SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બાધધધર્મનાં | [ પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, તથાગતના જીવ કેઈક પૂર્વભવમાં મનુષ્ય તરીકે ઉપન્યા હતા, અને અમક સંગેમાં તેમણે પિતાનું શિર-એક ભૂખ્યા વ્યાધ્રને સંતોષવા આગળ ધર્યું હતું (અથવા કાપીને ઉતારી આપ્યું હતું) સંજોગ અને સ્થિતિ ગમે તે હતાં, તે ઉપર વિવેચન કરવાનું નથી. પણ એટલું નક્કી છે કે તેમણે પિતાના આત્માનું બલિદાન આપ્યું હતું જ. હવે જે આ બનાવને તક્ષશિલાના નામની ઉત્પત્તિ સાથે જોડવામાં આવે છે તે નગરીનું અસ્તિત્વ, બુદ્ધ તથાગતના જન્મ પહેલાં કેટલાય કાળે થઈ ગયું હતું એમજ સ્વીકારવું પડે. અને બુદ્ધ તથાગતના જન્મથી સ્વીકારે તે, પૂર્વભવ સંબંધી વર્ણવાયેલી હકીકત ખાટી ઠરે છે. આ બન્ને હકીકત તેમને તે માન્ય નથી. વળી તક્ષશિલા નામ તે બહુ પ્રાચીન સમયથી ચાલ્યું આવતું હોય એમ જૈન અને વૈદિક ગ્રંથો ઉપરથી દેખાય છે. આ પ્રમાણે બૌદ્ધ ગ્રંથમાંથી બહાર પડતા જે કોઈ માર્ગ ગ્રહણ કરે તે તેમની જ સામે ખડે થઈને આવી ઉભો રહે છે. (૧૦) જેમ તક્ષશિલા વિશે મુશ્કેલીઓ છે. તેમ શ્રાવતિના જ્યેષ્ઠવન વિશે પણ છે. અલબત તેના પ્રકારમાં ફેર છે. કઈ પ્રાચીન ગ્રંથમાં તે હકીક્ત જણાવાઈ લાગતી નથી. પણ બધાં અનુમાને ભારહત સ્તૂપ અને ભીલ્સ ટોસનાં વર્ણનાત્મક ગ્રંથો બહાર પડી ગયા પછી, ઉપજાવી કાઢેલાં દેખાય છે. (૧૧) ઉપરના કથનની ખાત્રી જેeતી હોય તે, તેમાં વર્ણવાયેલા કૌડિન્ય અને થુન ગેત્રી પુરૂ ના સંબધો જોડી કાઢવાને કેટકેટલી તાણીતાણું ને મારમચડી કરવી પડી છે તે પ્રકરણ વાંચવાથી જણાશે. અને આવી સ્થિતિ ઉપજાવ્યાં છતાં પણ સંતોષકારક નિર્ણય તે બંધાઈ શકાતા જ નથી. આ દશા જ આપણને કાંઈક એવા અનુમાન ઉપર લઈ જાય છે કે, ક્યાંક મૂળ પાયામાંજ ખામી રહી ગઈ છે. (૧૨) જેમ નં. ૧૧ માં જણાવ્યા પ્રમાણે મુશ્કેલી દેખાય છે તેમ, અશોકના શિલાલેખો માની લેતાં પણ થાય છે. તેમાં વર્ણવાયેલી અનેક હકીકતે સાથે ખુદ બૌદ્ધગ્રંથમાં આલેખેલા અશોક વર્ધનના જીવનના વર્ણન સાથે પણ મેળ ખાતે જણાતું નથી. આ સ્થિતિ પણ નં. ૧૧ ની દલીલના અંતમાં જણાવ્યા પ્રમાણેના અનુમાન ઉપર લઈ જાય છે. (૧૩) જેમ હિંદી સાધને ઉપરથી અથડામણ થતી નજરે પડે છે તેમ યુરોપી–ગ્રીક ગ્રંથ ઉપરથી પણ તેવી જ સ્થિતિને સામને કરવો રહે છે. આ માટે મી. ઑબો અને મી. મેગેસ્થેનીઝના કથન ઉપરથી, મિ. કેન્ડલ નામના વિદ્વાને જે અનુવાદ લખ્યો છે તેમાંના એક મોટા પેરેગ્રાફ ઉપર વાચકનું ધ્યાન દોરું છું. તે ફકર તથા તેનાં ઉપરનાં ટીપણું અને માન્યતામાં થતા હેરફેર માટે અશોક વર્ધનના વૃત્તાંતમાં ચર્ચા કરીશું. જો કે આ હકીકતને બૌદ્ધધર્મી ઠરાવેલી વસ્તુઓ સાથે સીધે સંબંધ તે નથી જ, પણ કાંઈક અંશે તે પ્રશ્નને સ્પશે છે તેથી જ અહીં ઉલ્લેખ કરી લીધો છે. ઉપર જણાવી ગયેલી ત્રેવીસ અને તેર એમ મળી કુલ છત્રીસ દલીલોમાંથી કેટલીક શિલાલેખી છે. કેટલીક સિક્કાને અને ચિત્રો (શિલ્પ)ને લગતી છે, તેમ કેટલીક વર્ણનાત્મક પણ છે.સિવાય કેટલીએ અંહી નહીં દર્શાવેલી, પણ પ્રસંગેપાત ઈતિહાસ (૨૦)ઉપરની દલીલ ૭ માં તે જે પાંચ પૂર્વ ભવનું વર્ણન આવે છે, તેનો અર્થ ભવો પશુ તરીકેનાજ ગણાવ્યા સમજાય છે એમાં મનુષ્યભવ કઈ નથી. એટલે માનવું રહે છે આ હકીકત વળી તેની પણ પૂર્વકાળે બની ગઈ હશે. (૨) આવાં દષ્ટાંતે પ્રસંગોપાત પ્રિયદર્શિનનાં વૃત્તાંતમાં જણાવ્યા છે. (૨૨) આવાં દષ્ટાંત અશોકવર્ધનના વૃત્તાંતમાં જણાવ્યા છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy