પત્રલેખન પૂ. આ. મ. શ્રી. એ અમારા પુસ્તકમાં દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પેાતે અમારા નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહ્યું છે કે, તે મથુરાસ્તૂપમાં જૈનને લગતી હકીકત દર્શાવી છે તથા તેમાં નહુપાણુ અને ભૂમકનાં નામ લખાયલ છે. (નનક નામ કાંથી તેઓએ ઉતાર્યું? તે તે! હજી આ પ્રથમવાર તેમના જ તરફથી સાંભળવામાં આવ્યું છે એટલે તે વિશે અમે સૈાન જ સેવીશું) તે અમારી તેએાશ્રીને વિનમ્રભાવે વિનંતિ છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની કરીને તેએ જણાવશે. બાકી અમે જરૂર એટલું તા કહ્યું છે જ, કે ક્ષહરાટ નહપાણુ પોતે સિંહસ્તંભમાં દર્શાવેલ મહાક્ષત્રપ રાજીવુલનેા સમકાલીન છે. તે માટે જ. એ. બ્રે, રા. એ. સે. નવી આવૃત્તિ પુ. ૩ પૃ. ૬૧નું અવતરણ પણ ટાંકી બતાવ્યું છે (જીએ પુ. ૩ પૃ. ૨૩૪ ટી.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy